ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, બંગાળની ખાડીનું વાવાઝોડું ત્રાટક્યા બાદ રાજ્યને અસર કરશે?

ગુજરાતમાં તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ બાદ ફરી રાજ્યમાં હવામાન પલટાય તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે સરકારે નુકસાનનો સર્વે કરાવવાનું શરૂ કરી દીધું છે અને જે ખેડૂતોને 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હશે તેમને સહાય ચૂકવવામાં આવશે.

હાલ જ થયેલા કમોસમી વરસાદ બાદ હવે બંગાળી ખાડીમાં ફરી એક નવું વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે અને તેની અસર રાજ્યને પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે બે કે ત્રણ દિવસની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે અને તે આગળ વધતાં ભારતના દરિયાકિનારાના વિસ્તારો તથા કેટલાંક રાજ્યોમાં તેની અસર થવાની શક્યતા છે.

ચોમાસું પૂરું થયા બાદ બંગાળની ખાડી સતત સક્રિય છે અને એક બાદ એક વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી હવામાન પલટાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે.

ગુજરાતમાં ક્યારે બદલાશે હવામાન?

હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ બંગાળની ખાડીમાં હાલ વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવે તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને વધારે મજબૂત બનશે.

30 નવેમ્બરના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યાર બાદ વધારે મજબૂત બનવાની શક્યતા છે. બંગાળી ખાડીમાં આગળ વધતા આ સિસ્ટમ લગભગ 1 ડિસેમ્બરના રોજ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વાવાઝોડું ભારતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તે કયા વિસ્તારો પર ત્રાટકશે તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી.

વિવિધ મૉડેલો વાવાઝોડાની અલગ અલગ દિશા દર્શાવી રહ્યાં છે અને તે પ્રમાણે હજી વાવાઝોડું ક્યાં વધારે અસર કરશે તે નક્કી થઈ શક્યું નથી. કેટલાંક મૉડલો અનુસાર તે આંધ્ર પ્રદેશ કે તામિલનાડુના દરિયાકિનારાની વચ્ચે ત્રાટકશે તો કેટલાંક મૉડલો અનુસાર આંધ્ર પ્રદેશ કે ઓડિશાની આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે.

આ વાવાઝોડું જો બંગાળની ખાડીમાં જ વળાંક લે તો તે બાંગ્લાદેશને પણ અસર કરી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.

બંગાળની ખાડીમાં વાવાઝોડું ક્યારે બનશે?

હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ બંગાળની ખાડીમાં હાલ વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવે તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને વધારે મજબૂત બનશે.

30 નવેમ્બરના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ વધારે મજબૂત બનવાની શક્યતા છે. બંગાળી ખાડીમાં આગળ વધતા આ સિસ્ટમ લગભગ 1 ડિસેમ્બરના રોજ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વાવાઝોડું ભારતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તે કયા વિસ્તારો પર ત્રાટકશે તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી.

વિવિધ મૉડલો વાવાઝોડાની અલગ અલગ દિશા દર્શાવી રહ્યાં છે અને તે પ્રમાણે હજી વાવાઝોડું ક્યાં વધારે અસર કરશે તે નક્કી થઈ શક્યું નથી. કેટલાંક મૉડલો અનુસાર તે આંધ્ર પ્રદેશ કે તામિલનાડુના દરિયાકિનારાની વચ્ચે ત્રાટકશે તો કેટલાંક મૉડલો અનુસાર આંધ્ર પ્રદેશ કે ઓડિશાની આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે.

આ વાવાઝોડું જો બંગાળની ખાડીમાં જ વળાંક લે તો તે બાંગ્લાદેશને પણ અસર કરી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.

વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે કેમ નક્કી કરી શકાતું નથી?

ચોમાસા બાદ ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી ભારતના દરિયામાં વાવાઝોડાની સિઝન ચાલતી હોય છે એટલે કે આ દરમિયાન સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે.

હાલ બંગાળની ખાડી સતત સક્રિય જોવા મળી રહી છે અને એક બાદ એક આ ત્રીજું વાવાઝોડું ચોમાસા બાદ સર્જાય તેવી પૂરી સંભાવના છે.

બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં બનનારા આ વાવાઝોડાનું નામ 'મિગજૌમ' હશે અને તે મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે.

જ્યાં સુધી વાવાઝોડું બને નહીં ત્યાં સુધી એનો ટ્રૅક નક્કી કરવો મુશ્કેલ હોય છે. ઘણી વખત ટ્રૅક નક્કી થયા બાદ પણ વાવાઝોડાં રસ્તા બદલતાં હોય છે.

સામાન્ય રીતે વાવાઝોડું કઈ દિશામાં જશે તેનો આધાર સ્ટિયરિંગ કરન્ટ અને સબ ટ્રોપિકલ રિજ પર આઘારીત છે. આ સ્ટિયરિંગ કરન્ટ વાવાઝોડાની દિશા બદલતા હોય છે.