You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જો બાઇડનના વધુ એક વખત રાષ્ટ્રપતિ ન બનવાને લઈને યુરોપ કેમ ચિંતિત છે
- લેેખક, કેટ્યા એડલર
- પદ, બીબીસી યુરોપ સંપાદક
શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો જર્મની પ્રવાસ બહુ સંક્ષિપ્તમાં પૂર્ણ થયો. પરંતુ તેઓ બર્લિનમાં એ સ્પષ્ટતા કરવાની કોશિશ કરતા રહ્યા કે રાષ્ટ્રપતિપદ છોડવા પહેલાં વૈશ્વિકમંચ પર તેમની મોટી મહત્ત્વાકાંક્ષા છે અને ખાસ કરીને મધ્ય-પૂર્વમાં અને યુક્રેનમાં.
યુરોપની સુરક્ષા બાઇડનની વિદેશનીતિની આધારશિલા રહી છે પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ તેનાથી વિપરીત છે.
બાઇડનની કોશિશો જોતા તેમને જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રાંક-વૉલ્ટર શ્ટાઇનમાયરે દેશના સર્વોચ્ચ પુરસ્કાર 'ધ સ્પેશિયલ ક્લાસ ઑફ ધ ગ્રાન્ડ ક્રૉસ'થી સન્માનિત કરવામાં આવ્યા.
80 વર્ષ(બીજા વિશ્વયુદ્ધ દરમિયાનો સમયગાળો) પહેલાંની માફક યુરોપ આ વખતે પણ સૈન્ય સહયોગ અને નેતૃત્વ માટે અમેરિકા તરફ મીટ માંડીને બેઠું છે.
બાઇડન આ વાત પર જોર આપે છે કે હજુ પણ વધુ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, “યુક્રેનમાં જ્યાં સુધી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી આપણે આગળ વધતું રહેવું જોઈએ. આપણે સમર્થન ચાલું રાખવું જોઈએ.”
આમ તો આ સમર્થન આપવાની બાબત તેના પર નિર્ભર કરે છે કે નવેમ્બરમાં થનારી અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી કોણ જીતે છે?
યુરોપ, યુક્રેનની મદદ માટે અમેરિકાની સૈન્ય સહાય પર નિર્ભર છે. અમેરિકા બાદ જર્મની યુક્રેનને સૌથી વધુ સૈન્ય સહાય કરે છે.
બાઇડનના રાષ્ટ્રપતિપદથી હઠવાની સાથે અમેરિકા તરફથી આ મદદ સમાપ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમલા હૅરિસ જીતશે તો શું?
માનવામાં આવે છે કે જો ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર કમલા હૅરિસ જીતે તો અમેરિકાની કૉંગ્રેસમાં વિદેશનીતિ મામલે ચીન અને તાઇવાન જેવા વિષયો પર પ્રાથમિકતા આપવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ રહેતા(2016-20) તેમના પ્રશાસનમાં પશ્ચિમી દેશોના સૈન્ય ગઠબંધન નાટો(નોર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગનાઇઝેશન) સાથેના સંબંધો સારા નહોતા.
ટ્રમ્પને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરવા માટે યાદ રાખવામાં આવે છે. તેઓ સાર્વજનિક રીતે એ પણ નથી કહેતા કે યુક્રેનની આ યુદ્ધમાં જીત થાય.
રશિયાના યુક્રેન પર હુમલા બાદ જર્મનીના ચાન્સેલર ઓલાફ શૉલ્ત્ઝે વાયદો આપીને કહ્યું હતું કે અમે પોતાના નાઝી ઇતિહાસથી ઉઠીને પોતાની સેનામાં વધુ રોકાણ કરીશું. આ એટલા માટે જેથી અમારા પોતાના સહયોગીઓનું સંરક્ષણ કરવામાં પૂર્ણ યોગદાન આપી શકાય. પરંતુ જર્મનીમાં યોજનાબદ્ધ તરીકે થનારો સૈન્ય સુધારો નોકરશાહીને કારણે આગળ નથી વધી શક્યો. સરકારે પણ તેના ભવિષ્યના સંરક્ષણ બજેટ મામલે સહમતિ નથી આપી.
જર્મનીમાં આવતા વર્ષે થનારી ચૂંટણી પહેલાં ઓલાફ શૉલ્ત્ઝને દેશમાં જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આવું એટલા માટે કારણકે દક્ષિણપંથી અને ડાબેરીઓ બંને રશિયા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે.
બર્લિનમાં બાઇડને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૅનુઅલ મૅક્રોં અને બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે બાઇડન તથા ઓલાફ શૉલ્ત્ઝ સાથે મુલાકાત કરી.
થોડા દિવસો પહેલાં નાટોમાં સામેલ દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મનીના નેતાઓએ બ્રસેલ્સમાં ઈરાન અને મધ્ય-પૂર્વમાં ચાલતા સંકટ પર ચર્ચા કરી હતી. તેમણે પોતાના સંયુક્ત નિવેદનમાં યુક્રેનને મદદ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
કોણે શું કહ્યું?
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે દાવો કર્યો કે રશિયા કમજોર પડી રહ્યું છે અને તેના બજેટનો 40 ટકા હિસ્સો યુદ્ધમાં વપરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અન્ય નેતાઓ સાથે યુક્રેનને કયાં ઉપકરણો આપવાં અને તેની ક્ષમતા કેવી રીતે વધારી શકાય તથા અન્ય સંસાધનો આપીને કેવી રીતે મદદ કરી શકાય તેની ચર્ચા કરી છે.
ગત સપ્તાહે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધને લઈને ‘વિક્ટરી પ્લાન’ મૂક્યો હતો.
જેમાં તેમણે યુક્રેનને નાટોમાં સામેલ કરવાનું ઔપચારિક નિમંત્રણ આપવાનો અનુરોધ કર્યો હતો. તદુપરાંત બ્રિટન અને ફ્રાંસ પાસેથી મળેલી લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગ કરવાની પરવાનગી આપવાની માગ પણ કરી હતી. પશ્ચિમી દેશોએ આ માગને હજુ સ્વીકારી નથી.
બાઇડન અને નાટો સહયોગીઓના આલોચકો તેમના પર રશિયા સાથે તણાવ વધવાના ડરથી પીછેહઠ કરવાનો આરોપ લગાવે છે.
યુક્રેન અને રશિયાએ પણ બાઇડનના જર્મની પ્રવાસ પર નજર રાખી હશે.
નાટોમાં સામેલ દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની વારંવાર યુક્રેનનો સાથ આપવાનું આશ્વાસન આપે છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન આ વખતે ચૂંટણીની રેસમાં નથી. તથા જર્મન ચાન્સેલર આવતા વર્ષે થનારી ચૂંટણીમાં હારી શકે છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ રાજનૈતિક રીતે દેશમાં પડકારોનો સામનો કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન