You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હવે કઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે, ફરી ગરમી ક્યારે વધશે?
ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હજુ પણ અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર અનુભવી રહ્યા છે. મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પેદા થઈ છે જે સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ સ્થિત છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ અને કચ્છમાં વરસાદની તીવ્રતા જોવા મળી હતી. ભાવનગર જિલ્લાના મહુવામાં અતિભારે જ્યારે કે આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. સમગ્ર ગુજરાતમાં દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.
કઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 મેથી 9 મેની સવાર સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
9 મેની સવારથી 10 મે દરમિયાન પણ ઉપરોક્ત તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
સાતમી મેએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર 7 મેના દિવસે આણંદમાં 44.7 મીમી, ડાંગમાં 31.8 મીમી, અમદાવાદમાં 9.7 મીમી, નવસારીમાં 23.6 મીમી, અમરેલીમાં 30.1 મીમી, ભાવનગરમાં 25.2 મીમી વરસાદ પડ્યો હતો.
દરિયાકિનારે વરસાદનું કેવું જોર?
હવામાન ખાતાની જાહેરાત પ્રમાણે 10 મેથી 11 મે દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં બહુ ઓછી જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતમાં પવનની ઝડપ કેટલી રહેશે?
ગુજરાતમાં આજે સાબરકાંઠા, આણંદ, અરવલ્લી, મહીસાગર, ભરુચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની સાથે આ તમામ જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર, ભરુચ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની આગાહી છે.
ફરીથી ઉનાળાનો તાપ ક્યારે શરૂ થશે
શુક્રવારે અને શનિવારે ગુજરાતમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની આગાહી નથી. પરંતુ મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.
આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
12 મે પછી બહુ ઓછી જગ્યાઓ પર વરસાદ પડવાની શક્યતા છે અને હવામાન સૂકું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન