You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GSEB ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, ઑનલાઇન રિઝલ્ટ ક્યાં જોઈ શકશો?
ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ (જીએસઈબી) દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે 8 મે, ગુરુવારે પરિણામ જાહેર કરાયું છે. જે 83.08 ટકા છે. મહેસાણા જિલ્લાના કાંસા અને ભાવનગર જિલ્લાના ભોળાદ કેન્દ્ર 99.11 ટકા પરિણામ સાથે રાજ્યમાં મોખરે છે.
આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જ્યારે કે વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.27 ટકા રહ્યું છે. ગત વર્ષ કરતાં આ વખતે 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે.
વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમનું પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પરિણામ જોવા માટે પોતાના સીટ નંબરની વિગત વેબસાઇટ પર એન્ટર કરવાની રહેશે.
27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 વચ્ચે જીએસઈબીની એસએસસીની પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં કુલ 989 સુપરવિઝન ઝોનમાં આ પરીક્ષા લેવામાં આવી હતી.
10 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2025 વચ્ચે વિજ્ઞાન જેવા વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ હતી. કુલ 7.06 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા હતા જેમાંથી 6.99 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
2024માં પણ 7.06 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર થયા હતા જેમાંથી 6.99 લાખે પરીક્ષા આપી હતી અને 5.77 લાખ વિદ્યાર્થીઓ તેમાં પાસ થયા હતા.
2024માં ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું એકંદર પરિણામ 82.56 ટકા આવ્યું હતું. ગયા વર્ષે છોકરીઓએ વધુ સારો દેખાવ કર્યો હતો અને 86.69 ટકા છોકરીઓ પરીક્ષામાં પાસ થઈ હતી જ્યારે 79 ટકા છોકરા પાસ થયા હતા.
આ વર્ષે પણ આવો જ ટ્રેન્ડ જળવાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોરણ 10નું રિઝલ્ટ કઈ રીતે જોવું?
GSEB SSCનું 2025નું પરિણામ જોવા માટે
સૌથી પહેલાં સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
એસએસસી રિઝલ્ટ 2025 પર ક્લિક કરો. આ લિંક latest Notification હેઠળ આપેલ છે.
લોગ-ઇન વિન્ડોમાં તમારો છ આંકડાનો સીટ નંબર દાખલ કરો
તમારી માર્કશીટ જોવા માટે સબમિટ કરો
માર્કશીટને ડાઉનલૉડ કરીને તેની પ્રિન્ટ કઢાવી લો.
તમારા સીટ નંબર 6357300971 પર વૉટ્સઍપ કરીને પણ તમે રિઝલ્ટ ચેક કરી શકો છો. આ પરિણામ પછી વિદ્યાર્થીઓ ધોરણ 11માં સાયન્સ, કૉમર્સ કે આર્ટ્સમાં પ્રવેશ લેવા માટે પ્રક્રિયા શરૂ કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન