You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાઓમાં શું યૌન સંક્રમણને લીધે બૅક્ટિરિયલ વેજિનોસિસ ફેલાય, આ બીમારી શું છે?
- લેેખક, મિશેલ રૉબર્ટ્સ
- પદ, ડિજિટલ હેલ્થ ઍડિટર, બીબીસી ન્યૂઝ
સંશોધકોનું કહેવું છે કે મહિલાઓને યોનીમાં થતાં બૅક્ટિરિયલ વેજિનોસિસએ (બીવી) જાતીય સંસર્ગથી લાગતો ચેપ (એસ.ટી.આઈ.) હોઈ શકે છે.
હાલમાં ઇંગ્લૅન્ડની નૅશનલ હેલ્થ સર્વિસનો (એનએચએસન) મત છે કે, 'યોનીમાં બૅક્ટેરિયાના પ્રાકૃતિક સંતુલનમાં વિક્ષેપને કારણે થાય છે તથા તે એસ.ટી.આઈ. (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન) નથી.'
એક અભ્યાસના દાવા અનુસાર, વિશ્વભરની લગભગ એક તૃતીયાંશ મહિલાઓ બીવીથી પ્રભાવિત છે.
આ ચેપને કારણે વંધ્યત્વ, બાળકનો સમય કરતાં વહેલા જન્મ તથા નવજાત શિશુઓના મૃત્યુ માટે કારણભૂત બની શકે છે. તે સંભોગ દરમિયાન ફેલાય છે એટલે તેને જાતીય સંસર્ગથી ફેલાતો ચેપ કે એસટીઆઈ કહેવો જોઈએ.
ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત ઑસ્ટ્રેલિયન અભ્યાસના તારણ મુજબ, સંક્રમણને દૂર કરવા માટે ન કેવળ પેશન્ટ પર તેના સેક્સપાર્ટનરે પણ ઉપચાર કરાવવાની જરૂર રહે છે.
અસામાન્ય યોનિસ્રાવ એ બૅક્ટિરિયલ વજેનિનોસિસ માટે જવાબદાર છે, જેના કારણે માછલી જેવી તીવ્ર દુર્ગંધ આવે છે. તેનો રંગ ભૂરો અથવા સફેદ હોઈ શકે છે.
તેની ઘટ્ટતા અને સ્નિગ્ધતા અલગ-અલગ હોઈ શકે છે. તે પાણી જેવું પાતળું પ્રવાહી પણ હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, બીવી સંદર્ભે મોટી સમસ્યા એ વાતની છે કે તેનાથી પીડિત અડધોઅડધ મહિલાઓમાં આ સંદર્ભનાં કોઈ લક્ષ્ણ જોવાં નથી મળતાં. સામાન્યતઃ કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થતો કે ખંજવાળ પણ નથી આવતી.
ઍન્ટિબાયૉટિક ગોળીઓ, જેલ કે ક્રીમ તેનો ઇલાજ છે.
સંશોધકોએ બીવીથી પીડિત 164 દંપતીઓનો ઉપચાર એસ.ટી.ડી. માનીને કર્યો. આ દરમિયાન જાતીય પાર્ટનર્સને પણ ઍન્ટિબાયૉટિક્સ આપવામાં આવી.
તપાસના નિષ્કર્ષ પ્રમાણે, સેક્સપાર્ટનર્સને પણ સામેલ કરવામાં આવતા બીવીના ચેપનો દર અડધો થઈ ગયો હતો. એ પછી તબીબોએ તેમનો અભ્યાસ અટકાવી દીધો.
મુખ્ય સંશોધનકર્તાઓમાંથી એક પ્રોફેસર કેટરિના બ્રૅડશૉના કહેવા પ્રમાણે, "અમારાં પરીક્ષણમાં બહાર આવ્યું કે મહિલાઓને તેમના સેક્સપાર્ટનરને કારણે વારંવાર ચેપ લાગતો હતો. તેનાથી એ વાત પ્રતિપાદિત થાય છે કે વાસ્તવમાં તે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે."
પ્રો. કેટરિનાના કહેવા પ્રમાણે, "બીવી જાતીય સંસર્ગથી ફેલાય છે કે નહીં, તે નક્કી કરવામાં મુશ્કેલી છે. તેનું એક કારણ એ પણ છે કે કયા બૅક્ટેરિયાને કારણે તે ફેલાય છે, તેના વિશે આપણને ખબર નથી."
"જિનોમ સિક્વિન્સિંગને કારણે આ રહસ્ય ઉકેલવામાં મદદ મળી રહી છે."
ઑસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી તથા આલ્ફ્રેડ હેલ્થના સંશોધનકર્તાઓએ મેલબર્નમાં જાતીય આરોગ્ય કેન્દ્રનો અભ્યાસ કર્યો.
જ્યાં અડધા પુરુષોને એક અઠવાડિયા સુધી ઍન્ટિબાયૉટિક દવા તથા ચામડી ઉપર લગાડવાની ક્રીમ આપવામાં આવ્યાં. આ સિવાયના પુરુષોનો કોઈ ઉપચાર કરવામાં ન આવ્યો.
એ પછી જે તારણ મળ્યાં, તેને આધાર બનાવીને ઉપચારની પદ્ધતિ બદલવામાં આવી અને બંને સેક્સપાર્ટનર્સની સારવાર કરવામાં આવી.
બ્રિટિશ ઍસોસિયેશન ફૉર સેક્સ્યુઅલ હેલ્થ ઍન્ડ એચ.આઈ.વી.ના કહેવા પ્રમાણે, "લાંબા સમયથી જે શંકા હતી, તે વાત આ નિષ્કર્ષથી પુષ્ટ થઈ છે. જેમાં એવું માનવામાં આવતું હતું કે બીવી સંબંધિત બૅક્ટેરિયા જાતીય સંસર્ગથી ફેલાતા હોઈ શકે છે. વિશેષ કરીને જેમને વારંવાર ચેપ લાગતો હોય."
પ્રવક્તાના કહેવા પ્રમાણે, "આ શોધને કારણે બૅક્ટિરિયલ વેજિનોસિસ વિશે આપણી સમજ વધી છે. તેના કારણે આશાસ્પદ અંતરદૃષ્ટિ આપે છે અને ઉપચારના ઉપાયો વિશે માર્ગદર્શન પણ આપે છે."
જો એસ.ટી.આઈ.નાં લક્ષણ હોય કે બીવી અંગે ચિંતા હોય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ કે નજીકના વાત્સાયન કેન્દ્ર પર જવું જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન