શાકાહારી ભોજન શું દુનિયાને બચાવી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેમ્સ ગેલેઘર
- પદ, હેલ્થ એડિટર, બીબીસી

- સ્વાસ્થ્યપ્રદ આહાર શું છે?
- પ્રોટીન માટે માંસ ખાવાનું કહેવાય છે, પણ શું તે યોગ્ય છે?
- પરંતુ એક એવો પણ ડાઇટ પ્લાન છે જેમાં માંસ અને ડેરી પર પ્રતિબંધ લગાવાયા વગર પર્યાવરણને બચાવી શકાય છે
- તેને પ્લેનેટરી હેલ્થ ડાઇટ કહે છે
- આ પ્લાનમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિશ્વની વસતિ માટે ભોજન પૂરું પાડી શકાય છે

વિશ્વની વસતી હાલ આઠ અબજ કરતાં વધુ છે જે વર્ષ 2050 સુધીમાં દસ અબજ થઈ શકે છે.
આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકોએ એક ડાઇટ પ્લાન બનાવ્યો છે જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આટલી મોટી વસતિ માટે ભોજનનો પુરવઠો પર્યાપ્ત પ્રમાણમાં રહે. તેને પ્લેનેટરી હેલ્થ ડાઇટ કહેવાય છે.
આ ડાઇટ પ્લાનમાં માંસ અને ડેરી ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ નથી લદાયો.
જોકે, એવી ભલામણ કરાઈ છે કે લોકોને પ્રોટીનની જરૂરિયાત માટે દાળ અને નટ્સ તરફ આગળ વધવું જોઈએ.
આ પ્લાન અંતર્ગત તમને તમારા રોજિંદા ખાનપાનમાંથી એવી મોટા ભાગની વસ્તુઓને કાઢવાની રહેશે જે તમે અવારનવાર ખાઓ છો. અને એ વસ્તુઓને સામેલ કરવી પડશે જે ઓછી ખાઓ છો.

ખાનપાનમાં કેવી રીતે થશે બદલાવ?

જો તમે દરરોજ માંસ ખાઓ છો તો ઘટાડવા યોગ્ય સૌથી મોટી વસ્તુ તો એ જ છે.
જો તમે રેડ મીટ ખાઓ છો તો અઠવાડિયામાં એક બર્ગર અને પ્રાણીનાં આંતરડાંથી બનેલ ડિશ ખાઓ છો તો મહિનામાં માત્ર એક વખત તમારી આવી વસ્તુઓ ખાવી જોઈએ.
જોકે, તમે માછલીથી બનેલ વાનગીઓનો આનંદ અઠવાડિયામાં ઘણી વખત લઈ શકો છો અને અઠવાડિયામાં એક વાર જ ચિકન ખાઈ શકો છો. પરંતુ આ સિવાય તમારે પ્રોટીનની જરૂરિયાત શાકભાજીઓથી જ પૂરી કરવી પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકો દાળ અને નટ્સ ખાવાની સલાહ આપે છે. જોકે, સ્ટાર્ચવાળી એટલે કે કાર્બોહાઇડ્રેટ પૂરું પાડતી શાકભાજી જેમ કે બટેટાં વગેરે ખાવાના પ્રમાણમાં ઘટાડો કરવો પડશે.

તો પછી આવી પરિસ્થિતિમં શું ખાવું?

જો એવી વસ્તુઓની યાદી બનાવાય જે આપ એક સામાન્ય દિવસે ખાશો તો એ લિસ્ટમાં નીચે મુજબની વસ્તુઓ હશે.
1 – કઠોર છોતરાવાળી વસ્તુઓ જેમ કે બદામ – 50 ગ્રામ
2 – સોયાબિન -75 ગ્રામ
3 – માછલી – 28 ગ્રામ
4 – માંસ – 14 ગ્રામ
5 – કાર્બોહાઇડ્રેટ – રોટી અને ભાત 232 ગ્રામ અને 50 ગ્રામ સ્ટાર્ચવાળી શાકભાજી
6 – ડેરી – 250 ગ્રામ (એક ગ્લાસ દૂધ)
7 – શાકભાજી – 300 ગ્રામ અને ફળ 200 ગ્રામ
આ ડાઇટમાં 31 ગ્રામ સુગર અને 50 ગ્રામ ઑલિવ ઑઇલની જરૂરિયાત છે.

શું આ ભોજન બેસ્વાદ હશે?

ઇમેજ સ્રોત, MOLLY KATZEN
હાર્વર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રોફેસર વૉલ્ટર વિલેટ પણ આ મુદ્દાને લઈને કરાયેલ સંશોધનમાં સામેલ રહ્યા છે.
ખેતરોમાં પોતાનું બાળપણ પસાર કરનાર પ્રોફેસર વિલેટ કહે છે કે તેઓ દિવસમાં ત્રણ વખત રેડ મીટ ખાતા હતા અને હવે તેમના ખાવાપીવાની શૈલી પ્લેનેટરી હેલ્થ ડાઇટ પ્રમાણે થઈ ગઈ છે.
વિલેટ પોતાની વાતને ઉદાહરણ આપીને સમજાવે છે, “એ સ્થળે ઘણા પ્રકારની ખાવાની વસ્તુઓ હોય છે. તમે એ વસ્તુઓને અલગઅલગ પ્રકારે ભેળવીને ડિશ તૈયાર કરી શકો છો.”

શું આ ડાઇટ પ્લાન કલ્પના છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ યોજના અંતર્ગત વિશ્વના દરેક ભાગમાં લોકોને પોતાના ખાનપાનની શૈલી બદલવી જોઈએ.
યુરોપ અને ઉત્તર આફ્રિકાને રેડ મીટ ખાવાની માત્રામાં ભારે ઘટાડો કરવો પડશે. તેમજ પૂર્વ એશિયાએ માછલી ખાવાનું ઘટાડવું પડશે.
જો આફ્રિકાની વાત કરીએ તો ત્યાં લોકોએ સ્ટાર્ચવાળી શાકભાજી ખાવામાં ઘટાડો કરવો પડશે.
સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં સ્ટૉકહૉમ રેલિજેંસ સેન્ટરનાં નિદેશક લાઇન ગૉર્ડન કહે છે કે, “માનવતાએ ગમે ત્યારે પોતાના ખાનપાનના આ સ્તર અને ગતિને બદલાવાની કોશિશ નથી કરી. જો વાત આના કાલ્પનિક હોવા ન હોવાની કરાય તો કલ્પનાઓ નકારાત્મક હોય એવું જરૂરી નથી. હવે એ સમય આવી ગયો છે જ્યારે આપણે એક સારું વિશ્વ બનાવવાનું સપનું જોવાની જરૂર છે.”

આ કોના દિમાગની દેણ છે?
ઈંટ-લાંસેટ કમિશનની આ પરિયોજનામાં સમગ્ર વિશ્વના 37 વૈજ્ઞાનિક સામેલ છે જેમાં ઍગ્રિકલ્ચરથી માંડીને ક્લાઇટમેટ ચેન્જ અને ન્યુટ્રિશન જેવા વિષયો પર સંશોધન કરનારા વિશેષજ્ઞ સામેલ છે.
આ લોકોએ બે વર્ષો સુધી આ વિષય પર સંશોધન કર્યા બાદ આ ડાઇટ પ્લાન તૈયાર કર્યો છે જે કે લાંસેટ નામની જર્નલમાં પ્રકાશિત થયું છે.
દસ અબજ લોકોને ભોજનની જરૂરિયાત
વર્ષ 2011 સુધી વિશ્વની આબાદી સાત અબજ હતી જે હાલ આઠ અબજ કરતાં વધુ છે.
પરંતુ વર્ષ 2050 સુધી તે વધીને દસ બિલિયન થઈ જશે.
સંશોધકો પ્રમાણે, આ ડાઇટ પ્લાનથી દર વર્ષે 1.1 કરોડ લોકોને મરવાથી બચાવી શકાયા છે.
ખરેખર, આ લોકોને ખરાબ ખાનપાનના કારણે થતી બીમારીઓ, જેમ કે હાર્ટ ઍટેક, હાર્ટ સ્ટ્રોક અને કૅન્સરથી બચાવી શકાશે.
વિશ્વના વિકસિત દેશોમાં આ બીમારીઓ અકાળ મૃત્યુનાં સૌથી મોટાં કારણો પૈકી એક છે.

વિશ્વા માટે ખેતી કેટલી ખરાબ?

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર વિશ્વના ગ્રીન હાઉસ ઉત્સર્જનમાં ખેતી અને વનોને ઉગાડવામાં ઉપયોગમાં લેવાતી જમીનનો ભાગ 25 ટકા છે.
લગભગ આટલો જ ભાગ વીજળી, ટ્રેનો, હવાઈ જહાજ અને ઑટોમોબાઇલનો પણ છે.
પરંતુ જો તમે ખાદ્યાન્ન ક્ષેત્રની વિશ્વના પર્યાવરણ પર અસર સમજશો તો ખબર પડશે કે માંસાહાર અને ડેરી પેદાશો પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક છે.
વૈશ્વિક ગ્રીનહાઉસ ગૅસોના ઉત્સર્જનમાં પશુઓની ભાગીદારી 14 ટકા છે. તેમજ માનવો સાથે જોડાયેલી પ્રવૃત્તિઓથી પેદા થનારી ગ્રીન હાઉસ ગૅસોમાં પશુઓની ભાગીદારી 18 ટકા છે.
જો બીજી ગ્રીનહાઉસ ગૅસોની વાત કરીએ તો ખેતી મિથેન અને નાઇટ્રસ ઑક્સાઇડના ઉત્સર્જનમાં મોટી ભૂમિકા ભજવે છે.
આવી જ રીતે જો પાણી, ખેતી અને ખાદ્યાન્નના ઉત્પાદનની વાત કરીએ તો તે એક મોટો ખતરો છે કારણ કે તે સમગ્ર વિશ્વના પીવાના પાણીના સ્રોતોના 70 ટકા ભાગનો ઉપભોગ કરે છે.

શું આ રીતે વિશ્વ બચશે?
સંશોધકોનો ઉદ્દેશ વધુમાં વધુ લોકોને ભોજન પૂરું પાડવાનો હતો.
પરંતુ એક ઉદ્દેશ એ પણ હતો કે આવું કરતાં ગ્રીન હાઉસ ગૅસોના ઉત્સર્જનને ઘટાડી શકાય, જીવોને વિલુપ્ત થતા રોકાય, ખેતીલાયક જમીનના વિસ્તારને રોકાય અને જલસંરક્ષણ કરી શકાય.
જોકે, ખાનપાનની શૈલી બદલવાથી આ ઉદ્દેશ પૂરો નહીં થાય.
આવું કરવા માટે ભોજનની બરબાદી રોકાય અને ખેતીમાં ઉપયોગમાં લેવાતી જમીનમાં વધુમાં વધુ અનાજ પેદા થાય એ જરૂરી છે.

માંસાહાર પર પ્રતિબંધ
પ્રોફેસર વિલેટ કહે છે, “જો આપણે માત્ર ગ્રીનહાઉસ ગૅસોનું ઉત્સર્જન ઘટાડવાની વાત કરી રહ્યા હોત તો અમે કહેત કે તમામે શાકાહારી થઈ જવું. પરંતુ સ્પષ્ટ નહોતું કે શાકાહારી ભોજન સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ છે.”
ઈંટ-લાંસેટ કમિશન પોતાની શોધને લઈને સમગ્ર વિશ્વની સરકારો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જેવી સંસ્થાઓ પાસે જશે જેથી એ સમજી શકાય કે આ સંસ્થાઓ ખાનપાનની શૈલીમાં બદલાવની શરૂઆત કરી શકે છે કે નહીં.














