ચંદ્રયાન-3 : પૃથ્વી પરથી ચંદ્રનો એક જ ભાગ કેમ દેખાય છે? ચંદ્રની દસ અજાણી વાતો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. સૌની નજર ભારતના ચંદ્રયાન-3 પર ટકેલી હતી, કારણ કે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં ઊતરવાનો પ્રયાસ ચંદ્ર વિશેની શોધમાં એક અગત્યનું પગલું છે.
ઇસરોના આ મિશન પર ભારત ઉપરાંત દુનિયાના વૈજ્ઞાનિકોની નજર હતી.
ચંદ્રયાન-3ની લૉન્ચિંગ સાથે લોકોની ચંદ્રમા વિશે જાણવાની જિજ્ઞાસા વધતી નજરે પડે છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર ચંદ્રમા સાથે જોડાયેલા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. અહીં આપને ચંદ્રમા સાથે જોડાયેલી દસ એવી વાતો જણાવી રહ્યા છીએ જે કદાચ તમે ન જાણતા હોવ.

1- ગોળ નથી ચંદ્ર

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્ણિમાના દિવસે ચંદ્રમા ગોળ નજરે પડે છે પરંતુ હકીકતમાં એક કુદરતી ઉપગ્રહના સ્વરૂપમાં ચંદ્રમા બૉલની માફક ગોળ નથી પરંતુ અંડાકાર છે.
જ્યારે તમે ચંદ્રમા તરફ જુઓ છો ત્યારે તમને તેનો કેટલોક ભાગ જ નજરે પડે છે. સાથે ચંદ્રમાનો ભાર પણ તેના ભૌમિતિક કેન્દ્રમાં નથી. તે તેના ભૌમિતિક કેન્દ્રથી 1.2 માઇલ દૂર છે.

2-ક્યારેય પૂર્ણ દેખાતો નથી ચંદ્ર

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે તમે ચંદ્રમા તરફ જુઓ છો તો તમે તેનો મહત્તમ 59 ટકા ભાગ જ જોઈ શકો છો. ચંદ્રમાનો 41 ટકા ભાગ ધરતી પરથી નથી જોઈ શકાતો.
જો તમે અંતરિક્ષમાં જાઓ અને તમે ચંદ્રમાના એ 41 ટકા ભાગ પરથી પૃથ્વીને જુઓ તો તમને ધરતી નજરે નહીં પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

3- જ્વાળામુખી વિસ્ફોટનું ‘બ્લૂ મૂન’ સાથે કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
માનવામાં આવે છે કે ચંદ્રમા સાથે જોડાયેલો બ્લૂ મૂન શબ્દ વર્ષ 1883માં ઇન્ડોનેશિયાના દ્વીપ ક્રાકાતોઆમાં જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઉપયોગમાં આવ્યો.
તેને પૃથ્વીના ઇતિહાસમાં સૌથી ભીષણ જ્વાળામુખી વિસ્ફોટોમાં ગણવામાં આવે છે. કેટલાક સમાચારો મુજબ, આ વિસ્ફોટનો અવાજ પશ્ચિમી ઑસ્ટ્રેલિયામાં સ્થિત શહેર પર્થ, મૉરીશસ સુધી સંભળાયો હતો.
આ વિસ્ફોટ બાદ વાતાવરણમાં એટલી રાખ ફેલાઈ ગઈ કે રાખ ભરેલી રાતમાં ચંદ્રમા બ્લૂ નજરે પડ્યો. ત્યારબાદ આ શબ્દ ‘બ્લૂ મૂન’નો ઉપયોગ શરૂ થયો.

4- ચંદ્રમા પર સિક્રેટ પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, Getty Images
એક સમય એવો હતો જ્યારે અમેરિકા ચંદ્ર પર પરમાણુ હથિયારોના પરિક્ષણ મામલે ગંભીરતાથી વિચાર કરી રહ્યું હતું.
તેનો ઉદ્દેશ્ય સોવિયટ સંઘને અમેરિકાની સૈન્ય તાકતથી અવગત કરાવવાનો હતો જેથી તેના પર દબાણ કરી શકાય.
આ ગુપ્ત યોજનાઓનાં નામ ‘ એ સ્ટડી ઑફ બૂનર રિસર્ચ ફ્લાઇટ્સ’ અને ‘એ 119’ હતા.

5- ચાંદ પર કેવી રીતે બન્યા ખાડા

ચીનમાં એક પ્રભળ ધારણા છે કે ડ્રેગન દ્વારા સૂર્ય ગળી જવાને કારણે સૂર્યગ્રહણ થાય છે. તેની પ્રતિક્રિયામાં ચીની લોકો ગ્રહણ વખતે શોર મચાવે છે.
તેમનું માનવું છે કે ચંદ્રમા પર એક દેડકો રહે છે જે ચંદ્રમાના ખાડામાં બેસે છે.પરંતુ હકીકતમાં ચંદ્રમા પર હાલ દેખાતા ઇમ્પેક્ટ ક્રેટર એટલે કે ખાડા ચાર અબજ વર્ષ પહેલા અવકાશી પિંડોના ટકરાવાને કારણે બન્યા છે.

6- પૃથ્વીની ઝડપ ધીમી કરે છે ચંદ્રમા

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક હોય છે તો તેને પેરિગ્રી કહેવાય છે.
આ દરમિયાન દરિયાનાં મોજાંનું સ્તર વધી જાય છે. આ દરમિયાન ચંદ્રમા પૃથ્વીની ધૂર્ણન શક્તિ(ફરવાની શક્તિ) પણ ઓછી કરી દે છે. પૃથ્વી દર એક શતાબ્દીમાં 1.5 મિલિસેકન્ડ ધીમી થઈ રહી છે.

7- ચંદ્રમાની રોશની

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્ણિમાના દિવસે દેખાતા ચંદ્રમાની તુલનામાં સૂર્ય 14 ગણો અધિક પ્રકાશવાન હોય છે.
પૂર્ણિમાના એક ચંદ્રમાંથી તમને સૂર્યની રોશની જોઈતી હોય તો તમને એવા 3,98,110 ચંદ્રમાની જરૂર પડશે.
જ્યારે ચંદ્રગ્રહણ હોય છે ત્યારે ચંદ્રમા પૃથ્વીની છાયામાં આવે છે તેથી તેની સપાટીનું તાપમાન 500 ડીગ્રી ફેરનહાઇટ ઓછું થઈ જાય છે. આ પ્રક્રિયામાં 90 મિનિટથી ઓછો સમય જાય છે.

8- લિયાનોર્દો દ વિન્ચીએ શોધ્યું હતું કે...

ઇમેજ સ્રોત, Getty Images
ક્યારેક ચંદ્રમાની કિનારી જેવો એટલે કે રિંગ જેવો દેખાય છે. જેને આપણે અર્ધચંદ્ર કે બાલચંદ્ર પણ કહીએ છીએ. આ સમયે દેખાય છે કે સૂર્ય જેવું કશું ચંદ્રમા પર ચમકે છે.
ચંદ્રમાનો બાકીનો ભાગ બહુ ઓછો દેખાય છે અથવા તો નહિવત્ દેખાય છે. જોકે હવામાન ઉપર પણ તેનો આધાર છે કે તે દેખાય છે કે નહીં.
ઇતિહાસ પ્રમાણે લિયાનોર્દો દ વિન્ચી પ્રથમ વ્યક્તિ હતા જેમને ખબર પડી હતી કે ચંદ્રમા સંકોચાતો નથી કે તે ફેલાતો પણ નથી પરંતુ તેનો કેટલોક ભાગ દૃષ્ટિથી ગાયબ થઈ જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
9- ચંદ્રમાના ક્રેટરનું નામ કોણ નક્કી કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનેશનલ ઍસ્ટ્રોનૉમિકલ યૂનિયન ન માત્ર ચંદ્રમાનાં ખાડાના નામ નક્કી કરે છે પરંતુ કોઈ પણ ખગોળિય ચીજનું નામ નક્કી કરે છે. ચંદ્રમાના ક્રેટર્સ એટલે કે ખાડાનું નામ જાણીતા વૈજ્ઞાનિકો, કલાકારો કે પછી સંશોધકોના નામ પરથી રાખવામાં આવે છે.
અપોલો ક્રેટર અને મેયર મૉસ્કોવિંસ(મૉસ્કોનો સમુદ્ર) પાસેના ક્રેટર્સનું નામ અમેરિકા અને રશિયાના અંતરિક્ષયાત્રીઓના નામ પરથી રાખવામાં આવ્યા છે.
મેયર મૉસ્કોવિંસ ચંદ્રમાનો એ વિસ્તાર છે જેને ચંદ્રમાનો સાગરીય ભાગ કહેવાય છે. ચંદ્રમા મામલે ઘણું એવું છે જે સામાન્ય રીતે લોકો નથી જાણતા.
એરિઝોનાના લૉવિલ ઑબ્ઝર્વેટ્રી ઑફ ફ્લેગસ્ટાફના વર્ષ 1988માં ચંદ્રમા મામલે એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ભાગ લેનારા 13 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને લાગે છે કે ચંદ્ર કોઈ ચીજનો બનેલો છે.

10- ચંદ્રનો રહસ્યમય દક્ષિણી ધ્રુવ

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રમાનો દક્ષિણી ધ્રુવ જ્યાં ચંદ્રયાન -3 પહોંચવાની કોશિશ કરી રહ્યું છે તેને રહસ્યમય માનવામાં આવે છે. નાસાના જણાવ્યા પ્રમાણે આ ક્ષેત્રમાં એવા મોટા ખાડા અને પર્વત છે જેની છાયામાં રહેલા પ્રદેશોમાં અબજો વર્ષોથી સૂરજની રોશની પહોંચી શકી નથી.














