સરકારી નોકરીઓ મેળવવાની આટલી મોટી હરિફાઈ શા માટે છે? અને નોકરીઓ મળતી કેમ નથી?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો

27 વર્ષના ગગનદીપસિંહે છ વાર યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા આપી છે પરંતુ એકપણ વાર સફળતા નથી મળી.

ગગનદીપસિંહનો પરિવાર મૂળે પંજાબના જલંધરનો વતની છે. પણ 30 વર્ષ અગાઉ તેમના પિતાએ પોર્ટ બ્લેયરમાં વસવાનો નિર્ણય કર્યો. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા ગગનદીપ દિલ્હીમાં રહ્યા પરંતુ સફળ ના થયા અને તેમને મળેલી નિષ્ફળતાની નિરાશામાં તેઓ જ નહીં તેમનો પરિવાર પણ સપડાઈ ગયો.

છતાં ગગનદીપના દિવસનો મોટો ભાગ આજે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વીતે છે. તેઓ ક્યારેક ઑનલાઇન લૅક્ચર સાંભળે છે, ક્યારેક પુસ્તકોમાં ખોવાઈ જાય છે તો ક્યારેક નોટ્સ બનાવે છે. પોતાના ભવિષ્યને લઈને તેમને અનિશ્ચિતતાઓ સતાવે છે.

જીવનના આ પડાવ પર ગગનદીપ પૈસા માટે થઈને પોતાના પરિવાર પર આધારિત રહેવા નથી ઇચ્છતા.

ક્યારેક ક્યારેક તેમને પોર્ટ બ્લેયરની સરકારી કૉલેજમાં ઇતિહાસ વિષય ભણાવવા બોલાવવામાં આવે છે.

જેનાથી થોડો ઘણો ખર્ચો તો નીકળી જાય છે પંરતુ ગગનદીપ જાણે છે કે તેમનો પડાવ હજુ દૂર છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ભારત જેવી વધુ વસતી ધરાવતા દેશમાં એટલી સરકારી નોકરીઓ કદાચ જ ક્યારેક ઉપલબ્ધ હોય જેટલા તેના દાવેદારો છે. પરંતુ આ વાતની એક બીજી બાજુ પણ છે.

સરકારી પદો પર કેટલી જગ્યાઓ હજુ પણ ખાલી છે?

ગગનદીપસિંહ
ઇમેજ કૅપ્શન, દિલ્હીના મુખર્જીનગરમાં ગગનદીપસિંહ
  • સરકારી આંકડા પ્રમાણે માર્ચ 2022 સુધી સરકારના વિવિધ વિભાગોમાં 9,64,359 પદ ખાલી હતાં.
  • માર્ચ 2023 સુધી ધોરણ 1થી 8 સુધી ભણાવતા શિક્ષકોની 7,47,565 જગ્યાઓ ખાલી હતી.
  • જુલાઈ 2023 સુધી ભારતીય રેલવેમાં 2,50,965 જગ્યાઓ ખાલી હતી.
  • જાન્યુઆરી 2023 સુધી સૅન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસમાં 84,866 પોસ્ટ ખાલી હતી.

સમય સાથે સાથે આંકડાઓ તો બદલતા રહે છે પરંતુ તેમની કહાણી એક જ રહે છે.

સરકારી ક્ષેત્રની લાખો નોકરીઓ વર્ષો સુધી ખાલી રહે છે. સતત નિષ્ફળ થયા બાદ પણ ગગનદીપના મગજમાં સરકારી નોકરીનું સપનું અકબંધ છે અને પોતાનું નસીબ અજમાવવા માટે ગગનદીપે ફરી એકવાર દિલ્હી જવાનો નિર્ણય લીધો. તેમને લાગે છે કે મુખરજીનગરની આ શેરીઓમાંથી પસાર થઈને જ તેઓ પોતાના મુકામ સુધી પહોંચી શકશે.

પરીક્ષા આપનારાઓમાંથી કેટલા લોકો મેળવી શકે છે સરકારી નોકરી?

ગગનદીપ

ઇમેજ સ્રોત, Sandeep Yadav

ઇમેજ કૅપ્શન, ગગનદીપ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંસદમાં આપેલી જાણકારી મુજબ વર્ષ 2014થી 2022 વચ્ચે લગભગ 22 કરોડ લોકોએ કેન્દ્રીય સરકારી નોકરીઓ માટે આવેદન કર્યું. આ જ સમયમાં જે લોકો સરકારી નોકરીએ લાગ્યા તેમની સંખ્યા માત્ર 7.22 લાખ હતી. મતલબ કે કુલ આવેદકોમાં જે લોકોને સરકારી નોકરી મળી તેમની સંખ્યા 0.32 ટકા એટલે એક ટકો પણ નહોતી.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે રોજગાર મેળા અંતર્ગત ખાલી પડેલી જગ્યાઓને મિશન મોડમાં ભરવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે ઑક્ટોબર 2022થી નવેમ્બર 2023 વચ્ચે દેશભરમાં આયોજિત 11 રોજગાર મેળાઓમાં સાત લાખથી પણ વધુ લોકોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા.

એક ખુશહાલ જિંદગીના સપનાં સાથે હજારો યુવકો દરરોજ આ ભીડનો ભાગ બને છે. પરંતુ સફળતા ગણ્યા ગાઠ્યા લોકોને જ મળે છે.

આવી રીતે પોતાના સપનાંનો પીછો કરતાં કરતાં ક્યારે આમાંના વધુ પડતા લોકો આ ભીડમાં ગુમ થઈ જાય છે તેની ખબર જ નથી પડતી.

સમવીરસિંહ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં એક કૉલેજમાં ઍડહૉક બેઝ પર ફિલસૂફી ભણાવતા હતા. આઠ વર્ષ સુધી આવી રીતે કામ કરતા સમવીરસિંહની નોકરી અચાનક જતી રહી. આ આઘાત તેઓ સહન ના કરી શક્યા અને તેમણે આત્મહત્યા કરી લીધી.

તો સરકારી નોકરીઓ પાછળની આ આંધળી દોડ કેમ યુવાનોને આકર્ષે છે? આખરે સરકારી નોકરીમાં એવું શું છે કે લોકો હાલના સમયમાં પણ સરકારી નોકરી મેળવવા આતુર હોય છે?

આ તમામ બાબતો વિશે વધુ વિગતો જાણો આ વીડિયો અહેવાલમાં.

બીબીસી
બીબીસી