સમુદ્રનાં તળીયે સમાયેલાં જહાજ ટાઇટેનિકની પ્રખ્યાત રેલિંગ કેવી સ્થિતિમાં છે?

ઇમેજ સ્રોત, ALAMY
- લેેખક, રેબેકા મોરેલ અને એલિસન ફ્રાંસિસ
- પદ, બીબીસી ન્યૂઝ સાઇન્સ
એક તસવીર એવી છે જેને જોવાની સાથે જ ટાઇટેનિકના કાટમાળને તરત જ ઓળખી શકાય છે. તે તસવીર છે જહાજના આગળના ભાગની. તે ઍટલાન્ટિક મહાસાગરના તળીયાથી બહાર નજરે પડતો હતો.
એક નવા શોધ અભિયાને જહાજની તે રેલિંગવાળા ભાગમાં ધીમી ઝડપે થઈ રહેલા ફેરફારને ઉજાગર કર્યો છે. આ શોધ અભિયાને આપેલી માહિતી પ્રમાણે, જહાજની રેલિંગનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો છે. એક ખાનગી કંપનીએ આ અભિયાનને રોબૉટિક વ્હીકલ્સની મદદથી પૂર્ણ કર્યું હતું.
જો તમે ટાઇટેનિક ફિલ્મ જોઈ હશે તો એ દૃશ્યો તમને જરૂર યાદ રહેશે જેમાં જૅક (લિયોનાર્ડો ડિ કેપ્રિયો) અને રોઝ (કૅટ વિન્સલેટ) રેલિંગ પર ઊભાં રહીને પોઝ આપી રહ્યાં છે. આ દૃશ્ય પછી યાદગાર બની ગયું.
આ વર્ષની ગરમીઓમાં એક રોબૉટે આ રેલિંગની તસવીરો લીધી. આ તસવીરો થકી જાણકારી મળી કે લહેરોની નીચે 100થી વધારે વર્ષો પછી જહાજનો કાટમાળ કેવી રીતે બદલાઈ રહ્યો છે.
ટાઇટેનિક જહાજ એપ્રિલ 1912માં એક હિમખંડ સાથે અથડાયા બાદ ડૂબી ગયું, જેમાં 1,500 લોકોનાં મોત થયાં હતાં.
કંપની આરએમએસ ટાઇટેનિકનાં ડાયરેક્ટર ટૉમાસીના રેએ કહ્યું, “ટાઇટેનિકનો ઢળી પડેલો ભાગ ખૂબ જ જાણીતો અને લોકપ્રિય છે. તમે જ્યારે કોઇપણ જહાજને સમુદ્રમાં ભેખડ સાથે અથડાઈને કે તોફાનમાં ફસાઈને નષ્ટ થઈ જવાની કે ડૂબવાની ઘટના વિશે વિચારો છો ત્યારે તમારા મગજમાં ટાઇટેનિક જેવું જ દૃશ્ય જ આવે છે. જોકે, ટાઇટેનિકનો આ કાટમાળ પહેલા જેવો નથી દેખાતો.”
જહાજનાં કાટમાળમાં શું ફેરફાર થયો?

ઇમેજ સ્રોત, RMS TITANIC INC
ટૉમાસીન રે કહે છે, “આ દરરોજ થઈ રહેલા નુકસાનની વધુ એક ચેતવણી છે. લોકો હંમેશા પૂછે છે કે ‘ટાઇટેનિક ત્યાં કેટલો સમય સુધી રહેશે?’ અમે એ વિશે જાણતા નથી. જોકે, આપણે તેને જોઈ શકીએ છીએ. એક ચોક્કસ સમય પછી ધાતુ પણ પોતાની મજબૂતી છોડવા લાગે છે અને અંતે ઢળી પડે છે.”
ટીમનું માનવું છે કે રેલિંગનો એ ભાગ જે લગભગ સાડા ચાર મીટર(14.7 ફૂટ) લાંબો છે. આ ભાગ છેલ્લાં બે વર્ષમાં ઢળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2022માં ડીપ-સી મૅપિંગ કંપની મિજાલિન અને ડૉક્યુમેન્ટ્રી નિર્માતા ઍટલાન્ટિક પ્રોડક્શને એક અભિયાન શરૂ કર્યું.
આ તસવીરો અને ડિજિટલ સ્કૅન તે અભિયાનની શોધનો ભાગ છે. આ તસવીરોમાં દેખાડવામાં આવ્યું કે આ રેલિંગ્સ પહેલાં એકબીજાં સાથે જોડાયેલી હતી. જોકે, હવે રેલિંગ્સની ઢળવાની શરૂઆત થઈ ગઈ છે.
બીજી કેવી જાણકારીઓ સામે આવી?

ઇમેજ સ્રોત, RMS TITANIC INC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જહાજનો માત્ર આ જ એક જ ભાગ નથી, જે ત્રણ હજાર 800 મીટર નીચે જઈને સમુદ્રમાં ગુમ થઈ ગયો છે. સુક્ષ્મ જીવો જહાજના બીજા ભાગોને પણ નષ્ટ કરી રહ્યાં છે. કેટલાક ભાગો પર કાટનું એક સ્તર ચડી ગયું છે.
છેલ્લાં કેટલાંક શોધ અભિયાનોમાં જાણવાં મળ્યું છે કે ટાઇટેનિકનો અમુક ભાગ ઢળી ગયો છે. આ પહેલાં વર્ષ 2019માં વિક્ટર વૅસ્કોવો પણ એક શોધ અભિયાન માટે સમુદ્રના તળીયે પહોંચ્યા હતા.
આ દરમિયાન જાણકારી મળી કે જહાજમાં અધિકારીઓ માટે બનાવેલા ક્વાર્ટર અને રૂમો નષ્ટ થઈ રહ્યાં હતાં.
આરએમએસ ટાઇટેનિક કંપનીનું આ અભિયાન આ વર્ષે ગરમીની ઋતુ દરમિયાન જુલાઈ અને ઑગસ્ટમાં હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન રિમોટથી સંચાલિત બે રોબૉટિક વાહને જહાજના કાટમાળની 20 લાખથી વધારે તસવીરો અને 24 કલાકની એચડી ફૂટેજ લીધી. આ તસવીરો અને ફૂટેજમાં જોવાં મળ્યું કે જહાજના ડૂબવાને લીધે તેની રેલિંગ તુટીને અલગ થઈ ગઈ છે અને તેની આસપાસ કાટમાળ પડ્યો છે.
કંપની આ ફૂટેજને સાવચેતીપૂર્વક જોઇ રહી છે જેથી કરીને જહાજના કાટમાળનો વિસ્તૃત થ્રીડી સ્કૅન તૈયાર કરી શકાય. આ કામ જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે વધારે તસવીરો સામે આવશે.
કાટમાળમાં વર્ષો જૂની અમૂલ્ય મૂર્તિ મળી

ઇમેજ સ્રોત, RMS TITANIC INC
ટીમે જણાવ્યું કે અભિયાન દરમિયાન તેમને એ કલાકૃતિ મળી જેને શોધવાનું તેમની યાદીમાં હતું. ઘણી સમસ્યાઓ નડી હોવા છતાં પણ આ મૂર્તિને શોધી લીધી છે.
કાંસાની મૂર્તિ વર્ષ 1986માં જોવાં મળી હતી અને તેની તસવીર રૉબર્ટ બાલાર્ડે લીધી હતી. આ મૂર્તિને ડાયના ઑફ વર્સેલ્સ કહેવામાં આવી હતી. એક વર્ષ પહેલાં ટાઇટેનિકના કાટમાળમાંથી મળી હતી. જોકે, તેની લોકેશનની જાણકારી મળી ન હતી અને 60 સેમી લાંબી આ મૂર્તિ ફરીથી ન દેખાઈ.
જોકે, આ મૂર્તિને કાટમાળમાં જોઈ શકાય છે.
એક ટાઇટેનિક રિસર્ચર અને વિટનેસ ટાઇટેનિક પૉડકાસ્ટના પ્રેઝેન્ટર જેમ્સ પેનકાએ કહ્યું કે આ કામ ભુસાના ઢગલામાં સોયની શોધ કરવા જેવું હતું. આ વર્ષે તે મૂર્તિને શોધવી સૌથી મહત્ત્વપૂર્ણ હતી.
આ મૂર્તિને ટાઇટેનિકના ફર્સ્ટ ક્લાસ મુસાફરોના પ્રદર્શન માટે રાખવામાં આવી હતી.
જેમ્સ પેનકાએ જણાવ્યું, “ટાઇટેનિકમાં ફર્સ્ટ ક્લાસ લાઉન્જ સૌથી વધારે સુંદર અને મોટો રૂમ હતો. આ રૂમનું પ્રમુખ આકર્ષણ ડાયના ઑફ વર્સેલ્સ હતી. દુર્ભાગ્યપણે ટાઇટેનિક જ્યારે બે ભાગમાં તૂટીને ડૂબી રહ્યું હતું ત્યારે લાઉન્જ પણ બે ભાગમાં તૂટી ગયો. ડાયનાની મૂર્તિ પણ તુટી ગઈ અને કાટમાળના ઢગલામાં પડી.”
આરએમએસ ટાઇટેનિક પાસે ટાઇટેનિકને બચાવવાનો અધિકાર છે. આ એકમાત્ર કંપની છે જેની પાસે જહાજના કાટમાળમાંથી સામાન કાઢવાની કાયદાકીય પરવાનગી છે.
કંપનીએ છેલ્લાં ઘણાં વર્ષોમાં જહાજના કાટમાળમાંથી હજારો ભાગ કાઢ્યા હતા. તે પૈકી કેટલાક ભાગોને દુનિયામાં પ્રદર્શિત પણ કરવામાં આવ્યા હતા.
ડાયનાની મૂર્તિ તે પૈકી એક છે જેને તેઓ પેટાળમાંથી પાછી લાવવા માંગે છે. જોકે, કેટલાક લોકો માને છે કે જહાજનો કાટમાળ એક કબર જેવો છે, જેને ત્યાં જ છોડી દેવો જોઇએ.
પેનકાએ કહ્યું, “ડાયનાની મૂર્તિનું મળવું એક મજબૂત પુરાવો છે કે ટાઇટેનિકને તે જ સ્થિતિમાં છોડી દેવું જોઇએ.”
જેમ્સ પેનકાએ કહ્યું કે આ મૂર્તિને જોવા અને તેના વખાણ કરવાના ઇરાદા સાથે બનાવવામાં આવી હતી અને તે હવે સમુદ્રના તળીયે છે. સમુદ્રના તળીયે તે 112 વર્ષથી ડૂબેલી છે.
તેમણે કહ્યું કે ડાયનાની મૂર્તિને ફરીથી પાછી લાવવી જોઇએ જેથી લોકો તેને પોતાની આંખે જોઇ શકે અને તેનો ઇતિહાસ, કિંમત, સંરક્ષણ, ગોતાખોરી અને મૂર્તિકળા પ્રત્યે લોકોમાં પ્રેમ જાગે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












