થાઇલૅન્ડમાં સમલૈંગિક મુસ્લિમ હોવું એ કેટલો મોટો પડકાર છે?

ઇમેજ સ્રોત, Getty Images
થાઈલૅન્ડે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા તરફ ડગ માંડ્યા છે. તેના આ પગલાને ઐતિહાસિક પરિવર્તનની દૃષ્ટિએ જોવામાં આવી રહ્યું છે.
દેશભરના એલજીબીટીક્યૂ પ્લસ સમુદાયના લોકોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતાં બીબીસીને જણાવ્યું હતું હજી લાંબી મજલ કાપવાની બાકી છે.
દક્ષિણ થાઈલૅન્ડના યાલા શહેરની સમલૈંગિક વ્યક્તિ આલિફે બીબીસીને જણાવ્યું હતું કે, “હું આ બિલનું સમર્થન કરું છું, મારો પણ પરિવાર બની જશે. હવે હું બહાર નીકળીને કોઈ અન્ય જગ્યાએ રહેવા જઈશ.”
આલિફના સમલૈંગિક હોવાની જાણકારી તેમના પરિવારના નજીકના સભ્યોને છે, પરંતુ આલિફે તેમના સમલૈંગિક મિત્ર સાથે કોઈની મુલાકાત કરાવી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ એ વાતનો પણ સ્વીકાર કરે છે કે તેમની જાતીયતાને લઈને તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે એટલા માટે તેમણે તેમની સાચી ઓળખ જાહેર નહીં કરવાનો અનુરોધ કર્યો હતો.
25 વર્ષના આલિફ થાઈલૅન્ડના ચાર દક્ષિણી પ્રાંતમાંથી એકમાં રહે છે, જ્યાં મોટા ભાગની વસ્તી મુસ્લિમ છે.
થાઈલૅન્ડના દક્ષિણી વિસ્તારનું વ્યવસ્થાપન એક મુસ્લિમ નેતાના હવાલે છે. અહીંની મોટા ભાગની વસ્તી મલય મુસ્લિમોની છે. મલય મુસ્લિમો 20મી સદીની શરૂઆતથી થાઈલૅન્ડમાં સામેલ થયા હતા. થાઈલૅન્ડમાં અત્યારે બૌદ્ધ ધર્મના લોકોની સંખ્યા વધુ છે.
આલિફ અન્ય મુસલમાનની જેમ જ વ્યવહાર કરે છે, તેમની જેવો જ પહેરવેશ છે, તેમની જેમ જ વાત કરે છે, પરંતુ તેમને એવો ડર છે કે તેની જાતીયતાની લોકોને ખબર પડશે તો સમાજ તેની ઉપેક્ષા કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થાઈલૅન્ડના નીચલા ગૃહમાં હાલમાં જ સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું છે. હાલમાં આ બિલ સેનેટમાંથી પસાર થવાનું બાકી છે. આ સિવાય પણ શાહી પરિવારની અનુમતિ મળ્યા બાદ જ તે કાયદા તરીકે લાગુ થઈ શકશે.
થાઈલૅન્ડના મુસ્લિમોની દુવિધા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, એવું અનુમાન છે કે 2024ના અંત સુધીમાં આ બિલ કાયદાનું સ્વરૂપ લઈ લેશે. આમ થશે તો સમલૈંગિક લગ્નોને માન્યતા આપનારો થાઈલૅન્ડ દક્ષિણ-પૂર્વ એશિયાનો પહેલો દેશ બની જશે.
સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપનારી નીચલા ગૃહની સમિતિમાં સામેલ નૈયના સુપાપુંગે બીબીસીને જણાવ્યું હતું કે ભલે નવો કાયદો મુસ્લિમોને સમલૈંગિક લગ્નો કરવાની પરવાનગી આપશે, પરંતુ મને આવનારા દિવસો અંગે થોડી શંકા પણ છે.
તેઓ કહે છે, “કોઈ મુસલમાન ભાગ્યે જ ઇસ્લામી રિવાજો અનુસાર લગ્ન કરવાનું નહીં ઇચ્છે.”
આલિફને લાગતું નથી કે જે વિસ્તારમાં તેઓ રહે છે ત્યાંના લોકો સમલૈંગિક વિવાહને માન્યતા આપશે. તેઓ કહે છે, “મસ્જિદમાં જુમાની નમાજ પછી મેં લોકોને એલજીબીટીક્યૂ+ ના લોકોની સરખામણી જાનવરો સાથે કરતા સાંભળ્યા છે. આ પ્રકારના નફરતભર્યા શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.”
નવા કાયદા સાથે જોડાયેલા આ બિલને નીચલા ગૃહમાં 415માંથી 400 લોકોએ પસાર કર્યું હતું. આ બિલ અનુસાર લગ્ન એક પુરુષ અને એક મહિલા સિવાય બે વ્યક્તિઓ વચ્ચેની ભાગીદારી પણ છે. તેના કારણે એલજીબીટીક્યૂ+ યુગલોને પણ વિવાહનો અધિકાર મળી જશે. તેનાથી તેઓ વૈવાહિક કરમાં બચત પણ કરી શકશે. એ સિવાય તેઓ વારસામાં મળેલી સંપત્તિમાં પણ હકદાર બની શકશે. અક્ષમ પાર્ટનરો માટે મેડિકલ માટે સહમતિ આપવાનો અધિકાર પણ સમલૈંગિક પાર્ટનરોને મળી શકશે.
પ્રસ્તાવિત કાયદા હેઠળ પરિણીત સમલૈંગિક યુગલો પણ બાળકોને દત્તક લઈ શકે છે. જોકે, નીચલા ગૃહે "પિતા અને માતા" ના બદલે પૅરેન્ટ્સ શબ્દનો ઉપયોગ કરવા માટે સમિતિના સૂચનને સ્વીકાર્યું નથી.
થાઈલૅન્ડમાં પહેલેથી જ કાયદાઓ છે જે લૈંગિક ઓળખ અને લૈંગિક અભિગમ પર આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરે છે અને તેના કારણે તે એલજીબીટીક્યૂ+ સમુદાય માટે એશિયાના મિત્ર દેશોમાં ગણવામાં આવે છે.
પરંતુ સમલૈંગિક યુગલોના લગ્નને કાયદેસરની માન્યતા મળતા ઘણાં વર્ષો લાગ્યાં છે. વ્યાપક જાહેર સમર્થન હોવા છતાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા માટે અગાઉ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. ગત વર્ષના અંતમાં કરવામાં આવેલા સરકારી સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સર્વેમાં સામેલ 96.6% લોકો બિલની તરફેણમાં હતા.
સમાનતાની શરૂઆત પર...

નવા કાયદાના અમલીકરણ પછી, એલજીબીટીક્યૂ+ સમુદાય માટે શ્રેષ્ઠ દેશ તરીકે થાઈલૅન્ડની સ્થિતિ વધુ મજબૂત થશે.
સંસદના નીચલા ગૃહમાં આ બિલ રજૂ કરતી વખતે સમલૈંગિક લગ્ન પર સમિતિના અધ્યક્ષ દાનુફૉર્ન પુન્નકાંતાએ કહ્યું કે, “આ સમાનતાની શરૂઆત છે. આ દરેક સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તે ચોક્કસપણે સમાનતા તરફનું પ્રથમ પગલું છે. આ કાયદા દ્વારા અમે લોકોને તેમના અધિકારો પરત કરવા માંગીએ છીએ, અમે તેમને કોઈ નવા અધિકારો આપી રહ્યા નથી."
દક્ષિણ થાઈલૅન્ડના સૉંગક્લા શહેરમાં જન્મેલા 27 વર્ષીય મુસ્લિમ સમલૈંગિક પુરુષને ખાતરી નથી કે સૂચિત કાયદો આ વિસ્તારમાં ઘણો ફરક લાવશે.
આ વ્યક્તિ તેમની ઓળખ જાહેર કરવા માંગતી નથી, તેથી અમે તેમનું નામ બદલીને વેલ રાખ્યું છે. તેમણે બીબીસીને જણાવ્યું કે તેમની જાતીયતાના કારણે ઘણી વાર તેમનું અપમાન થાય છે.
વેલ અનુસાર તેમનો ઉછેર તેમના પિતરાઈ ભાઈઓ દ્વારા થયો હતો, જેઓ તેમને ઘણી વાર મેકઅપ કરીને છોકરીઓનાં કપડાં પહેરાવતા હતા, જે તેમનાં રૂઢિચુસ્ત મુસ્લિમ માતાપિતાને બિલકુલ પસંદ નહોતાં.
વેલના જણાવ્યા મુજબ તેમનાં માતાપિતાના મિત્રોનું વલણ પણ તેમના પ્રત્યે ભયાનક હતું.
જ્યારે તેઓ મોટા થઈ રહ્યા હતા ત્યારે લોકો તેમને તેમના સેક્સ્યુઅલ ઑરિએન્ટેશન વિશે પૂછતા રહેતા હતા.
વેલના મત પ્રમાણે કોઈને માત્ર એટલા માટે હેરાન ન કરવા જોઈએ કારણ કે તેઓ એલજીબીટીક્યૂ+ સમુદાયના છે. તેઓ પ્રસ્તાવિત કાયદાનું સ્વાગત કરે છે પરંતુ તેઓ કહે છે કે હું લગ્ન કરવા નથી માંગતો.
વેલ કહે છે કે તેમનાં માતાપિતા થાઈલૅન્ડના ઘણા મુસ્લિમોની જેમ સમલૈંગિકતાને નકારાત્મક દૃષ્ટિએ જુએ છે.
આવી પરિસ્થિતિમાં વેલ માટે તેમનાં માતાપિતાને સમલૈંગિક સાથે લગ્ન કરવા માટે સમજાવવું એ ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હશે.












