શુભમન ગિલ આઉટ કે નૉટ આઉટ, સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
લંડનના ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિનશિપની ફાઇનલ રમાઈ રહી છે. ભારત સામે જીત માટે 444 રનનું લક્ષ્ય છે.
ભારતની બીજી ઇનિંગમાં બૅટ્સમૅન શુભમન ગિલે 18 રન બનાવ્યા અને ફાસ્ટ બૉલર સ્કૉટ બોલૅન્ડના બૉલે કૅમરનને કૅચ આપી દીધો.
જોકે, ગ્રીને શુભમન ગિલનો જે કૅચ ઝડપ્યો, તેને લઈને સવાલ કરાઈ રહ્યા છે. ઘણા લોકોને લાગે છે કે શુભમન ગિલ આઉટ નહોતા. તેમને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યા હતા.
ગ્રીને જ્યારે કૅચ પકડ્યો ત્યારે ફીલ્ડ અમ્પાયરો પણ એ નક્કી નહોતા કરી શક્યા કે કૅચ ક્લીન હતો કે નહીં. એટલે બૉલ જમીને અડક્યો હતો કે નહીં. આવી સ્થિતિમાં તેમણે થર્ડ અમ્પાયરને આ અંગે નિર્ણય લેવાનું કહ્યું.
આ નિર્ણય પર ભૂતપૂર્વ ક્રિકેટરો સહિત ઘણા લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે આ મામલે ટ્વીટ કરતા એક તસવીર શૅર કરી છે. તસવીરમાં એક વ્યક્તિ આંખે પાટો બાંધેલી સ્થિતિમાં દેખાય છે.

ઇમેજ સ્રોત, Twitter/Virender Sehwag
સેહવાગે લખ્યું, “શુભમન ગિલને આઉટ આપવાનો નિર્ણય આપતાં થર્ડ અમ્પાયર, જ્યારે ડાઉટ હોય તો એ નૉટ આઉટ થયું.”
ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ લખ્યું, કૅમરન ગ્રીન તરફથી આ એક શાનદાર પ્રયાસ હતો. પરંતુ કૅચ લીધા બાદ જ્યારે હાથ વળે છે ત્યારે શુભમન ગિલને ઘણું નિરાશ થવું પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Twitter/Harsha Bhogle
ટ્વિટર યૂઝર મફદ્દલ વોરાએ લખ્યું, દુર્ભાગી શુભમન ગિલ, આ નૉટ આઉટ આપવો જોઈતો હતો.

અત્યાર સુધી મૅચમાં શું શું થયું?
લંડનના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની ટીમે પ્રથમ ઇનિંગમાં પોતાનો લડાયક અંદાજ બતાવ્યો હતો છતાં ઑસ્ટ્રેલિયન ટીમ ટેસ્ટના ચોથા દિવસે ટેસ્ટમાં પહાડસમું કહી શકાય એવું લક્ષ્ય આપી શકી હતી.
આ અહેવાલ લખાય છે ત્યાં સુધી ભારતે ત્રણ વિકેટના નુકસાન 110 રન બનાવી લીધા છે.
ભારતીય ટીમે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૉલિંગનો નિર્ણય કર્યો હતો. અને ઑસ્ટ્રેલિયન ટીમે પરિસ્થિતિનો લાભ લઈ 469 રન બનાવ્યા હતા. ઇનિંગમાં ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની નોંધપાત્ર સદીઓ યાદગાર ક્ષણ બની હતી.
તે બાદ મેદાને આવેલી ભારતીય ટીમ બૅટિંગમાં સંતોષકારક પ્રદર્શન કરી શકી નહોતી. જોકે, અજિંક્ય રહાણે અને શાર્દૂલ ઠાકુરની લડાયક ઇનિંગોએ ટીમને ફોલો-ઑનથી જરૂર બચાવ્યું હતું. ભારતની ટીમ 296 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.
પહેલાંથી સરસાઈ ધરાવતી ઑસ્ટ્રેલિયન ટીમે તેની બીજી ઇનિંગમાં આઠ વિકેટના નુકસાને 270 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. અને ભારતીય ટીમને 444 રનનું લક્ષ્ય આપ્યું હતું.














