અમેરિકામાં શટડાઉન લાગુ થઈ ગયું, હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, WHITE HOUSE
અમેરિકાની ફેડરલ સરકારમાં શટડાઉન શરૂ થઈ ગયું છે.
તેના કારણે હજારો સરકારી કર્મચારીઓને વગર પગારે રજા પર ઊતરી જવાની નોબત આવી છે.
શટડાઉનના કારણે સરકારનાં કેટલાય બિનજરૂરી કાર્યક્રમો અને સેવાઓ બંધ કરવી પડે તેવો ખતરો છે.
ચાલો જાણીએ કે અમેરિકન શટડાઉન શું છે, આ સ્થિતિ કેમ પેદા થાય છે અને ટ્રમ્પ સરકાર પર તેની કેવી અસર પડશે?

વાસ્તવમાં અમેરિકન સેનેટમાં સરકારના ખર્ચ અંગે સહમતિ સાધી શકાઈ નથી. તેથી તેને લગતું બિલ પસાર નથી થયું.
2018 પછી અમેરિકન સરકારનું આ પ્રથમ શટડાઉન છે. તેથી બિનઅનિવાર્ય કર્મચારીઓએ વગર પગારે રજા પર ઊતરી જવાની નોબત આવશે.
અમેરિકન સેનેટમાં સરકારને ફંડ ઉપલબ્ધ કરાવવાનો ડેમૉક્રેટ્સનો પ્રસ્તાવ નકારવામાં આવ્યો છે. મતદાન વખતે 47 વિરુદ્ધ 53 મતથી આ બિલ પસાર થઈ શક્યું નહીં.
આ પ્રસ્તાવમાં સરકારને શટડાઉનથી બચાવવાનો પ્રયાસ હતો. પરંતુ 100 સભ્યના સદનમાં તેને જોઈતા 60 વોટ ન મળી શક્યા. ત્યાર પછી રિપબ્લિકન ફંડિગ બિલ પણ 55-45થી રદ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર શટડાઉનનું કાઉન્ટડાઉન ક્લૉક લગાવવામાં આવ્યું. પેજ પર તેને 'ડેમૉક્રેટ શટડાઉન' જણાવીને લખવામાં આવ્યું કે, "લોકો ડેમૉક્રેટ્સ સાથે સહમત નથી."

અમેરિકન સરકારે દર વર્ષે બજેટ પસાર કરવું પડે છે. જો સેનેટ અને હાઉસ ફંડિંગ બિલ પર અસંમત થાય, તો સરકારી એજન્સીઓ પગાર મેળવી શકતી નથી.
પરિણામે "બિનઆવશ્યક" સેવાઓ અને ઑફિસો બંધ થઈ જાય છે. તેને જ શટડાઉન કહેવામાં આવે છે.


ઇમેજ સ્રોત, Reuters
વ્હાઇટ હાઉસના મૅનેજમેન્ટ અને બજેટ કાર્યાલયે એક જાહેરાતમાં પુષ્ટિ કરી કે મંગળવારે મધરાતથી સરકાર બંધ થઈ જશે. આ જાહેરાત પર નિર્દેશક રસેલ વૉટની સહી છે.
દરમિયાન, ડેમૉક્રેટ્સ અને રિપબ્લિકન આ શટડાઉન માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે.
રિપબ્લિકન કૉંગ્રેસ પર નિયંત્રણ ધરાવે છે, પરંતુ કોઈપણ ખર્ચના બિલ પસાર કરવા માટે સેનેટમાં તેમની પાસે 60 મતોનો અભાવ છે.
શટડાઉનની અસર વ્યાપક રહેશે. નૅશનલ પાર્ક બંધ થઈ ગયા છે, અને શ્રમ વિભાગ હેઠળ કાર્યરત બ્યૂરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સ પણ બંધ રહેશે.
આનો અર્થ એ થયો કે શુક્રવારે જે માસિક જૉબ રિપોર્ટ આવવાનો હતો, તે જાહેર કરવામાં આવશે નહીં. તાજેતરના મહિનાઓમાં ભરતીમાં ઘટાડાને કારણે આ રિપોર્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.
નિષ્ણાતો કહે છે કે રિપોર્ટ ન આવવાથી અમેરિકાના અર્થતંત્રનું ચિત્ર વધુ ધૂંધળું થશે અને પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી અનિશ્ચિતતામાં વધારો થશે.
તેનાથી હજારો ફેડરલ કર્મચારીઓને અસર થશે અને ઘણી એજન્સીઓ બંધ થઈ જશે. જોકે સેના, ઍર ટ્રાફિક કન્ટ્રોલ અને સામાજિક સુરક્ષા જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ શટડાઉનથી તમામ સરકારી કામગીરી બંધ નહીં થાય. સરહદ સુરક્ષા, હૉસ્પિટલમાં તબીબી સારસંભાળ, કાયદા અમલીકરણ અને ઍર ટ્રાફિક નિયંત્રણ જેવાં કાર્યો ચાલુ રહેશે.
સોશિયલ સિક્યૉરિટી અને મેડિકૅરના ચેક સરકાર તરફથી મોકલવામાં આવશે. પરંતુ વૅનિફિટ વેરિફિકેશન અને કાર્ડ ઇશ્યૂ કરવાનું કામ બંધ થઈ શકે છે.
સામાન્ય રીતે શટડાઉનમાં આવશ્યક કર્મચારી સામાન્ય રીતે કામ કરતા હોય છે.
કેટલાકને આ સમય દરમિયાન વેતન નથી મળતું, પરંતુ બિનઆવશ્યક સરકારી કર્મચારીઓને કામચલાઉ ધોરણે વગર વેતને રજા પર મોકલી દેવાય છે.
જોકે, આવા કર્મચારીઓને પાછલી તારીખથી તેમનું વેતન અપાઈ ગયું હતું.
એટલે કે ફૂડ આસિસ્ટન્સ પ્રોગ્રામ, ફેડરલ સરકાર દ્વારા ફંડ કરાતું પ્રી-સ્કૂલ, સ્ટુડન્ટ લોન આપવી, ફૂડ ઇન્સ્પેક્શન અને નૅશનલ પાર્કની કામગીરી વગેરે સેવાઓ ઘટી શકે અથવા બંધ થઈ શકે છે.
નિષ્ણાતોનો અંદાજ છે કે 2018ના અંતમાં થયેલાં શટડાઉન કરતાં આ વખતનું શટડાઉન મોટું હશે. 2018માં કૉંગ્રેસે કેટલાંક ફંડિંગ બિલ પાસ કર્યાં હતાં.
તેમનું અનુમાન છે કે ફેડરલ સરકારના લગભગ 40 ટકા એટલે કે આઠ લાખથી વધુ કર્મચારીને કામચલાઉ રજા પર મોકલી શકાય છે.

શટડાઉન કેટલો સમય ચાલે છે અને તેનો વ્યાપ કેટલો મોટો છે તેના આધારે નુકસાનનો અંદાજ કાઢી શકાશે.
ભૂતકાળમાં આવી વ્યવસ્થા કામચલાઉ રહી છે. દરેક સરકારની વિભાગને શટડાઉનના કારણે થયેલાં કામની નુકસાનની ભરપાઈ થોડા જ મહિનામાં કરવામાં આવી હતી.
નિષ્ણાતોનો અંદાજ છે કે આ વખતે શટડાઉનના કારણે દર અઠવાડિયે આર્થિક વૃદ્ધિમાં લગભગ 0.1 ટકાથી 0.2 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.
ટ્રમ્પે કેટલાક કર્મચારીઓને માત્ર રજા પર મોકલવાની જ નહીં, પરંતુ નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી પણ આપી છે.
આના કારણે અર્થતંત્રમાં વધારે ઉથલપાથલ પેદા થઈ રહી છે. અમેરિકન અર્થતંત્ર પહેલેથી ટેરિફ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવાં પરિવર્તનોનો સામનો કરે છે.

અમેરિકામાં છેલ્લાં 50 વર્ષમાં શટડાઉન બહુ સામાન્ય વાત થઈ ગઈ છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન આવું ત્રણ વખત બન્યું હતું, જેમાં ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન પણ સામેલ હતું, જે 36 દિવસ સુધી ચાલ્યું હતું. જાન્યુઆરી 2019માં આ શટડાઉન સમાપ્ત થયું હતું.
1980ના દાયકામાં રોનાલ્ડ રિગનના કાર્યકાળમાં આઠ વખત શટડાઉન થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












