ભારતનું ઑપરેશન સિંદૂરઃ 10 તસવીરોમાં જુઓ ભારતે પાકિસ્તાનમાં જ્યાં હુમલા કર્યા ત્યાં કેવાં દૃશ્યો જોવા મળ્યાં?

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હવાઈ હુમલા કર્યા તેના કારણે ઇમારતોને ભારે નુકસાન થયું છે અને પાકિસ્તાન સરકારના કહેવા પ્રમાણે 31 લોકો પણ માર્યા ગયા છે અને 57 લોકો ઘાયલ થયા છે.

ભારતે કેટલી જગ્યાએ હુમલા કર્યા તેની સંખ્યા વિશે બંને દેશો અલગ અલગ દાવા કરે છે. ભારતના દાવા પ્રમાણે તેણે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કુલ નવ જગ્યાએ હુમલાઓ કર્યા જ્યારે કે પાકિસ્તાનના દાવા પ્રમાણે ભારતે કુલ છ જગ્યાએ હુમલાઓ કર્યા.

પાકિસ્તાનમાં હવાઈ હુમલા પછી ત્યાં કેવી હાલત છે તે આ 10 તસવીરોમાં જોઈ શકાય છે.

બીજી તરફ ભારતે કહ્યું કે પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં ભારતના ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે.

આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રને નામ સંબોધનમાં કહ્યું કે 'ભારતે આક્રમણ કરીને જે ભૂલ કરી છે તેનાં ગંભીર પરિણામ ભોગવવા પડશે.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન