માત્ર છોકરીઓ માટેની અનોખી કબડ્ડી ક્લબ, કેવી રીતે બદલાયું તેમનું જીવન?

વીડિયો કૅપ્શન, Kabaddi: અનોખી કબડ્ડી ક્લબ જે ફક્ત છોકરીઓ માટે છે, કેવી રીતે બદલાયું આ છોકરીઓનું જીવન?

મહારાષ્ટ્રના કોંકણ જિલ્લાના ખેડ તાલુકાનું ભરાણે ગામ આમ તો કોઈ સામાન્ય ગામ જેવું જ છે.

અહીંની કિશોરીઓએ પરિવારને ઘરકામમાં મદદ કરવી પડે છે અને પાણી ભરવા દૂર સુધી જવું પડે છે.

પરંતુ ઑલ વૂમન કબડ્ડી કલબ તરીકે 15 વર્ષ પહેલાં અહીં એક ક્રાંતિના મંડાણ થયા અને અહીંની કિશોરીઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે, પરંતુ આ બદલાવ સરળ ન હતો.

સામાન્ય રીતે કબડ્ડી ટુર્નામેન્ટ રાત્રે યોજાતી હોય છે તથા તેમાં ભાગ લેવા માટે યુવતીઓએ અલગ-અલગ સ્થળોના પ્રવાસ ખેડવા પડે છે. જેના કારણે આ કિશોરીઓનાં માતા-પિતા જ તેમને મોકલવા માટે તૈયાર થતાં ન હતાં.

હવે આ યુવતીઓ હિમાચલ પ્રદેશ, ગોવા અને હરિયાણા સહિતનાં રાજ્યોનો પ્રવાસ ખેડી રહી છે.

કબડ્ડીના કારણે આ ગામની યુવતીઓનાં વ્યક્તિગત તથા પરિવારના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર મહિલા કબડ્ડી ક્લબ, કોંકણ જીલ્લો, કબડ્ડી ટુર્નામેન્ટ, કબડ્ડી પ્રો લિગ,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.