ભારતમાં શાળાએ જતી કિશોરીઓ, જે સાઇકલથી ક્રાંતિ લાવી રહી છે

ઇમેજ સ્રોત, AP
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના ગરીબ રાજ્ય બિહારનાં નિભાકુમારી તેમની યાદોને વાગોળે છે કે કઈ રીતે તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે સાઇકલે તેમની જિંદગી બદલી નાખી હતી.
બે વર્ષ સુધી અઠવાડિયામાં છ દિવસ તેમણે દરરોજ બે કલાક સાઇકલ ચલાવીને તેઓ ઘરેથી શાળાએ અને પછી કોચિંગ ક્લાસે જતાં અને પાછાં ફરતાં. તેમને આ સાઇકલ રાજ્ય સરકારે આપી છે.
27 વર્ષીય નિભા કહે છે, “જો મારી પાસે સાઇકલ ન હોત તો હું હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું ન કરી શકી હોત. સાઇકલે મારી જિંદગી બદલી નાખી.”
બિહારના બેગુસરાયનાં રહેવાસી નિભા ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમને પ્રાથમિક શાળા નજીક પડે એટલા માટે તેમને 10 કિલોમીટર દૂર કાકીના ઘરે રહેવા માટે મોકલવામાં આવ્યાં હતાં. કિશોરીઓ માટે એક સ્થળેથી બીજા સ્થળે જવું પડકારજનક હતું અને ટ્રાન્સપૉર્ટ પણ ભરોસાપાત્ર ન હતું.
જ્યારે તેઓ હાઇસ્કૂલમાં આવ્યાં ત્યારે તેઓ પોતાના ઘરે જ રહેતાં હતાં, કારણ કે તેમની પાસે એક સાઇકલ આવી હતી જેને ગામડાના કાચા રસ્તાઓ પર હંકારીને તેઓ શિક્ષણ મેળવવા માટે જતાં હતાં.
સાઇકલથી 'મૂકક્રાંતિ'

ઇમેજ સ્રોત, Getty Images
બેગુસરાયનાં જ હેલ્થવર્કર ભુવનેશ્વરીકુમારી કહે છે, “શાળાએ અને કોચિંગ ક્લાસે જવા માટે સાઇકલનો ઉપયોગ શરૂ કર્યા બાદ આ કિશોરીઓને ખૂબ આત્મવિશ્વાસ આવ્યો. વધારેમાં વધારે બાળકીઓ હવે શાળાએ જઈ રહી છે. તેમાંથી મોટા ભાગના પાસે હવે મફત આપવામાં આવેલી સાઇકલો છે.”
તેઓ જે વાત કરી રહ્યા છે તે સત્ય છે. સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ પણ ગ્રામીણ વિસ્તારમાં સાઇકલ પર શાળાએ જતાં બાળકો વિશે આશાસ્પદ માહિતી આપે છે.
સૃષ્ટિ અગ્રવાલ, આદિત શેઠ અને રાહુલ ગોયલે સંયુક્તપણે કરેલા આ અભ્યાસમાં એ તારણ જોવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી કિશોરીઓમાં સાઇકલનું પ્રમાણ ખૂબ વધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2007માં આ પ્રમાણ 4.5 ટકા હતું અને 2017માં તે વધીને 11 ટકા થયું છે. આમ, આંકડાઓને આધારે સાઇકલિંગમાં જેન્ડર ગૅપ ઘટ્યો છે.
સૃષ્ટિ અગ્રવાલ કહે છે, “આ મૂકક્રાંતિ છે. અમે તેને ક્રાંતિ કહીએ છીએ, કારણ કે સાઇકલનું પ્રમાણ એ દેશમાં વધ્યું છે જ્યાં મહિલાઓને લઈને અનેક પ્રકારની અસમાનતા જોવા મળે છે. એ અસમાનતા સાઇકલની બાબતમાં હોય, ઘરની બહાર જવાની બાબતમાં હોય કે પછી અન્ય કોઈ બાબતે હોય.”
2004થી બાળકીઓને લક્ષ્યમાં રાખીને ચલાવવામાં આવતી અનેક યોજનાઓ સરકાર ચલાવતી રહી છે. આ એવી બાળકીઓ હતી કે જેઓ શાળાએ જવાનું છોડી દેવાનો દર છોકરાઓની સરખામણીમાં વધારે હતો.
જોકે, ભારતમાં મળેલી આ સફળતા નવી નથી. કોલંબિયા, કેન્યા, મલાવી અને ઝિમ્બાબ્વેના આંકડા પણ દર્શાવે છે કે સાઇકલને કારણે બાળકીઓનો શાળાએ જવાનો દર વધે છે અને તેમનો ડ્રૉપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે. પરંતુ ભારતમાં મળેલી આ સફળતાને અન્ય સાથે સરખાવી શકાય તેમ નથી, એ ખૂબ પ્રભાવશાળી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સાઇકલનો વપરાશ વધુ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઈઆઈટી અને મુંબઈની નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ સ્ટડીઝના ત્રણ સંશોધકોએ 5થી 17 વર્ષનાં બાળકોમાં જતાં બાળકો શાળાએ કઈ રીતે જાય છે તેનો અભ્યાસ કર્યો હતો.
રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલા આ સર્વેમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત સાઇકલ આપવાની યોજનાનાં બાળકો પર પડતા પ્રભાવનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
તેમના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે દેશમાં સાઇકલ લઈને શાળાએ જતાં બાળકોનો દર 2007માં 6.6 ટકા હતો જે વધીને 2017માં 11.2 ટકા થયો છે.
છેલ્લા દાયકામાં ગ્રામીણ વિસ્તારોમાં સાઇકલ મારફત શાળાએ જવાનો દર લગભગ બે ગણો થયો છે. ભારતના શહેરોના રોડ અતિશય અસુરક્ષિત માનવામાં આવે છે. રસ્તાઓ પર દેખાતી ઓછી સાઇકલ એ ખરાબ ટ્રાફિક સુરક્ષા અને રસ્તાઓ પર વધુ કાર સાથે પણ જોડાયેલી છે.
ભારતની સાઇકલ ક્રાંતિ એ ગામડાંમાં વ્યાપક ફેલાયેલી છે જેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને છત્તીસગઢનો ફાળો ખૂબ વધારે છે. આ રાજ્યોમાં કેટલાક મોટા યુરોપિયન દેશો કરતાં પણ વધુ વસ્તી છે.
આ સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે લાંબું અંતર કાપવા માટે શહેરોની સરખામણીમાં ગામડાંમાં સાઇકલનો વપરાશ જ વધુ થાય છે.
ભારતની 2011ની વસ્તીગણતરીમાં જ આ સાઇકલ સંબંધિત બદલાવો નોંધાયા હતા. જે લોકો કામ કરવા માટે બહાર જાય છે તેમાંથી 20 ટકા લોકો જ સાઇકલિંગનો ઉપયોગ કરે છે. પરંતુ ગામડાંમાં રહેતાં 21 ટકા લોકો સાઇકલનો ઉપયોગ કામ પર જવા માટે કરે છે, જ્યારે શહેરોમાં એ દર 17 ટકાનો છે.
કામ પર જતાં હોય તેવા 21.7 ટકા પુરુષો સાઇકલનો ઉપયોગ કરે છે જ્યારે તેમની સરખામણીએ 4.7 ટકા કામ પર જતી મહિલાઓ જ સાઇકલ લઈને જાય છે. સૃષ્ટિ અગ્રવાલના કહ્યા પ્રમાણે આ અસમાનતાનો દર વિશ્વમાં સૌથી ઊંચો છે.
'સાઇકલ મહિલાઓ માટે સ્વતંત્રતાનું પ્રતીક'
અમેરિકન જાણકાર સુસાન બી ઍન્થોનીએ કહ્યું હતું કે , “સાઇકલે વિશ્વની કોઈ પણ વસ્તુ કરતાં સ્ત્રીઓને મુક્તિ અપાવવા માટે વધુ કામ કર્યું છે. તે મહિલાઓને સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની લાગણી આપે છે."
સંશોધકોને આશ્ચર્ય થાય છે કે ઉંમરને કારણે નોકરીની તકો ઘટવાને સ્ત્રીઓનું સાઇકલ ચલાવવાનું ઓછું થતું જાય છે. નિભાએ લગ્ન પછી સાઇકલ ચલાવવાની અને તેના સાસરે જવાનું બંધ કરી દીધું. જ્યારે તેઓ હજુ પણ ઘરની બહાર મુસાફરી કરે છે, કારણ કે તેઓ શિક્ષક બનવાની તાલીમ આપે છે. જ્યારે તેમની સફર વિશે તેમને પૂછવામાં આવે છે, ત્યારે તેઓ ફક્ત એટલું જ કહે છે, "મને હવે સાઇકલની જરૂર નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












