ગંભીરા બ્રિજ પરના ટૅન્કરને જે વ્યક્તિએ ઉતાર્યું, તેમણે પૈસા કેમ ન લીધા?

વીડિયો કૅપ્શન, ગંભીરા બ્રિજ પરના ટૅન્કરને જે વ્યક્તિએ ઉતાર્યું, તેમણે પૈસા કેમ ન લીધા?

વડોદરાની ગંભીરા દુર્ઘટના બાદ ટૅન્કર 27 દિવસ સુધી બ્રિજ પર જ લટકતું રહ્યું હતું.

ટૅન્કર માલિકે તે ઉતારવા માટે ઘણી રજૂઆતો કરી હતી. પણ તે એ રીતે ફસાઈ ગયું હતું કે સરળ રીતે ઊતરી શકે એમ નહોતું. આખરે સરકારે પોરબંદરના વિશ્વકર્મા ગ્રૂપનો સંપર્ક કર્યો.

તેમણે ચારથી પાંચ દિવસની તૈયારી બાદ ફસાયેલા ટૅન્કરને બ્રિજ પર ખેંચી લીધું હતું.

સમગ્ર ઑપરેશન કેવી રીતે કરાયું, તેમાં કયા કયા પડકારો હતા અને આવા ઑપરેશન કેવી રીતે કરાતા હોય છે?

તે અંગે બીબીસી સાથે વિશ્વકર્મા ગ્રૂપના ડિરેક્ટર કેતન ગજ્જરે ખાસ વાત કરી હતી. જુઓ વીડિયો.

વીડિયો : શ્યામ બક્ષી

શૂટ ઍડિટ : આમરા આમિર, અવધ જાની

ટૅકનિકલ સપોર્ટ : મેહુલ બારોટ, અંકિત ત્યાગી

બીબીસી ગુજરાતી વડોદરા ગંભીરા બ્રિજ ટૅન્કર દુર્ઘટના વિશ્વકર્મા

ઇમેજ સ્રોત, Avadh Jani/Aamra Aamir

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન