રોટલી-ભાત વધુ ખાતા હો તો ચેતી જજો, આ બીમારીઓ ઘર કરી શકે છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હેલ્થ, ચોખા, રોટલી, ભાત, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇસીએમઆરને એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયો પોતાની દૈનિક ઊર્જાની 62 ટકા જરૂરિયાત લૉ-ક્વૉલિટી કાર્બોહાઇડ્રેટ મારફતે પૂરી કરે છે

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) પ્રમાણે ભારતના લોકો પોતાની દૈનિક ઊર્જાની જરૂરિયાતના 62 ટકા લૉ-કાર્બોહાઇડ્રેટ મારફતે પૂરી કરે છે.

આઇસીએમઆરે આ નિષ્કર્ષ પર મેટાબૉલિઝ્મ સાથે સંકળાયેલી મુશ્કેલીઓના એક અભ્યાસ બાદ કાઢ્યું છે.

અભ્યાસમાં કહેવાયું છે કે ભારતીયો મોટા ભાગે પોતાની ઊર્જા માટે સફેદ ચોખા અને પ્રોસેસ્ડ આખા અનાજ પર આધારિત છે.

સમાચાર એજન્સી પીટીઆઇએ જણાવ્યું કે વિશ્વના લગભગ એક ચતુર્થાંશ ડાયાબિટીસના દર્દી ભારતમાં છે. આ પ્રમાણ બીજા દેશોની સરખામણીએ ઘણું વધુ છે.

મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન અને આઇસીએમઆરના સંશોધકોને જાણવા મળ્યું કે ભારતીયો પોતાની દૈનિક ઊર્જા માટે જે ભોજન લઈ રહ્યા છે, તેમાં સેચુરેટેડ ફૅટની માત્રા વધુ અને પ્રોટીનની માત્ર ઓછી છે.

આઇસીએમઆર ડાયાબિટીસ સ્ટડી અંતર્ગત 30 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાંથી આંકડા ભેગા કરાયા હતા.

આ અંતર્ગત 20 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોના ઘરેઘરે જઈને લેવાયેલા નમૂનાનો અભ્યાસ કરાયો હતો.

કાર્બોહાઇડ્રેટનું ડાયાબિટીસ અને સ્થૂળતા સાથે કનેક્શન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હેલ્થ, ચોખા, રોટલી, ભાત, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભોજનમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોવાથી સ્થૂળતા વધવાનો ખતરો હોય છે

નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત નિષ્કર્ષ જણાવે છે કે લઘુતમ કાર્બોહાઇડ્રેટની સરખામણીએ મહત્તમ કાર્બોહાઇડ્રેટ લેનારા લોકોમાં ડાયાબિટીસ થવાની આશંકા 30 ટકા કરતાં વધુ હોઈ શકે છે.

આવા લોકોમાં સ્થૂળતા વધવાની 22 અને પેટની ચરબી વધવાની આશંકા 15 ટકા વધુ હોઈ શકે છે.

આ સિવાય પ્રોસેસ્ડ અનાજ એટલે કે ઘઉં, ચોખા કે મકાઈથી બનેલી પેદાશોને બદલે ભલે તમે આખા ઘઉં કે બાજરાના લોટનો ઉપયોગ કરો, પરંતુ આનાથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો ઘટતો નથી.

સંશોધકોનું કહેવું છે કે અભ્યાસ પરથી જે સામે આવ્યું છે, તેનાથી ખબર પડે છે કે દેશમાં કાર્બોહાઇડ્રેટનો વપરાશ વધુ થાય છે.

સ્ટડીઝના લેખકોએ લખ્યું છે કે, "સમગ્ર દેશમાં લોકોના ભોજનમાં કાર્બોહાઇડ્રેટે તેમના કુલ દૈનિક ઊર્જા સેવનમાં 62.3 ટકાનું યોગદાન કર્યું. મોટા ભાગનું કાર્બોહાઇડ્રેટ પ્રોસેસ્ડ અનાજ અને દળેલા આખા અનાજમાંથી આવ્યું છે."

"પ્રોસેસ્ડ ફૂડની ભાગીદારી 28.5 અને આખા અનાજની ભાગીદારી 16.2 ટકા રહી. કુલ ફૅટનું યોગદાન 25.2 ટકા હતું, જ્યારે પ્રોટીનનું સેવન માત્ર 12 ટકા હતું."

વધુ કાર્બોહાઇડ્રેટ લેવાથી પેદા થતા ખતરાથી કેવી રીતે બચશો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હેલ્થ, ચોખા, રોટલી, ભાત, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ભોજનમાં બટાટાનો ઘણો ઉપયોગ થાય છે, જે કાર્બોહાઇડ્રેટનો સ્રોત છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લેખકોનું કહેવું છે કે લોકોના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ અને સેચુરેટેડ ફૅટ્સનું પ્રમાણ ઘટાડીને અને ડેરી તેમજ છોડમાંથી મળતા ભોજનને વધારી મેટાબૉલિઝ્મ સાથે સંકળાયેલા રોગોના જોખમને નિવારી શકાય છે.

આઇસીએમઆરની ટીમને એવું પણ જાણવા મળ્યું કે સર્વેક્ષણમાં સામેલ લગભગ 61 ટકા લોકો શારીરિકપણે નિષ્ક્રિય હતા. એટલે કે આવા લોકો કોઈ પણ પ્રકારની કસરતથી દૂર હતા.

એ પૈકી 43 ટકા લોકો વધુ વજનવાળા (ઓવરવેટ) અને 26 ટકા સ્થૂળ હતા.

પાછલા અભ્યાસોથી ખબર પડી છે કે આહાર અને શારીરિક પ્રવૃત્તિઓમાં સુધારાથી ટાઇપ-2 ડાયાબિટીસના મામલામાં 50 ટકા સુધી કમી આવી શકે છે.

ઉત્તર ભારતમાં 54 ટકા લોકો ઓવરવેટ મળી આવ્યા, 37 ટકા લોકો સ્થૂળતા સામે ઝઝૂમતા મળી આવ્યા અને 48 ટકાને પેટ અને કમરના ભાગે સ્થૂળતા હતી.

આ સર્વે અનુસાર, આખા દેશની સરખામણીએ પૂર્વ ભારતના લોકો સૌથી સારી સ્થિતિમાં હતા.

દેશની લગભગ એક તૃતીયાંશ વસતી (27 ટકા) હાઇપરટેન્શનથી પીડિત મળી આવી. આ મામલામાં દેશના અલગ-અલગ ભાગોમાં વધુ અંતર ન જોવા મળ્યું.

કુલ્લે, સર્વેમાં ભાગ લેનારા 83 ટકા લોકોમાં મેટાબૉલિઝ્મ સાથે સંકળાયેલી ઓછામાં ઓછી એક બીમારીનું જોખમ મળી આવ્યું.

વિશેષજ્ઞો શું કહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હેલ્થ, ચોખા, રોટલી, ભાત, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ભારતીય ભોજનમાં ચોખાનું પ્રાધાન્ય છે, તેથી એ ભોજનમાં કાર્બોહાઇડ્રેટ વધુ હોઈ શકે છે

બીબીસીએ ભારતીયોના ભોજનમાં વધુ કાર્બોહાઇડ્રેટ હોવાથી સ્વાસ્થ્ય સામે ઊભા થતા ખતરા વિશે કેટલાક વિશેષજ્ઞો સાથે વાત કરી.

દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સિઝનાં સિનિયર ડાયટિશિયન ડૉ. વિભૂતિ રસ્તોગીએ બીબીસીને જણાવ્યું, "એ વાત તો હકીકત છે કે પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટની સાથોસાથ સાધારણ કાર્બોહાઇડ્રેટ (શુગર) એમ બંનેથી ડાયાબિટીસનો ખતરો હોઈ શકે છે."

તેઓ કહે છે કે, "ડાયાબિટીસ જેવી લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય પરેશાનીઓને દૂર કરવા માટે ભોજનમાં કાર્બોહાઇડ્રેટ ઓછું અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોવું જોઈએ. આ સાથે જ શારીરિક પ્રવૃત્તિઓને વધારવુ પણ જરૂરી છે."

આપણી થાળીમાં ભલે ભાત હોય કે રોટલી, એ બંનેમાં કાર્બોહાઇડ્રેટ મળી આવે છે.

સામાન્યપણે એવું મનાય છે કે રોટલીમાં ચોખાની સરખામણીએ ઓછું કાર્બોહાઇડ્રેટ હોય છે. તેથી સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી એ વધુ બહેતર છે.

'ડાયટિક્સ ફૉર ન્યૂટ્રિફાઇ ટુડે'નાં પ્રમુખ અને મુંબઈના રહેવાસી ડાયટિશિયન નાઝનીન હુસૈને બીબીસીને જણાવ્યું હતું કે, "જો તમે જાડા લોટ કે વધુ ફાઇબરવાળી રોટલી ખાતા હો, તો ઠીક છે, પરંતુ જો તમે બિલકુલ રિફાઇન લોટવાળી રોટલી ખાઈ રહ્યા છો, તો એ ચાોખાની માફક જ છે અને એ ખાવાથી પણ શુગર લેવલ ખૂબ ઝડપથી વધે છે."

તેમનું કહેવું છે કે લાંબા, પૉલિશવાળા ચોખા ખાવા એ સ્વાસ્થ્ય માટે ઠીક નથી, કારણ કે પૉલિશ વગરના નાના ચોખા આ દૃષ્ટિએ બહેતર છે.

ફાઇબરને ધ્યાનમાં રાખતાં ડૉક્ટર કે ડાયટિશિયન ઘણી વાર લોકોને બ્રાઉન ચોખા કે પૉલિશ કર્યા વિનાના ચોખા ખાવાની સલાહ આપે છે.

વધુ એક સલાહ એવી અપાય છે કે ચોખાને દાળ, દહીં કે શાકભાજી સાથે ખાઓ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન