LIVE જુઓ મેટાવર્સમાં: બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, વૉચ પાર્ટી જુઓ!

બીબીસી મેટાવર્સની દુનિયામાં પ્રવેશવા માટે અહીં ક્લિક કરો.
શું તમે જાણો છો કે બીબીસી છેલ્લાં 100 વર્ષ કરતાં વધુ સમયથી સમાચાર અને મનોરંજનની દુનિયામાં કામ કરે છે.
બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (બીબીસી)ની સ્થાપના 1922માં કરવામાં આવી હતી. માહિતી, શિક્ષણ અને મનોરંજનના હેતુથી તેની સ્થાપના થઈ હતી.
અમે છેલ્લાં 100 વર્ષથી તટસ્થ પત્રકારત્વની સાથે પ્રેરણાદાયી અને મનોરંજક સામગ્રી તૈયાર કરીએ છીએ.


રાણી એલિઝાબેથ દ્વિતીયનો રાજ્યાભિષેક સમારોહ હોય, એપોલો 11 મિશન હોય, વિશ્વમાં ઑલિમ્પિકનું સૌપ્રથમ જીવંત પ્રસારણ હોય, બાંગ્લાદેશની સ્વતંત્રતા હોય, 1983નો ક્રિકેટ વર્લ્ડકપ હોય કે પછી હાલનાં યુદ્ધ અથવા સંઘર્ષનું કવરેજ હોય - બીબીસી તમારા સુધી માહિતી પહોંચાડે છે.

100 વર્ષ કરતાં વધુ સમયથી વિશ્વભરના લોકોએ અમારા નિષ્પક્ષ અને વિશિષ્ટ પત્રકારત્વ માટે અમારા પર વિશ્વાસ કર્યો છે. બીબીસી ન્યૂઝનો ભાગ બીબીસી વર્લ્ડ સર્વિસ 40થી વધુ ભાષાઓમાં દર અઠવાડિયે 31.80 કરોડ લોકો સુધી પહોંચે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ન્યૂઝરૂમમાં કામ કેવી રીતે થાય છે, તેનો અનુભવ કેવો હોય છે? જો તમારા મનમાં પણ આ બધા સવાલો હોય તો હવે તમારી પાસે તક છે. તૈયાર થઈ જાવ બીબીસી ન્યૂઝના વર્ચ્યુઅલ ન્યૂઝરૂમ એટલે કે તમારા પોતાના મેટાવર્સમાં પ્રવેશવા માટે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને લંડન બ્રૉડકાસ્ટિંગ હાઉસ અને અમારા અન્ય બ્યૂરોમાં કેવી રીતે કામ થાય છે તે જાણવાની તક મળશે. અહીં તમે વિશ્વસનીય સમાચાર કોને કહેવાય, ફૅક ન્યૂઝને કેવી રીતે પારખવા તેની મૂળભૂત સમજ મેળવશો. સાથે સાથે ક્વિઝ વડે તમારા જ્ઞાનનું પરીક્ષણ પણ કરી શકશો.
એટલું જ નહીં, તમે પોતાની બીબીસી ન્યૂઝ વેબસાઇટનું હોમપેજ પણ ડિઝાઇન કરી શકો છો. અને હા, અહીં આવ્યા છો તો બીબીસીના વર્ચ્યુઅલ ન્યૂઝરૂમ મેટાવર્સમાં સેલ્ફી લેવાનું અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં.
તો ચાલો, વર્ચ્યુઅલ ન્યૂઝરૂમમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ. તમારા માટે આ અનુભવ ખૂબ જ સારો અને નવો રહેશે. તેથી શરૂઆત કરવા માટે અહીં ક્લિક કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












