ચીનની એ કંપની જે ઇલેક્ટ્રિક કાર બનાવવામાં અને વેચવામાં વિશ્વની ટોચની ઑટો કંપની ટેસ્લા કરતાં પણ આગળ નીકળી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોનિકા મિલર
- પદ, બીબીસી ન્યૂઝ, સિંગાપોર
ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાની કારના રીઅરવ્યુ મિરરમાં એની ચાઈનીઝ હરીફ કંપનીની કાર એટલે કે બીવાયડીની કાર દેખાય છે .
બીવાયડી (બિલ્ડ યૉર ડ્રીમ્સ) કંપનીના શૅર (સ્ટૉક) ગયા અઠવાડિયે ઉછાળો મોર્યો હતો પછી કંપનીએ જાહેરાત કરી કે તેનો ત્રીજા-ત્રિમાસિકનો નફો ગયા વર્ષ કરતાં બમણો થઈ શકે છે.
બીવાયડીએ પહેલાંથી જ ત્રિમાસિક ઉત્પાદનમાં ટેસ્લાને પાછળ છોડી દીધું છે - વૈશ્વિક વેચાણમાં એ બીજા ક્રમનું અમેરિકન ઉત્પાદક છે. જ્યારે બીવાયડી ચાઇનીઝ નિર્માતા છે.
બીવાયડીની સફળતા એ ચીનના ઑટો ઉદ્યોગના વિકાસની પણ નિશાની છે, જેણે આ વર્ષે વિશ્વના સૌથી મોટા ઑટો નિકાસકાર તરીકે જાપાનને પાછળ છોડી દીધું છે.
સંઘર્ષ કરી રહેલી ચીની અર્થવ્યવસ્થા માટે આ એક હકારાત્મક મુદ્દો છે. જે ગંભીર હાઉસિંગ કટોકટી અને રેકૉર્ડ બેરોજગારીમાંથી બહાર આવી રહી છે.
પરંતુ, બીજી બાજુ, અમેરિકા અને યુરોપિયન યુનિયન દેશો સહિત તેનાં ઇલેક્ટ્રિક વાહનો માટે નિકાસ બજારો ધરાવતા ઘણા દેશો સાથે બેઇજિંગનો તણાવ પણ વધી રહ્યો છે.
જેમ જેમ વિશ્વ નવી, સ્વચ્છ તકનીકો તરફ વળે છે, પશ્ચિમી દેશો માટે ચાઇનીઝ ઉત્પાદનો પર આધાર રાખવાનું બંધ કરવું કેટલું મુશ્કેલ હશે તેનું આ બીજું ઉદાહરણ છે.
બીવાયડીનો પાયો કઈ રીતે નંખાયો

ઇમેજ સ્રોત, Getty Images
બીવાયડી પાસે પહેલેથી જ એક ફાયદો છે : કાર ઉત્પાદકો જેમણે ઇલેક્ટ્રિક મૉડલ બનાવવા માટે વિસ્તરણ કર્યું છે તેનાથી વિપરીત, બીવાયડી મૂળ રીતે બૅટરી કંપની હતી જેણે પછી કાર બનાવવાનું શરૂ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વાંગ ચુઆનફુ, જેમની સંપત્તિ 18.7 બિલિયન અમેરિકી ડૉલર્સ છે. તેમનો જન્મ 1966માં વુવેઈ કાઉન્ટીમાં ચીનના સૌથી ગરીબ પ્રાંતોમાં રહેતા એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ કિશોરાવસ્થામાં અનાથ થઈ ગયા હતા અને તેમનો ઉછેર તેમના મોટા ભાઈઓએ કર્યો હતો.
ઍન્જિનિયરિંગ અને ધાતુશાસ્ત્ર, ભૌતિક-રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા પછી, તેમણે 1995માં શેનઝેનમાં પિતરાઈ ભાઈ સાથે બીવાયડીની સહ-સ્થાપના કરી. કંપની રિચાર્જેબલ બૅટરીના ઉત્પાદક તરીકે પ્રસિદ્ધ થઈ – જે સ્માર્ટફોન, લૅપટૉપ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં વપરાતી હતી. તેઓ વધુ મોંઘી કિંમતે બૅટરી વેચનારી જાપાનીઝ કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉતર્યાં.
2002માં કંપનીએ સ્ટૉક ઍક્સચેન્જમાં તેના શેરનું ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ મુશ્કેલીમાં મુકાયેલી સરકારી માલિકીની ઑટોમોબાઇલ ઉત્પાદક કિનચુઆન ઑટોમોબાઇલ કંપનીની ખરીદી સાથે સાથે બિઝનેસમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો.
ઇલેક્ટ્રિક વાહનો હજુ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં હતાં, પરંતુ બેઈજિંગ સત્તાવાળાઓ બજારની જગ્યા શોધી રહ્યા હતા જેમાં ચીન પ્રભુત્ત્વ મેળવી શકે. 2000ના દાયકાની શરૂઆતમાં સરકારે સબસિડી અને કર લાભો સાથે નવીનીકરણીવાળી ઊર્જાના ઉત્પાદનને પ્રાથમિકતા આપી.
બીવાયડી માટે તે યોગ્ય સમય હતો. તેણે બનાવેલી બૅટરી એ ઍન્જિન હતા જે ઇલેક્ટ્રિક વાહનો માટે પાવરનો સ્રોત બનનારા હતા.
2008માં અમેરિકન અબજોપતિ રોકાણકાર વૉરેન બફેટે બીવાયડી ઑટોમાં 10 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેમણે એવું માનીને હિસ્સો લીધો હતો કે કંપની એક દિવસ "વૈશ્વિક ઑટોમોબાઇલ માર્કેટમાં સૌથી મોટી ખેલાડી બનશે. જે માર્કેટ અનિવાર્યપણે ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ બનશે."
અને તેઓ સાચો હતા. આજે ચીન વિશ્વના ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં પ્રભુત્વ ધરાવે છે. અને તે મોટાભાગે BYDને આભારી છે. બેઇજિંગ આ નેતૃત્વને જાળવી રાખવા માંગે છે. ગયા જૂનમાં તેણે ચાર વર્ષમાં 72.3 બિલિયન ડૉલર્સના મૂલ્યના ઇલેક્ટ્રિક વાહનો માટે કર મુક્તિ ઓફર કરી હતી. જે અત્યાર સુધી આપવામાં આવેલું સૌથી મોટું પ્રોત્સાહન છે અને નોંધપાત્ર વાત એ છે કે વેચાણ ધીમું પડવાના સમયે એ અપાયું.
નિષ્ણાતોના મતે BYDની વૃદ્ધિ તેના મૂળ વ્યવસાયને આભારી છે. એટલે કે બૅટરીને આભારી છે. તે ઇલેક્ટ્રિક વાહનોના સૌથી મોંઘા ઘટકોમાંથી એક છે અને તેનું આંતરિક ઉત્પાદન કંપનીના ખર્ચમાં ઘણો ઘટાડો કરે છે. ટેસ્લા જેવા સ્પર્ધકો આઉટસોર્સ બૅટરી મેન્યુફેક્ચરિંગ પર આધારિત છે.
UBS અનુસાર BYD 'સીલ મૉડલ' ચીનમાં બનેલી ટેસ્લાની બેઝિક મૉડલ-3 સેડાન કરતાં 15 ટકા વધુ કાર્યક્ષમ છે.
બીવાયડીના ઍન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક વાહન સીગલની કિંમત 11 હજાર ડૉલર્સ છે. થોડા સમય પહેલાં જ ટેસ્લાએ મૉડલ 3 લૉન્ચ કર્યું હતું. એ સેડાન જેની ચાઇનામાં પ્રારંભિક વેચાણ કિંમત 36 હજાર ડૉલર્સની આસપાસ હતી.
અને કંપની ઇલેક્ટ્રિક વાહનો સિવાયની પ્રોડક્ટ્સમાં આગળ પણ સફળ જણાય છે. વર્ષની શરૂઆતમાં તેણે જર્મન ફૉક્સવેગનને પછાડીને પોતે ચીનમાં સૌથી વધુ વેચાતી કાર બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરી.
બીવાયડી વિરુદ્ધ ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images
2011માં એક ટેલિવિઝન ચૅનલ સાથેની મુલાકાત દરમિયાન બીવાયડી અને ચાઇનીઝ સ્પર્ધા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એલન મસ્ક હસી પડ્યા હતા.
તે સમયે ટેસ્લા એક નવી કંપની હતી જેમાં સ્ટૉક ઍક્સચેન્જમાં શેરનું ટ્રેડિંગ થતું હતું અને તેણે લૉન્ચ કરવાની પહેલી કારનો પ્રોટોટાઇપ જ રજૂ કર્યું હતું. એ મૉડલ-એસ હતું.
આજે મસ્કને કદાચ તેમણે આપેલા જવાબનો પસ્તાવો છે. ચાઇના ટુરિઝમ એસોસિએશનના તાજેતરના ડેટા અનુસાર ટેસ્લાએ સપ્ટેમ્બરમાં 74,073 ચાઇનીઝ નિર્મિત ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું હતું. જે એક વર્ષ અગાઉ કરતાં લગભગ 11 ટકા ઓછું છે.
આ સંખ્યા બીવાયડીની સરખામણીમાં ઘણી ઓછી છે. એ જ સમયગાળામાં તેણે 2,86,903 કારોનું વેચાણ કર્યું હતું. જે ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ મૉડલ્સના વેચાણમાં લગભગ 43 ટકાનોનો વધારો દર્શાવે છે.
વિડંબના એ છે કે ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી લોકપ્રિયતા ટેસ્લાને આભારી છે. જ્યાં સુધી કંપની ચીનના બજારમાં ન આવી ત્યાં સુધી કર લાભ ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે આકર્ષિત નહોતું કરી શક્યું.
કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચના ઑટોમૉટિવ ક્ષેત્રના નિષ્ણાત ઇવાન લેમ કહે છે કે, " ટેસ્લા ચાઇનામાં નાના ખરીદદારોમાં મનપસંદ ઇલેક્ટ્રિક વાહન બ્રાન્ડ્સમાંથી એક માનવામાં આવે છે."
જ્યારે ચીન વિશ્વનું સૌથી મોટું ઑટોમોબાઇલ બજાર છે તણે દેશમાં વધુ ઈલેક્ટ્રિક વાહનો તૈયાર કરવા ઇચ્છતું હતું, તેણે વિદેશી કંપનીઓને દેશમાં ઉત્પાદન અને વેચાણની કામગીરીની સંપૂર્ણ માલિકી આપવા માટે નિયમો હળવા કર્યા હતા.
તે પહેલાં જનરલ મોટર્સ અને ટોયોટા જેવી કંપનીઓને ચીનમાં ફૅકટરી નાખવા માટે સ્થાનિક ભાગીદારની જરૂર પડતી હતી.
જ્યારે નિયમ બદલાયો ત્યારે ટેસ્લા જાણતી હતી કે તકનો લાભ કેવી રીતે લેવો. આજે તે ચીનમાં બનેલા ઇલેક્ટ્રિક વાહનોનું સૌથી મોટું નિકાસકાર છે અને ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોનું બીજું સૌથી મોટું વિક્રેતા છે.

શું ચીનના ઇલેક્ટ્રિક વાહનો રેસ જીતશે?

ઇમેજ સ્રોત, Getty Images
પરંપરાગત કાર ઉત્પાદકો માટે માર્ગ સાંકડો થઈ રહ્યો છે, જેમના બિઝનેસ પારંપરિક ઇન્ટર્નલ કમ્બશન એટલે કે પેટ્રોલ-ડીઝલ ઈંધણ આધારિત ઍન્જિનોનાં વાહનો પર નિર્ભર કરનારા છે.
નિષ્ણાતો હાલ અને 2030 વચ્ચે તીવ્ર પરિવર્તનની આગાહી કરી રહ્યા છે. કારણ કે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે પર્યાવરણ સંરક્ષણ મામલેના કરલાભો અને સબસિડી વાહનો ખરીદવાની બાબતમાં વધુ આકર્ષક બની શકે છે.
યુરોપિયન કમિશન પહેલાંથી જ ઈયુ ઉત્પાદકોને ચીનના સસ્તા અને આયાતી ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનોની સ્પર્ધાથી બચાવવાની જવાબદારીઓ નક્કી કરવાની સંભાવનાની તપાસ કરી રહ્યું છે. કેમ કે, તેમને લાગે છે કે બેઈજિંગની સબસિડીથી આ વાહનોના નિર્માણકર્તાઓને લાભ થતો હોય છે.
ઈયુનાં પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયે અગાઉ જાહેર કરી ચૂક્યાં છે કે, ઈયુ (યુરોપિયન સંઘ) એ ભૂલ્યું નથી કે કેવી રીતે તેમના સૌર ઉદ્યોગને ચીનની "અન્યાયી વેપાર પ્રથાઓ" દ્વારા માઠી અસર થઈ છે.
પરંતુ આ ક્ષણે બીવાયડી કાર યુરોપમાં સફળ રીતે વેચાવાનું ચાલુ જ છે. એ યુરોપ જે ફુગાવાથી અને મોંઘા ઊર્જા ખર્ચનો સામનો કરી રહ્યું છે.
મર્સિડીઝ-બૅન્ઝ, BMW (બીએમડબ્લ્યૂ) અને ફૉક્સવેગન વેશ્વિક બજાર માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની ગતિ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. જે સપ્ટેમ્બરમાં મ્યુનિકમાં યોજાયેલા યુરોપિયન મોટર શોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.
રુસો કહે છે, “આખી દુનિયામાં સસ્તા અને પરવડી શકે તેવા વાહનોની માંગ છે. આખા વિશ્વમાં એ લાગુ પડે છે.
અને તેઓ કહે છે કે જો આ કામ કોઈ કરી શકે છે હાલના તબક્કે તો એ ચીન છે.














