તમારું બાળક અસાધારણ પ્રતિભા ધરાવે છે તે કેવી રીતે ખબર પડે?

ઇમેજ સ્રોત, FAMILY ALBUM
- લેેખક, બ્રુના એલ્વિસ
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝીલના સાઓ પાઉલોથી

- બાળક અસાધારણ છે તે આપણે કયા સંજોગોમાં કહી શકીએ?
- જે બાળકો આઈક્યુ (બુદ્ધિમત્તા માનવાનો માપદંડ) ટેસ્ટમાં 97 પર્સેન્ટાઈલથી વધુ ગુણ મેળવે છે તેમને ભગવાનની ભેટ માનવામાં આવે છે
- બ્રાઝીલના સાઓ પાઉલોના છ વર્ષના થિયો મહિનાના હતા ત્યારે તેઓ પહેલો શબ્દ બોલ્યા હતા અને જ્યારે તેઓ 18 મહિનાના થયા ત્યારે તેમણે આખાં વાક્યો બોલવાનું શરૂ કરી દીધું હતું
- થિઓ ઉચ્ચ આઈક્યુ ધરાવતા લોકોની સોસાયટી મેન્સા ઈન્ટરનેશનલમાં ભાગ લેનાર સૌથી યુવા બ્રાઝિલિયન બની ગયા છે
- થિયોનાં માતાપિતાએ પ્રાથમિક શાળામાં પ્રવેશની મંજૂરી માટે કોર્ટમાં જવું પડ્યું હતું
- આઠ વર્ષનાં નિકોલ પેક્સોટો છ મહિનાનાં થયાં ત્યારે તેમણે પહેલો શબ્દ બોલ્યો - ડૅડ.
- માતા પિતા અનુસાર, ગણિત અને સંગીતમાં નિકોલની પ્રતિભા આશ્ચર્ય પમાડે તેવી છે
- અસાધારણ પ્રતિભાનાં કારણો અંગે નિષ્ણાતોમાં હજુ પણ મતભેદ છે

તમે લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે આ બાળક ભગવાનની ભેટ છે, આ બાળક અસાધારણ છે. આપણે કયા સંજોગોમાં આવું કહીએ છીએ?
આ વિશે ન્યુરોસાયન્ટિસ્ટ અને ન્યુરોસાયકોલૉજિસ્ટ્સ દાવો કરે છે કે જે બાળકોનું આઈક્યુ લેવલ એવરેજ કરતાં ઘણું સારું હોય એવાં બાળકોને લઈને જ આવી માન્યતા બાંધવામાં આવે.
પરંતુ બીજી તરફ શિક્ષકો અને રમતગમતના પ્રશિક્ષકોના મતે તેને વ્યાપક દૃષ્ટિકોણ સાથે જોવાની જરૂર છે અને જે બાળકો અનેક ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતા બતાવી રહ્યાં છે તેમને પણ ભગવાનની ભેટ ગણી શકાય.
આ ચર્ચાનો કદાચ ક્યારેય અંત નહીં આવે. પરંતુ આ પાસાં પર સામાન્ય સર્વસંમતિ છે કે જે બાળકો આઈક્યુ (બુદ્ધિમત્તા માનવાનો માપદંડ) ટેસ્ટમાં 97 પર્સેન્ટાઈલથી વધુ ગુણ મેળવે છે તેમને ભગવાનની ભેટ માનવામાં આવે છે.
બ્રાઝીલના સાઓ પાઉલોના છ વર્ષના થિયો કોસ્ટા રિબેરો તેમાંથી એક છે. જ્યારે તેઓ છ મહિનાના હતા ત્યારે તેઓ પહેલો શબ્દ બોલ્યા હતા અને જ્યારે તેઓ 18 મહિનાના થયા ત્યારે તેમણે આખાં વાક્યો બોલવાનું શરૂ કરી દીધું હતું અને આ જ ઉંમરે તેમણે પ્રી-સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
થિયોના પિતા ઇગોર રિબેરિયોએ કહ્યું, "કોઈ પણ શબ્દ જોઈને તે અમને સમજાવવા કહેતો હતો. સતત પ્રશ્નો પૂછતો હતો, તેના સવાલો ફાલતુ નહોતા."
રિબેરિયોના કહેવા પ્રમાણે, પરિવાર તરફથી બાળક પર કોઈ દબાણ નહોતું પરંતુ તેની આતુરતાને પણ અવગણવામાં આવી ન હતી.
કોવિડ કટોકટી દરમિયાન બાળકો મૂળાક્ષરો અને અક્ષરો શીખતાં હતાં એ ત્રણ વર્ષની વયે થિયોએ વાંચવા, લખવાનું અને ગણતરી કરવાનું શરૂ કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જુલાઈ 2021માં જ્યારે તેમનાં માતાપિતાને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા ત્યારે થિયો પણ શાળાએ ગયા. તે વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે બાળકનું પ્રદર્શન સરેરાશ કરતાં સારું છે અને તેણે બુદ્ધિમત્તા ટેસ્ટમાં ભાગ લેવો જોઈએ.
"તે પછી અમે ન્યુરોસાયકોલૉજિસ્ટ પાસે ગયા, તેઓએ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કર્યો. તેમણે ભાવનાત્મક પાસું અને મોટર ઉપયોગના કૌશલ્યની પણ તપાસ કરી."
"પછી તેઓએ રિપોર્ટ આપ્યો, અમે ત્યારે અચરજમાં પડી ગયા જ્યારે તેઓએ કહ્યું કે થિયોનું આઈક્યુ સ્તર ઈશ્વરીય દેનવાળા સ્તર કરતાં પણ ઉપર છે."
તે પછી રિબેરોએ ન્યુરોસાયકોલૉજિસ્ટને પૂછ્યું, "એ તો સારું છે, પરંતુ અમારે આ બાળકનું શું કરવું જોઈએ."

છ વર્ષમાં 'ટીનેજર'

ઇમેજ સ્રોત, FAMILY ALBUM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વ્યાવસાયિક નિષ્ણાતોના મતે, પાંચ વર્ષના થિયોની બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષમતાઓ સામાન્ય 14-15 વર્ષના બાળક સાથે સરખાવી શકાય તેવી હતી. પરંતુ એનો અર્થ એ નથી કે થિયો સામાન્ય બાળકોની જેમ વર્તતા નથી.
તેમને ઘરની બહાર જવામાં, મિત્રો બનાવવા, રમવામાં અને શારીરિક શિક્ષણના વર્ગો ભરવામાં આનંદ આવે છે. ડાયનાસોર વિશે માહિતી એકઠી કરવી એ તેમનો શોખ બની ગયો છે, તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે.
થિયોના પિતા જણાવે છે, "ક્યારેક તેને ડાયનાસોર સાથે રમવાની ઇચ્છા થાય છે, કાર્ટૂન, વીડિયો ગેમ્સ જોવાની ઇચ્છા થાય છે, અને કેટલીક વાર તેની કિશોરાવસ્થા જાગી જાય છે અને છ વર્ષના બાળકની જેમ ફિલોસોફીની વાતો શરૂ કરી દે છે."
રિબેરિયો થિયો સાથે થતી વાતચીત વિશે જણાવે છે, "અમે તેને માનવપ્રજનન અને જિનેટિક કોડ વિશે બતાવી ચૂક્યા છીએ. બાળક અને કિશોરનું મિશ્રણ છે થિયો."
થિયોનાં માતાપિતા માટે આશ્ચર્યની હારમાળ આ વર્ષે પણ ચાલુ રહી છે.
ફેબ્રુઆરી મહિનામાં થિઓ ઉચ્ચ આઈક્યુ ધરાવતા લોકોની સોસાયટી મેન્સા ઇન્ટરનેશનલમાં ભાગ લેનાર સૌથી યુવા બ્રાઝિલિયન બની ગયા છે.
હાલમાં તેમના અભ્યાસ ઉપરાંત થિયો એક સામાન્ય બ્રાઝિલિયન બાળકની જેમ ફૂટબૉલ અને સંગીત પણ શીખી રહ્યા છે.
રિબેરિયો જણાવે છે, "હકીકતમાં આવાં બાળકોને સરકાર કે શાળા તરફથી કોઈ પ્રોત્સાહન મળતું નથી, આવાં બાળકોમાંથી તેમનું સર્વશ્રેષ્ઠ બહાર લાવવા તેની જરૂર છે."
થિયોના પિતાનો દાવો છે કે તેમણે તેમના પુત્રને પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવા માટે કોર્ટમાં જવું પડ્યું હતું.
તેઓ સમજાવે છે, "જો શૈક્ષણિક અધિકારીઓ ઇચ્છે તો તેઓ બાળકોને રોકી શકે છે, આ કારણે તેઓ આગળ વધી શકતા નથી."
બીબીસીએ બ્રાઝીલના શિક્ષણમંત્રીનો ઈમેલ અને ફોન દ્વારા સંપર્ક કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ આ કહાણી પ્રકાશિત થઈ ત્યાં સુધી તેમનો કોઈ જવાબ મળ્યો નથી.

નિકોલની કહાણી

ઇમેજ સ્રોત, FAMILY ALBUM
આઠ વર્ષનાં નિકોલ પેક્સોટો છ મહિનાનાં થયાં ત્યારે તેમણે પહેલો શબ્દ બોલ્યો - ડૅડ.
નિકોલની માતા જેસિકા પેક્સોટો કહે છે, "જ્યારે તે એક વર્ષની હતી તેમણે તેમના માટે ઢીંગલી વગેરે લાવવાનું શરૂ કર્યું. પરંતુ તેનું પ્રિય રમકડું પેન્સિલ અને કાગળ હતાં. લોકો કહેતા હતા કે તે અલગ છે પણ મને લાગતું હતું કે માતા હોવાના કારણે મને એવું લાગે છે."
જ્યારે નિકોલ બે વર્ષનાં થયાં ત્યારે તેઓ નર્સરી ક્લાસનાં અન્ય તમામ બાળકો કરતાં વધુ હોશિયાર હતાં.
2021માં સાત વર્ષનાં નિકોલે રિયો ડી જાનેરોની એક શાળામાં પ્રવેશ મેળવ્યો. અહીં માતા-પિતાને બાળકીનો આઈક્યુ ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. નિકોલ હાલમાં પ્રાથમિક શાળાના ત્રીજા વર્ષમાં છે.
નિકોલનાં માતાએ કહ્યું, "અમે હવે એક ધોરણ ઉપર જવાની તૈયારી કરી રહ્યાં છીએ, તેમ કરવાની મંજૂરી આપતો રિપોર્ટ અમારી પાસે છે."
નિકોલ ઉત્સાહી બાળકી છે અને ડૉક્ટર બનવાનું સપનું જોઈ રહ્યાં છે. જોકે, ગણિતના સવાલો ઉકેલવા એ પણ તેમનો શોખ છે.
નિકોલનાં માતાએ કહ્યું, "અમે એક દિવસ ચર્ચમાં હતાં. નિકોલની બાજુમાં તેની શાળાની એક છઠ્ઠા ધોરણની વિદ્યાર્થી બેઠી હતી. તે તેના ગણિતના ગુણાકારની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહી હતી. નિકોલે તે જોયું. જ્યારે તે ઘરે આવી, ત્યારે તેણે ગણતરીઓ કરી અને એકદમ સાચી ગણતરી કરી."
જ્યારે નિકોલ છ વર્ષનાં હતાં ત્યારે તેમણે તેમના પિતાને સંગીતનું સાધન વગાડવાનું શીખવવા કહ્યું. તેમનાં માતા યાદ કરતાં કહે છે, "તે પછી તેમણે જાતે એક ગીત વગાડ્યું."
નિકોલને અન્ય લોકો સાથે વાતચીત કરવામાં અને સંબંધો બાંધવામાં કોઈ મુશ્કેલી નડતી નથી.
પોક્સોટો કહે છે, "મને ખબર નથી કે નિકોલ શું છે, પરંતુ તે સરળતાથી મિત્રો બનાવી લે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ જાય છે."
નિકોલ પણ મેન્સા બ્રાઝીલનાં સભ્ય છે. તેમનાં માતા કહે છે, "તે કહે છે કે તેના જીવનમાં કંઈ બદલાયું નથી અને તે હંમેશાં આવી જ રહેશે. જ્યારે હું તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું કે તે અન્ય બાળકો કરતાં અલગ અને શ્રેષ્ઠ નથી."

અસાધારણ પ્રતિભાની ઓળખ

ઇમેજ સ્રોત, FAMILY ALBUM
શરૂઆતમાં સારા સંકેતો હોવા છતાં આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રતિભાનું મૂલ્યાંકન ઉતાવળમાં થતું નથી.
બૌદ્ધિકક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ઘણી પરીક્ષાઓ પાસ કરવી પડે છે.
આઈક્યુ ઉપરાંત બૌદ્ધિકક્ષમતા કેટલી છે તે પણ જોવું જરૂરી છે. તેનું મૂલ્યાંકન મનોવૈજ્ઞાનિકો, ન્યુરોસાયકોલૉજિસ્ટ્સ, શિક્ષણવિદો અને વિષય નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે.
જોકે, અસાધારણ પ્રતિભાની ઓળખ માટે નીચેના ગુણો હોવા જરૂરી છે:-
- તીવ્ર જિજ્ઞાસા
- ઉંમરના હિસાબે વધુ સારું શબ્દભંડોળ
- શીખવામાં સરળતા અને ઉચ્ચ બૌદ્ધિકક્ષમતા
- ત્વરિત તાર્કિકક્ષમતા
- નેતૃત્વ અને આત્મવિશ્વાસ
- સારી યાદશક્તિ
- સર્જનાત્મકતા
- વિચારોને અપનાવવાની અથવા સંશોધિત કરવાની ક્ષમતા
- વ્યાવહારિક અવલોકન
- ધ્યેયોને અનુસરવામાં દૃઢતા
જે બાળકોની ઓળખ નથી થતી તેમની શાળામાં રુચિ બદલાઈ શકે છે અને વ્યવહાર સંબંધી સમસ્યાઓ પેદા થઈ શકે છે.
ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. ફૅબિયાનો ડી અબ્રૂ કહે છે, "ઘણા એવા પ્રતિભાશાલી લોકો છે જેઓ પ્રોત્સાહનના અભાવે શાળામાં સારા ગ્રેડ મેળવી શકતા નથી."
"કેટલીક વાર વર્ગખંડમાં પુનરાવર્તિત શિક્ષણપદ્ધતિ અને શીખવવાની રીત હોશિયાર બાળકોને પરેશાન કરે છે. તેઓ તેમની કુશળતા વિકસાવી શકતાં નથી."
બ્રાઝીલ અને અન્ય ઘણા દેશોમાં પ્રતિભાશાળી લોકોને ઓળખવાની કોઈ વ્યવસ્થા નથી.
તેમને તેમના પોતાના પરિવાર, શાળા અથવા મિત્રો શોધી કાઢે છે. આ કારણે સંશોધકોનો અંદાજ છે કે પ્રતિભાશાળી બાળકોની વર્તમાન સંખ્યા વાસ્તવિકતા કરતાં ઘણી ઓછી છે.

રમત-ગમત-કલા-શિક્ષણ ક્ષેત્રની પ્રતિભા
બ્રાઝીલીયન કાઉન્સિલ ફૉર ગિફ્ટેડનેસ અનુસાર, પ્રતિભાશાળી લોકોને બે મોટાં સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રથમ પ્રતિભાશાળી શિક્ષણવિદોનો છે - જેઓ સારા ગ્રેડ મેળવે છે અને વૈજ્ઞાનિક રીતભાતો શીખવામાં ખૂબ સારા હોય છે. બીજા મોટા સમૂહને સર્જનાત્મક લોકોનો સમૂહ કહેવામાં આવે છે.
મેન્સા બ્રાઝીલનાં મનોવિજ્ઞાન નિરીક્ષક પ્રિસિલા ઝાઈયા કહે છે કે બુદ્ધિમત્તા અને ઉચ્ચ ક્ષમતા એ અસાધારણ પ્રતિભાનો જ ભાગ છે.
ઝાઈયા કહે છે, "પ્રતિભાશાળી ગણાવવા માટે વ્યક્તિઓએ ભાવનાત્મક અને સામાજિક પાસાં સાથે સંબંધિત અન્ય લાક્ષણિકતાઓ પણ બતાવવી જરૂરી છે. તેઓ વધુ સંવેદનશીલ અને સહાનુભૂતિ ધરાવતા લોકો છે, ન્યાયની ભાવના ધરાવે છે. તેમની આસપાસની દુનિયા પર તેમની નજર હોય છે, વિવરણ પ્રત્યે સતર્ક હોય છે."
તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે, "એવાં કૌશલ્યો પણ છે જે બૌદ્ધિક ક્ષેત્રથી અલગ છે અને સંગીત, રમતગમત, કલા અને નૃત્યમાં જોવા મળે છે."

વિવાદો શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ અસાધારણ પ્રતિભા એ એક વિવાદાસ્પદ વિષય છે.
સાઓ પાઉલો યુનિવર્સિટીના ન્યુરોસાયકોલૉજિસ્ટ ડૉ. પેટ્રિશિયા રેઝાક દલીલ કરતાં કહે છે, "વૈજ્ઞાનિક સાહિત્યને લઈને કોઈ સર્વસંમતિ બની નથી, પરંતુ મારા માટે પ્રતિભાશાળી હોવાનો દાવો અનિવાર્યરૂપે બૌદ્ધિક હોવો જોઈએ."
બ્રાઝીલીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગિફ્ટેડનેસના એક સભ્યના જણાવ્યા અનુસાર, 'અસાધારણ પ્રતિભા ઉપરાંત એવા લોકો પણ હોય છે જેમની ક્ષમતાઓ અતિશય વધારે હોય છે.'
રેઝાક કહે છે, "મારું બાળક ઉચ્ચ વિકસિત કલાત્મક અથવા એથ્લેટિક ક્ષમતા ધરાવતું બાળક હોઈ શકે છે. તેની પાસે ચોક્કસ ક્ષેત્રમાં ઘણી ક્ષમતા હોઈ શકે છે, પરંતુ હું તેને અપવાદરૂપ પ્રતિભાને બદલે ઉચ્ચ ક્ષમતા ધરાવતું માનીશ."

જે અસાધારણ બનાવે છે તે શું છે?
નિષ્ણાતોના મતે, અસાધારણ બાળકોમાં મગજના અમુક ભાગોમાં વધુ ગ્રે મૅટર હોય છે અને તેના કારણે સિનૅપ્સ (કનેક્શન સ્થાપિત કરવું) સામાન્ય કરતાં વધુ ઝડપથી કામ કરે છે.
આનું કારણ એ છે કે ગ્રે મેટર ફ્રન્ટલ કૉર્ટેક્સની સાથે વિચારોને પ્રભાવિત કરતા અમુક માળખાને અસર કરે છે.
ડૉ. અબ્રૂ કહે છે, "અસાધારણ પ્રતિભાશાળી લોકોના મગજ અલગઅલગ હોય છે, તેથી તેઓ વાસ્તવમાં બૌદ્ધિક રીતે વધુ વિકસિત હોય છે. તેમની પાસે વધુ શક્તિ અને વધુ ક્ષમતા સાથે મોટા ચેતાકોષો હોય છે અને તેમના સિનૅપ્ટિક જોડાણો વધુ તીવ્ર અને સ્થાયી હોય છે, એટલે મગજ મોટું હોય છે."
તેમણે એમ પણ બતાવ્યું, "તેમાં પ્રીફ્રન્ટલ કૉર્ટેક્સનો સમાવેશ થાય છે, જે માનવ મગજમાં નિર્ણય લેવા, તર્ક, યાદશક્તિ અને ધ્યાન માટે જવાબદાર હોય છે."
કેટલાક અભ્યાસો સૂચવે છે કે અસાધારણ બૌદ્ધિકક્ષમતાઓ ધરાવતા બાળકોની મગજની યાદશક્તિ સામાન્ય રીતે ઉછરતાં બાળકો કરતાં અલગ આકારની હોય છે.
અન્ય વિશ્લેષકો ભારપૂર્વક જણાવે છે કે પ્રતિભાશાળી બાળકોમાં વધુ સંકલિત અને બહુમુખી મસ્તિષ્ક પ્રણાલી હોય છે.
મેન્સા બ્રાઝીલના મનોવિજ્ઞાન નિરીક્ષક પ્રિસિલા ઝૈયા પણ નિર્દેશ કરે છે કે અસાધારણ પ્રતિભા એ કોઈ તબીબી સ્થિતિ નથી.
તેમણે કહ્યું, "તે ન્યુરોડેવલપમેન્ટલ ડિસઑર્ડર નથી, પરંતુ વ્યક્તિની કાર્યપ્રણાલી છે. આપણે અસાધારણ પ્રતિભાને સર્જનાત્મક અને મનોવૈજ્ઞાનિક પાસાંના રૂપે સમજીએ છીએ."














