બજેટ : હવે તમારે કેટલો ઇન્કમટૅક્સ ભરવો પડશે? ટૅક્સ સાથે જોડાયેલ દરેક પ્રશ્નનો સરળ જવાબ

બજેટ

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું પાંચમું બજેટ રજૂ કર્યું હતું. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં આ નરેન્દ્ર મોદી સરકારનું અતિમ પૂર્ણ બજેટ છે.

આ બજેટમાં કરદાતાઓનું ધ્યાન રખાયું છે. નાણામંત્રીએ કરદાતા માટે આવકવેરાનો વ્યાપ વધારવાનું એલાન કર્યું છે.

હાલ વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર વ્યક્તિએ કોઈ ટૅક્સ આપવો નથી પડતો. આ સ્તરને નવી ટૅક્સવ્યવસ્થામાં સાત લાખ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે.

પરંતુ આ નવી ટૅક્સવ્યવસ્થા શું છે અને તમારે તમારી કમાણી પર અગાઉના હિસાબે કેટલો ટૅક્સ આપવો પડશે?

સરળ ભાષામાં આ બધું તમને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા છે – ટૅક્સ નિષ્ણાત સીએ ડી. કે. મિશ્રા.

ગ્રે લાઇન

પ્રશ્ન – નવી કરવ્યવસ્થા શું છે?

ઇન્કમ ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

જવાબ – વર્ષ 2020માં બીજું બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે નવી કરવ્યવસ્થા વૈકલ્પિક છે અને કરદાતા ઇચ્છે તો છૂટ અને કપાત સાથે જૂની કરવ્યવસ્થામાં જળવાઈ રહી શકે છે.

જૂની ટૅક્સ વ્યવસ્થામાં તમે ઘણા પ્રકારની છૂટ ક્લેઇમ કરી શકો છો. જેમ કે 80સી અંતર્ગત દોઢ લાખની છૂટ, 80ડી અંતર્ગત 25 હજાર રૂપિયાની છૂટ ક્લેઇમ કરી શકો છો.

નવી કરવ્યવસ્થામાં સરકારે કહ્યું કે તમે છૂટ ક્લેઇમ ન કરશો, અમે તમારી તમારું ટૅક્સ સ્લૅબ વધારી દઈશું, જેમાં તમારે ઓછો ટૅક્સ આપવો પડશે.

જૂની વ્યવસ્થા અત્યાર સુધી ચાલુ છે, વ્યક્તિ પોતાના ફાયદાને જોઈને નવી કે જૂની ટૅક્સવ્યવસ્થા અપનાવી શકે છે.

એટલે કે હવે વ્યક્તિ પર આધાર રાખે છે કે તે જૂની ટૅક્સવ્યવસ્થામાં અલગ અલગ જોગવાઈઓ અંતર્ગત લેશે કે કોઈ છૂટ નહીં લઈને નવી ટૅક્સવ્યવસ્થામાં આવે છે.

ગ્રે લાઇન

પ્રશ્ન – નવી કરવ્યવસ્થા (2020)માં કેટલો ટૅક્સ આપવો પડે છે?

જવાબ – વર્ષ 2020માં શરૂ કરાયેલ આ કરવ્યવસ્થામાં સાત ટૅક્સ સ્લૅબ રાખાયા હતા.

0થી અઢી લાખ સુધી – કોઈ ટૅક્સ નહીં

અઢીથી પાંચ લાખ સુધી – પાંચ ટકા

પાંચથી સાડા સાત લાખ સુધી – દસ ટકા

સાડા સાતથી દસ લાખ સુધી – 15 ટકા

દસ લાખથી 12.5 લાખ સુધી – 20 ટકા

12.5 લાખથી 15 લાખ સુધી – 25 ટકા

15 લાખ કરતાં વધુની આવક પર – 30 ટકા

બીબીસી ગુજરાતી

સવાલ – નવી કરવ્યવસ્થામાં શું બદલાવ થયો છે?

બજેટ

જવાબ – નવી કરવ્યવસ્થામાં અત્યાર સુધી સાતના સ્થાને છ સ્લૅબ રહી ગયા છે.

બીબીસી ગુજરાતી

સવાલ – જો હું સાત લાખ રૂપિયા હોય તો વાર્ષિક કેટલો ટૅક્સ આપવો પડશે?

જવાબ – નવી ટૅક્સવ્યવસ્થામાં બે વર્ગોનું ખાસ ધ્યાન રખાયું છે.

પ્રથમ વર્ગ એ છે કે જેમાં કોઈ વ્યક્તિ સાત લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવતી હોય કે કોઈ નોકરી કરનાર માટે સાડા સાત લાખ રૂપિયા વાર્ષિક કમાતા હો.

આ વર્ગમાં આવનાર લોકોએ કોઈ ટૅક્સ નહીં આપવો પડે.

બીજો વર્ગ – જો તમે સાત લાખ કે વેતન મેળવનાર મામલે સાડા સાત લાખ રૂપિયા વાર્ષિક આવક કરતાં વધુ કમઓ છો તો તમારે નવી કરવ્યવસ્થામાં અપાયેલ સ્લૅબ અનુસાર ટૅક્સ ચૂકવવો પડશે.

બીબીસી ગુજરાતી

સવાલ – જો હું નવ લાખ રૂપિયા વાર્ષિક કમાતો હોઉં છું તો મારે કેટલો ટૅક્સ ચૂકવવો પડશે?

બજેટ

ઇમેજ સ્રોત, Getty Images

જવાબ – જેમ કે તમારી કમાણી સાત લાખ રૂપિયાને પાર કરી જતી હોય તો તમે ટૅક્સ સ્લૅબના વ્યાપમાં આવી જાઓ છો.

પહેલાં ત્રણ લાખ પર કોઈ ટૅક્સ નહીં આપવો પડે.

તે બાદ ત્રણથી છ લાખ પર (ટૅક્સેબલ ઇનકમ ત્રણ લાખ) પાંચ ટકા ટૅક્સ દરથી - 15 હજાર રૂપિયા આપવાના રહેશે.

છથી નવ લાખ રૂપિયાની આવક પર (ટૅક્સેબલ ઇનકમ ત્રણ લાખ) દસ ટકા ટૅક્સદરના હિસાબે 30 હજાર રૂપિયા આપવાના રહેશે.

તમારે 45 હજાર રૂપિયા ઇનકમ ટૅક્સ અ ચાર ટકા સેસ હિસાબે 800 રૂપિયા આપવા પડશે.

એટલે કે કૂલ નવ લાખ રૂપિયાની કમાણી પર તમારે 45,800 રૂપિયા ટૅક્સ ભરવો પડશે.

બીબીસી ગુજરાતી

પ્રશ્ન – હું નવી કરવ્યવસ્થા હિસાબે જ ટૅક્સ ભરું છું, પરંતુ હવે મને વાર્ષિક કેટલો લાભ થશે?

જવાબ – જો તમે નવી કરવ્યવસ્થા અપનાવી લીધી હોય તો નવ લાખ રૂપિયાની કમાણી પર વાર્ષિક ઇન્કમટૅક્સમાં 15 હજાર રૂપિયા બચશે.

અત્યાર સુધી નવ લાખ રૂપિયાની કમાણી પર નવી કરવ્યવસ્થાના હિસાબે 60 હજાર ટૅક્સ આપવો પડે છે.

બીબીસી ગુજરાતી

જો હું વાર્ષિક 12 લાખ રૂપિયા કમાતો હોઉં ત્યારે કેટલો ટૅક્સ આપવો પડશે?

જવાબ – પહેલાંની જેમ શરૂઆતના ત્રણ લાખ પર કોઈ ટૅક્સ નહીં, તે બાદના ત્રણ લાખ પર પાંચ ટકાના દરે 15 હજાર, તે બાદના ત્રણ લાખ પર દસ ટકાના દરે 30 હજાર અને બાકી રહેલ ત્રણ લાખ પર 15 ટકાના દરે 45 હજાર રૂપિયા આપવા પડશે.

એટલે કે તમારે કુલ 90 હજાર રૂપિયા ઇન્કમટૅક્સ અને ટૅક્સ પર ચાર ટકાનો સેસ ઉમેરીને 3600 રૂપિયા.

આમ કુલ 93,600 રૂપિયા આપવાના રહેશે.

બીબીસી ગુજરાતી

સવાલ – જો હું 15 લાખ રૂપિયા વાર્ષિક કમાતો હોઉં, તો મારે કેટલો ટૅક્સ આપવો પડશે?

જવાબ – 15 લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરનારે પાંચમા એટલે કે 12થી 15 લાખ રૂપિયાના સ્લૅબમાં આવે છે.

આ સ્લૅબમાં 20 ટકા ટૅક્સ આપવાનો રહેશે, પરંતુ તમારે તમારી પૂરી કમાણી પર 20 ટકા ટૅક્સ નહીં આપવાનો રહે.

તમારે માત્ર 12 લાખ રૂપિયાથી વધારે તમને જે કમાણી થઈ છે એઠલે કે ત્રણ લાખ રૂપિયા ઉપર જ તમારે 20 ટકા ટૅક્સ આપવાનો રહેશે અને બાકીના પૈસા પર શરૂઆતના ટૅક્સ સ્લૅબ લાગુ પડશે.

આવી રીતે ગણતરી કરવા પર તમારે એક લાખ 50 હજાર રૂપિયા આવકવેરો ચૂકવવાનો રહેશે.

બીબીસી ગુજરાતી

સવાલ – જો હું 30 લાખ રૂપિયા વાર્ષિક કમાતો હોઉં તો મારે કેટલો ટૅક્સ ચૂકવવો પડશે?

જવાબ – શરૂઆતની કમાણી પર 15 લાખ પર દોઢ લાખ રૂપિયા અને બાકીના 13 લાખ રૂપિયા પર 30 ટકાના દરે સાડા ચાર લાખ રૂપિયા ટૅક્સ બને છે, જે કુલ્લે છ લાખ રૂપિયા ઇન્કમટૅક્સ થયો.

રેડ લાઇન
રેડ લાઇન