નિર્મલા સીતારમણે આવકવેરામાં શું ફેરફાર કર્યા, બજેટની મહત્ત્વની જાહેરાતો

ઇમેજ સ્રોત, ANI
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે.
સીતારમણે તેમના પ્રારંભિક ભાષણમાં કહ્યું કે તેમણે ગરીબ, મહિલા, યુવા તથા ખેડૂત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી હતી.
બજેટમાં મહત્ત્વની જાહેરાતો
કરવ્યવસ્થામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે?
- નવી કરવ્યવસ્થામાં પગારદારો માટે રૂ. 75 હજાર સુધીની આવક કરમુક્ત રહેશે, જે અગાઉ રૂ. 50 હજારની મર્યાદા હતી.
- રૂ. ત્રણ લાખ સુધી કોઈ કર નહીં, રૂ. ત્રણથી સાત લાખ સુધી પાંચ ટકા, સાતથી 10 લાખ સુધી 10 ટકા, 10થી 12 લાખ સુધીમાં 15 ટકા, 12થી 15 લાખ સુધીમાં 20 ટકા તથા રૂ. 15 લાખથી વધુ માટે 30 ટકાનો દર લાગુ થશે.
નવા કરમાળખામાં નવા ટેક્સ સ્લૅબની જાહેરાત
ત્રણ લાખ સુધી કોઈ ટેક્સ નહીં
3-7 લાખ રૂપિયા સુધી પાંચ ટકા
7-10 લાખ પર 10 ટકા
10- 12 લાખ સુધી 15 ટકા
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
12- 15 લાખ સુધી 20 ટકા
15 લાખથી ઉપર 30 ટકા
જૂના કરમાળખામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
કરદાતાઓને શું મળ્યું
આવકવેરા કાયદાની સમીક્ષા દર છ મહિને કરવામાં આવશે.
ઈકૉમર્સ પર ટીડીએસનો દર ઘટાડીને 0.1 ટકા હશે.
ટીડીએસ ભરવામાં મોડું થવા પર ગુનાહિત મામલો નહીં બને.
શૉર્ટ ટર્મ કૅપિટલ ગેન ટૅક્સનો દર 20 ટકા રહેશે.
અનલિસ્ટેડ બૉન્ડ્સ, ડિબેન્ચર્સ પર કૅપિટલ ગેન્સ લાગશે.
સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એંજલ ટૅક્સને ખતમ કરવાનો પ્લાન
કૉર્પોરેટ ટેક્સ 40 ટકાથી ઘટાડીને 30 ટકા

રોજગાર, ખેડૂતો અને મહિલાઓ માટે જાહેરાતો
- સરકારની ટોચની 500 કંપનીઓ આગામી પાંચ વર્ષ દરમિયાન લગભગ એક કરોડ લોકોને એક વર્ષ માટે રોજગારની તકો આપશે.
- ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં વડા પ્રધાન આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘર બાંધવામાં આવશે.
- છ કરોડ ખેડૂત તથા તેમની જમીનોની નોંધણી કરવામાં આવશે.
- મહિલાઓ તથા બાળકીઓના વિકાસ માટે વધુ રૂ. ત્રણ લાખ કરોડની ફાળવણી થશે.
- એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે મદદ કરવામાં આવશે. એના માટે તાલીમ તથા બ્રાન્ડિંગનું આયોજન કરવામાં આવશે.
- ઝીંગા માછલી બ્રૂડસ્ટૉક માટે કેન્દ્રીકૃત પ્રજનન કેન્દ્રોનું નેટવર્ક સ્થાપિત કરવા માટે મદદ કરવામાં આવશે.
- દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે નીતિ લાગુ કરવામાં આવશે, જેથી કરીને ગ્રામ્યવિસ્તારમાં વિકાસ રોજગારનું સર્જન થઈ શકે.
- રૂ. એક લાખની ટોચમર્યાદામાં પહેલી વખત નોકરી મેળવનારને એક પગાર ત્રણ હપ્તે આપવામાં આવશે, જે ડીબીટીના માધ્યમથી યુવાના ખાતામાં સીધા જ જમા થશે. તેનાથી બે કરોડ 10 લાખ યુવાને લાભ થવાની શક્યતા.
- પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના એક કરોડ પરિવારો માટે દસ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આમાં આવતાં પાંચ વર્ષમાં 2.2 લાખ કરોડની કેન્દ્રીય મદદ પણ સામેલ છે.

સોના ચાંદીમાં કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર, કઈ વસ્તુઓ પર ઘટશે ડ્યુટી
- સોના ચાંદીની કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પર 6.5 ટકા કસ્ટમ ડ્યુટી કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
- 25 ક્રિટિકલ ધાતુઓને બેઝિક કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ, જ્યારે બેમાં ઘટાડો. દેશની અણુ, ન્યુક્લિયર, અવકાશ, ઇલેક્ટ્રૉનિકક્ષેત્રમાં જરૂરી કાચોમાલ મળી રહે માટે આમ કર્યું હોવાનો દાવો.
- કૅન્સરની ત્રણ દવાઓ પર બેસિક કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે.
- મોબાઇલ ફોન, મોબાઇલ પીસીબીએસ અને મોબાઇલ ચાર્જર પર 15 ટકા ઘટશે બેસિક કસ્ટમ ડ્યુટી
અન્ય જાહેરાતો
- સરકારી બૅન્કો દ્વારા માત્ર ટર્નઓવર કે સંપત્તિના આધારે નહીં, પરંતુ તેમના ડિજિટલ પેમૅન્ટ ફૂટપ્રિન્ટના આધારે નવી ધિરાણવ્યવસ્થા વિકસાવવામાં આવશે. હાલમાં મુદ્રા લોન હેઠળ રૂ. 10 લાખનું ધિરાણ મળે છે, જેની ટોચમર્યાદા હવે આ મર્યાદા રૂ. 20 લાખની રહેશે.
- પૉલ્લાવરમ જળસિંચાઈ પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય તે માટે ભારત સરકાર પ્રયાસ કરશે. જળ, રોડ, વીજ માટે સરકાર પ્રોજેક્ટસ હાથ ધરશે.
- પૂર્વ-ભારતના સર્વાંગી વિકાસના માટે 'પૂર્વોદય' લાગુ કરવામાં આવશે, જેનાથી પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઓડિશા તથા ઝારખંડને લાભ થશે.
- ગયા તથા બોધગયાના મંદિરોને વારાણસીની તર્જ ઉપર વિકસાવવામાં આવશે.
- રૂ. 26 હજાર કરોડના ખર્ચે બિહારમાં ચાર રસ્તાઓના નિર્માણ-વિસ્તૃતીકરણની જાહેરાત. મલ્ટીલૅટ્રલ બૅન્કો પાસેથી ધિરાણ માટેના બિહાર સરકારના પ્રસ્તાવ ઉપર ઝડપભેર કામ કરવામાં આવશે. આંધ્ર પ્રદેશના પુનર્ગઠન માટે જરૂરી નાણાં મલ્ટીલૅટ્રલ ઍજન્સી દ્વારા પૂરા પાડવામાં આવશે. ચાલુ વર્ષે રૂ. 10 હજાર કરોડ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
બજેટ ભાષણ સાંભળવા માટે અહીં ક્લિક કરો

નિર્મલા સીતારમણે ગુજરાતી નાણામંત્રીનો રેકૉર્ડ તોડ્યો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાં જૂન મહિનામાં લોકસભા ચૂંટણી જીતી હતી, જેમાં ભાજપ આપબળે બહુમતીથી દૂર રહ્યો હતો, પરંતુ બિહારની જનતા દળ(યુનાઇટેડ) તથા તેલુગુ દેશમ્ પાર્ટીના (આંધ્ર પ્રદેશ) નોંધપાત્ર ટેકા સાથે સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો.
વર્ષ 2019નાં ચૂંટણીપરિણામો બાદ ગઠિત થયેલી કૅબિનેટમાં નિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યાં હતાં, એ પછી તેમણે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.
મંગળવારે સાતમું બજેટ રજૂ કરીને તેઓ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો રેકૉર્ડ તોડ્યો છે. દેસાઈએ સળંગ પાંચ આખા તથા એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
પરંપરા મુજબ બજેટના એક દિવસ અગાઉ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાણાકીય વર્ષ 2024- '25 દરમિયાન દેશનો વિકાસદર 6.5 થી સાત ટકાની વચ્ચે રહેશે, એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર સામે બેરોજગારીનો સૌથી મોટો પડકાર છે. તાજેતરની લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતનાં દળોએ આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
આર્થિક સરવેમાં જણાવ્યા મુજબ, દર વર્ષે 78 લાખ 51 હજાર રોજગારની તકોના સર્જનની જરૂર છે.













