ટ્રાન્સજેન્ડર્સને રોજિંદા જીવનમાં કેવી કેવી તકલીફો પડે છે?

શું આ નેચરલ વાળ છે? શું આ લોકો ગ્રૂપમાં રહે છે? શું આ લોકો સાથે રાંધે છે? શું આ લોકો એકસાથે એક જગ્યાએ રહે છે? આ લોકો જે પૈસા કમાય છે એનું શું કરે છે? આ લોકો વૃદ્ધ થઈ જાય ત્યારે ક્યાં રહે છે?

જ્યારે પણ કોઈ વ્યક્તિ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિને જુએે ત્યારે આ પ્રશ્નો કરતા હોય છે.

લોકોના આ પ્રશ્નો અને ટ્રાન્સજેન્ડર લોકોને લઈને વિવિધ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે તેલંગણાના વરાંગલનાં સ્નેહાએ એક યૂટ્યૂબ ચેનલ બનાવી છે.

તેલંગણા સરકારે સ્નેહાને ટ્રાન્સજેન્ડર સમુદાયમાંથી આવતા શ્રેષ્ઠ ઇન્ફ્લ્યુએન્સરનો ઍવૉર્ડ આપી નવાજ્યા છે.

જાણો તેમણી કહાણી...

ટ્રાન્સજેન્ડર્સ
Redline
Redline