માનવમળમાંથી બનાવાયેલા ઈંધણથી પ્લેન કઈ રીતે ઊડશે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડેવ હાર્વી
    • પદ, બિઝનેસ સંવાદદાતા, બીબીસી પશ્ચીમ

એક એવિએશન કંપનીએ એક એવું ઈંધણ વિકસાવ્યું છે, જે સંપૂર્ણપણે માણસના મળમાંથી બન્યું છે.

ગ્લુસેસ્ટરશાયરની એક લૅબોરેટરીના રસાયણશાસ્ત્રીએ કચરાને કેરોસીનમાં ફેરવી દીધો છે.

ફાયરફ્લાય ગ્રીન ફ્યુલ્સના સીઇઓ જેમ્સ હેયગેટે કહ્યું, “અમે એક સસ્તા ચારાની શોઘમાં હતા, જે પુષ્કળ પ્રમાણમાં મળી રહે અને મળમૂત્ર પુષ્કળ માત્રામા ઉપલબ્ધ છે.”

આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમનકારો દ્વારા કરાયેલા સ્વતંત્ર પરીક્ષણ મુજબ આ ઈંધણ એકદમ પ્રમાણભૂત જેટ ઈંધણ જેવું જ છે.

આ ઈંધણની કાર્બન અસર જાણવા માટે ફાયરફ્લાયની ટીમે ક્રેનફિલ્ડ યુનિવર્સિટી સાથે મળીને અમુક ચકાસણી કરી. આ તપાસમાં સામે આવ્યું કે ફાયરફ્લાયે બનાવેલા ઈંધણની કાર્બન ફૂટપ્રિન્ટ પ્રમાણભૂત જેટ ઈંધણથી 90 ટકા ઓછી છે.

જેમ્સ હેયગેટ પાછલાં 20 વર્ષથી ગ્લુસેસ્ટરશાયરમાં ઓછા કાર્બનવાળા ઈંધણની શોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રસાયણિક દૃષ્ટીએ નવું ઈંધણ કેરોસીન જેવું જ છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો કાર્બન નથી. આ રીતે તે કાર્બનમુક્ત ઈંધણ છે.

“નિશ્ચિતપણે (આના ઉત્પાદનમાં) ઊર્જા તો વપરાશે, પરંતુ જો આપણે ઈંધણના જીવનચક્રને જોઈએ તો, 90 ટકા બચત એ જબરદસ્ત વાત છે. તો હા, અમારે આના ઉત્પાદન માટે ઊર્જાનો ઉપયોગ તો કરવો જ પડે છે, પરંતુ એ જીવાશ્મના ઉત્પાદનમાં લાગતી ઊર્જા કરતાં ખૂબ જ ઓછી ઊર્જા છે.”

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડો. સર્જીઓ લિમાએ મળમૂત્રમાંથી બનાવ્યું કેરોસીન

દુનિયામાં થતા કુલ કાર્બન ઉત્સર્જનના બે ટકા ઉત્સર્જન ઉડ્ડયનને લીધે થાય છે, જે જળવાયુ પરિવર્તનમાં પણ ભાગ ભજવે છે. આ આંકડો ખૂબ જ ઓછો છે, પરંતુ તે ઝડપથી વધી રહ્યો છે અને ઉડ્ડયન ઉદ્યોગમાંથી કાર્બનને દૂર કરવો એ સૌથી મોટો પડકાર છે.

ઇલેકટ્રિક વિમાનો વિકસાવાયાં છે. કોસ્ટવોલ્ડસની એક કંપનીએ હાઇડ્રોજન-ઇલેકટ્રિકથી ચાલતા વિમાન વિકસાવી રહી છે, જેમાં એક ડઝન મુસાફરો બેસી શકે. કંપનીનો દાવો છે કે 2026 સુધી તે તૈયાર થઈ જશે.

જોકે, સામૂહિક હવાઈ મુસાફરી માટે આ નવી ટેકનૉલૉજીને ઉપયોગમાં લાવતા હજુ વર્ષો કે દાયકા લાગશે. આમ કેરોસીન બનાવવા નવી અને ઓછું કાર્બન ઉત્સર્જન કરે તેવી ટેકનૉલૉજી વિકસાવવાની હોડ લાગી છે.

કેવી રીતે બને છે મળમૂત્રમાંથી ઈંધણ?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગ્લુસેસ્ટરશાયરમાં 20 વર્ષ પહેલાં હેયગેટે એક નાનકડા ખેતરમાં રેપસીડ તેલમાંથી (સરસિયાનું તેલ) કાર અને ટ્રક માટે ઉપયોગી બાયોડીઝલ બનાવવાની શરૂઆત કરી.

તેમની કંપની ગ્રીન ફ્યુલ્સ હવે ખાવાના તેલમાંથી બાયોડીઝલ બનાવવાનાં મશીનો વહેંચે છે અને તેમના ગ્રાહકો સમગ્ર વિશ્વમાં છે.

ત્યાર બાદ તેમને કાર્બનમુક્ત જેટ ઈંધણ બનાવવા માટે તેલનો કચરો, વધેલો ખોરક અને કૃષિ કચરાનો પણ ઉપયોગ કર્યો. છેવટે તેમને મળમૂત્રનો પ્રયોગ કર્યો.

તેમણે લંડનસ્થિત ઇમ્પિરિયલ કૉલેજના રસાયણશાસ્ત્રી ડૉક્ટર સર્જિયો લિમા સાથે ટીમ બનાવી.

બંનેએ સાથે મળીને એક પ્રક્રિયા વિકસાવી જે મળમૂત્ર દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.

સૌપ્રથમ તેમને બાયોક્રૂડ બનાવ્યું. જે તેલ જેવું ઘાટું અને કાળું લાગે છે અને તેની રાસાયણિક સંરચના ક્રૂડઑઇલ જેવી જ છે.

ફાયરફ્લાય ગ્રીન ફ્યુલ્સના રિસર્ચ ડિરેક્ટર ડૉક્ટર લિમાએ કહ્યું કે અમે જે ઈંધણ અહીં બનાવીએ છીએ તે નેટ ઝીરો ઈંધણ છે.

ડૉક્ટર લિમાએ પ્રથમ વખતનાં પરિણામો જોઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

તેમણે કહ્યું, “આ પરિણામો અતિ ઉત્સાહજનક હતાં, કારણ કે આ ઈંધણ સસ્તા અને પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ ચારામાંથી બનાવાયું છે.”

વૈજ્ઞાનિકે મને તેમની પ્રયોગશાળા દેખાડી. જેમાં ઑઇલ રિફાઇનરીઓમાં વિશાળ નિસ્યંદન ટાવરોની એક નાની આવૃત્તિ હતી. આ આવૃત્તિમાં પણ પ્રવાહીને ગરમ કરાય છે અને તેમાંથી મળતા વાયુઓને એક નિશ્ચિત તાપમાને નિસ્યંદિત કરી અલગ-અલગ ઈંધણ માટે ઉપયોગમાં લેવાય છે.

આ રીતે ટીપે ટીપે એક નવું પ્રવાહી સંગ્રહ કરીને પાઇપમાં એકઠું કરાય છે.

તેઓ ચહેરા પર એક સ્મિત સાથે કહે છે કે આ અમારું બાયો ઈંધણ છે.

જર્મન એરોસ્પેસ સેન્ટરના ડીએલઆર ઇનસ્ટિટ્યૂટ ઑફ કમ્બશન એન્જિન અને વોશિંગટન સ્ટેટ યુનિવર્સિટી સ્વતંત્ર રીતે આ બાયો કેરોસીન પર ટેસ્ટ કરી રહી છે. ત્યાર બાદ યુનિવર્સિટી ઑફ શેફિલ્ડના યુકે એસએએફ (સસ્ટેઇનએબલ એવિએશન ફ્યુલ) ક્લિયરિંગ હાઉસ દ્વારા પણ ચકાસણી કરાશે.

પ્રારંભિક પરિણામોમાં પુષ્ટિ કરી છે કે આ ઈંધણનુ રાસાયણિક બંધારણ એ1 જેટ ઈંધણ જેવું જ છે.

યુકેના ટ્રાન્સપૉર્ટ વિભાગે આ ટીમને બે મિલિયન પાઉન્ડનુ સંશોધન અનુદાન આપ્યું છે.

ઉડ્ડયન ક્ષેત્રને કાર્બનમુક્ત બનાવવા માટે ટકાઉ ઈંધણ મહત્ત્વપૂર્ણ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હેયગેટે કહ્યું નવુ ઈંધણ ખુબ જ ઉત્સાહવર્ધક છે

વિશ્વનાં વિમાનમથકોમાં જેટ ઈંધણને બાયો કેરોસીનથી તબદીલ કરવામાં ઘણો સમય લાગશે.

હેયગેટની ગણતરી અનુસાર દરેક વ્યક્તિ એક વર્ષમાં એટલું મળમૂત્ર ત્યાગે છે કે તેનાથી ચારથી પાંચ લીટર બાયો જેટ ઈંધણ બનાવી શકાય.

એક વ્યક્તિને લંડનથી ન્યુયોર્ક વિમાન મારફતે પહોંચવા માટે દસ હજાર લોકોના વાર્ષિક મળમૂત્રની જરૂર પડશે અને ફરી લંડન પહોંચવા માટે બીજા દસ હજાર લોકોનું વાર્ષિક મળમૂત્ર પડશે.

બીજી રીતે જોઈએ તો યુકે ની કુલ મળમૂત્રની સપ્લાય દેશના કુલ ઉડ્ડયનની પાંચ ટકા માંગને સંતોષી શકશે.

હેયગેટે કહ્યું કે આ આંકડો ખૂબ જ નાનો લાગવા છતાં ઉત્સાહવર્ધક છે.

તેમને ઉમેર્યું, “ઉડ્ડયન ક્ષેત્રમાં દસ ટકા ટકાઉ ઈંધણની જરૂરિયાત છે, આ કાનૂની આદેશ છે. આપણે તેની અડધી જરૂરિયાત મળમૂત્ર વડે પૂરી કરી શકીએ છીએ.”

મકાઈના તેલ અને અન્ય નકામા તેલમાંથી બનાવેલા ઑઇલને ટકાઉ ઉડ્ડયન ઈંધણ કહે છે.

તેઓ ઍરક્રાફ્ટમાંથી સમાન પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, પરંતુ મૂળ સ્વરૂપે ઑઇલ બનાવનાર વૃક્ષો પોતાના વિકાસના તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતા હોઈ નિષ્ણાતો આ વાતને જીવાશ્મ બળતણને કારણે થતા કાર્બન ઉત્સર્જનમાં 80-90% ઘટાડો માને છે.

પર્યાવરણીય ઍકટિવિસ્ટ એ વાતનો આગ્રહ કરે છે કે લોકોને માત્ર ઓછી હવાઈ મુસાફરી કરવાની અને ખોરાક-ઊર્જા ઉત્પાદન માટે પાકનો ઉપયોગ કરવાની જરૂર છે, જેટ ઈંધણ બનાવવા માટે નહીં.

એવિએશન ઍન્વાયરમૅન્ટ ફેડરેશનના પૉલિસી ડાયરેક્ટર કૈટ હેવિટે કહ્યું, “તેઓ મળમૂત્ર આધારિત ઈંધણના સમર્થનમાં છે, કારણ કે મળમૂત્ર એક એવી વસ્તુ છે જેનું ઉત્પાદન લોકો બંધ કરી શકે તેમ નથી.”

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી પ્રમાણે ઉડ્ડયન ક્ષેત્રને કાર્બનમુક્ત બનાવવા માટે ટકાઉ ઈંધણ મહત્ત્વપૂર્ણ છે.

શું શક્ય છે તે બતાવવા માટે સર રિચાર્ડ બ્રાનસને લંડનથી ન્યુયોર્કની મુસાફરી કચરામાંથી બનાવેલા ઑઇલ અને મકાઈના કચરાથી બનેલા ઈંઘણ દ્વારા ચાલતા વિમાન વડે કરી હતી.

હાલમાં ઉડ્ડયન ક્ષેત્રમાં માત્ર 0.1 ટકા ઈંધણ જ ટકાઉ ઈંધણ છે.

બ્રાનસને કહ્યું, “હેયગેટનો પાંચ ટકાનું લક્ષ્ય તેના પ્રમાણમાં ખૂબ મોટું છે. આ ઉપરાંત તેઓ એવા ચારાનો ઉપયોગ કરી રહ્યા છે, જે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે પણ કોઈ તેનો ઉપયોગ નથી કરતું.”

કંપની હવે યુકેમાં એક ફેકટરી બનાવવા માટે ફંડ એકઠું કરી રહી છે.

હેયગેટ સમજાવે છે કે વધારે વસ્તી ધરાવતાં શહેરોમાં પુષ્કળ તકો છે અને તેમના મળમૂત્રનો ઉપયોગ કરીને અમે મોટી પ્રમાણમાં ઈંધણ બનાવી શકીએ છીએ.