અરુણ ગવળી : દગડી ચાલના ડૉન અને હત્યાની એ કહાણી જેણે આખા મુંબઈને હચમચાવી નાખ્યું

કમલાકર જામસાંડેકર, કોમલ જામસાંડેકર, અરુણ ગવળી, મુંબઈ, મુંબઈ અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહીમ, મુંબઈનો હત્યાકાંડ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્રનો ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, અરુણ ગવળીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરુણ ગવળી અંડરવર્લ્ડમાં ચર્ચાસ્પદ નામ રહ્યું છે

કોઈ ધારાસભ્યને આજીવન જેલની સજા થાય એ બહુ દુર્લભ ઘટના ગણાય પણ આવી દુર્લભ ઘટના ઘટી હતી મહારાષ્ટ્રમાં. એક નેતાની હત્યા કરવા બદલ ધારાસભ્યને આ સજા ફટકારાઈ હતી. આ ધારાસભ્ય એટલે અંડરવર્લ્ડ ડૉન અરુણ ગવળી અને જે નેતાની હત્યા થઈ એ હતા શિવસેના કૉર્પોરેટર કમલાકર જામસાંડેકર.

મુંબઈ-મહારાષ્ટ્ર સહિતના આખા ભારતમાં અંડરવર્લ્ડમાં પોતાનાં 'કારનામાં'થી અરુણ ગવળી કુખ્યાત છે.

જે સમયે મુંબઈ અંડરવર્લ્ડમાં ડૉન દાઉદ ઇબ્રાહીમનો દબદબો હતો, એ સમયે અરુણ ગવળીનો દગડી ચાલમાં પડ્યો બોલ ઝીલાતો હતો.

દાઉદે ભારતમાંથી ભાગવાનું પસંદ કર્યું અને ગળવીએ દેશમાં જ રહેવાનું. પણ રાજકીય હત્યા થઈ અને એ હત્યાકેસમાં પોલીસે ગળવીની ધરપકડ કરી.

શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે 17 વર્ષ બાદ અરુણ ગવળીના જામીન મંજૂર કર્યા છે ત્યારે આ સમગ્ર કેસ શું હતો તે જાણીએ.

હત્યા ક્યારે અને કેવી રીતે થઈ?

કમલાકર જામસાંડેકર, કોમલ જામસાંડેકર, અરુણ ગવળી, મુંબઈ, મુંબઈ અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહીમ, મુંબઈનો હત્યાકાંડ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્રનો ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, અરુણ ગવળીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Facebook/Komal Kamlakar Jamsandekar

ઇમેજ કૅપ્શન, કમલાકર જામસાંડેકર એમનાં પત્ની કોમલ જામસાંડેકર સાથે

2 માર્ચ, 2007ની વાત છે. સાંજના પોણા છ કલાકનો સમય હતો. મુંબઈના ઘાટકોપરસ્થિત મોહિલી ગામમાં શિવસેના કૉર્પોરેટર કમલાકર જામસાંડેકર આખો દિવસનું કામકાજ પતાવીને ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા.

તેઓ અસલ્ફા ગામની 'રૂમાની મંજિલ' આવેલી એક ચાલમાં રહેતા હતા.

એ સમયે મુંબઈ નગરનિગમચૂંટણીમાં કમલાકર જામસાંડેકરે અરુણ ગવળીની અખિલ ભારતીય સેનાના ઉમેદવાર અજિત રાણેને માત્ર 367 વોટથી હરાવ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જામસાંડેકરે કૉર્પોરેટર તરીકેની કામગીરીનો આરંભ કર્યાને થોડો સમય થયો હતો.

કમલાકર જામસાંડેકરનાં પત્ની કોમલ કોઈ કામે ઘરની બહાર ગયાં હતાં. ઘરમાં પુત્ર, પુત્રી અને ભત્રીજી હતાં.

જામસાંડેકરની ભત્રીજી મનાલી હીરે રસોઈ બનાવી રહ્યાં હતાં અને અને પુત્રી સાયલી સ્કૂલ બૅગ પૅક કરી રહી હતી.

ચાલના વિસ્તારને કારણે ઘરની બહાર લોકોની અવર-જવર રહેતી હતી. એવામાં ઘરની બહાર ભીડમાં બે મોટરસાયકલ આવી અને ચાર લોકો ઊતર્યા.

એમાંથી એક જામસાંડેકરના ઘરની તરફ આગળ વધ્યો અને ઘરમાં ઘુસી ગયો. ઘરમાં ઘુસતાં જ પોતાની પિસ્તોલથી જામસાંડેકર પર તાબડતોડ ગોળીઓ ચલાવી.

આ ગોળીઓ ખૂબ નજીકથી, પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ચલાવાઈ હતી.

ગોળીનો અવાજ સાંભળીને રસોઈ કામ કરી રહેલી એમની ભત્રીજી દોડીને બહાર આવી.

એમણે કમલાકરને લોહીમાં લથપથ પડેલા જોયા. એણે મદદ માટે બૂમો પાડી. કોઈએ પોલીસને સુચના આપી અને તુરંત પોલીસ આવી પહોંચી.

જોકે પોલીસ પહોંચે એ પહેલાં ચારેય આરોપી કે જેણે સાંજના સમયનો ફાયદો ઉઠાવીને જામસાંડેકર પર ગોળીઓ ચલાવી હતી એ ભાગી ગયા.

લોહીથી લથપથ અને બેહોશ પડેલા કમલાકરને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો એમનું મૃત્યુ થઈ ગયું હતું અને ડૉકટરોએ એમને મૃત ઘોષિત કર્યા.

કમલાકર જામસાંડેકર શિવસેના કૉર્પોરેટર હતા. એક રાજકીય હસ્તીની આ રીતે ધોળા દહાડે થયેલી હત્યાએ આખા મુંબઈને હચમચાવી નાખ્યું.

આ પછી હત્યાકાંડની તપાસ શરૂ થઈ. પુરાવાના નામે પોલીસને જે કંઈ મળ્યું એ ચોંકાવનારું હતું. આ હત્યાકાંડના તાર અંડરવર્લ્ડ ડૉન અરુણ ગવળી સુધી જોડાતા હતા.

બંદૂકનો ટુકડો મળી આવ્યો...

કમલાકર જામસાંડેકર, કોમલ જામસાંડેકર, અરુણ ગવળી, મુંબઈ, મુંબઈ અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહીમ, મુંબઈનો હત્યાકાંડ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્રનો ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, અરુણ ગવળીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કમલાકર જામસાંડેકરનાં ભત્રીજી મનાલીએ કાકાની હત્યા અંગે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર મોતીરામ કાસરની આગેવાનીમાં ઘટનાસ્થળે પંચનામું કરવામાં આવ્યું હતું.

આ સમયે, પોલીસે ઘટનાસ્થળના ફોટા પાડ્યા. એમને બંદૂક ટુકડો (બટ્ટ) પણ મળ્યો..

એ પછી તજવીજ આગળ વધી અને પોલીસે પ્રતાપ ગોડસે, અજિત રાણે, પ્રકાશ સાવલા, સુભાષ ઉપાધ્યાય, પંકજ કોઠારી, મહમદ સૈફ મોહિદ્દીન ફારૂકી અને બદરેઆલમ બદરુદ્દીન ફારૂકીની ધરપકડ કરી.

કમલાકરના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ગોળીઓ તેમના માથામાં ઘૂસી ગઈ હતી.

ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું કે તે બંદૂક 12 બોરની દેશી બનાવટની હૅન્ડગન હતી.

તપાસ બાદ, પોલીસે મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને છ લોકોનાં નામ આરોપી તરીકે રજૂ કર્યા.

ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી પોલીસે તપાસ કરી, પરંતુ કોઈ કડી મળી નહીં કે જે હત્યાકાંડના સૂત્રધાર સુધી પહોંચાડી શકે.

બંદૂકનું તુટેલું ટ્રીગર

મુંબઈ પોલીસને કમલાકર જામસાંડેકર હત્યા મામલે પહેલી કડી એક વર્ષ બાદ એટલે કે 2008માં મળી.

26 એપ્રિલ, 2008ના રોજ પોલીસ ઇન્સપેક્ટર સાંડભોરને સૂચના મળી કે કેટલાક લોકો કાલબાદેવીમાં એક ઝવેરીની દુકાનને લૂંટવાની વેતરણમાં છે.

આ પછી પોલીસે જાળ બિછાવી અને 26 એપ્રિલ, 2008ના રોજ ગોવિંદરામ હોટલ પરથી વિજયગીરી, અશોકકુમાર જયસ્વાલ, નરેન્દ્રગીરી અને અનિલગીરીની ધરપકડ કરી.

ધરપકડ કરાયેલા લોકોની તપાસ દરમિયાન એમની પાસેથી એક બંદૂક મળી. બંદૂકનું ટ્રીગર તૂટેલું હતું. ધરપકડ કરાયેલા લોકોમાં વિજયગીરી, અશોકકુમાર જયસ્વાલ, નરેન્દ્રગીરી જામસાંડેકર પર ગોળીઓ ચલાવવામાં સામેલ હતા.

કમલાકર જામસાંડેકર, કોમલ જામસાંડેકર, અરુણ ગવળી, મુંબઈ, મુંબઈ અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહીમ, મુંબઈનો હત્યાકાંડ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્રનો ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, અરુણ ગવળીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બાદમાં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીઓએ જપ્ત કરાયેલી પિસ્તોલનો હત્યા માટે ઉપયોગ કર્યાની કબૂલાત કરી હતી.

તેમણે એવી પણ માહિતી આપી હતી કે તેમણે ગુનાના સ્થળે તૂટેલું ટ્રિગર ફેંક્યું હતું.

જે બાદ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલા પુરાવાઓની તાત્કાલિક તપાસ કરી. તેમને તૂટેલું ટ્રિગર મળ્યું અને કમલાકર જામસાંડેકર હત્યાની તપાસમાં વેગ મળ્યો.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પાસે મજબૂત પુરાવા હતા કે એ જ આરોપીએ જામસાંડેકરની હત્યા કરી હતી.

વિજયગીરીએ સેશન્સ કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી છે કે કમલાકર જામસાંડેકરને એક ગ્રામીણ વ્યક્તિએ ગોળી મારી હતી, ક્રાઈમ બ્રાન્ચે સેશન્સ કોર્ટને આ વાત જણાવી હતી.

તત્કાલીન તપાસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમને ગોળીબાર કરનારાઓ સંદિગ્ધ મળી ગયા છે.

અરુણ ગવળીનું નામ કેવી રીતે ખૂલ્યું?

પોલીસે કમલાકર જામસાંડેકર પર ગોળીબાર કરનારાઓને પકડી લીધા પણ હત્યાનો આદેશ કોણે આપ્યો એનો ભેદ ઉકેલાયો નહોતો.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં બે નવાં નામ બહાર આવ્યાં, જેમ કે પ્રતાપ ગોડસે અને અજિત રાણે.

ગોડસે અરુણ ગવળીના રાજકીય પક્ષ, 'અખિલ ભારતીય સેના'નો કાર્યકર હતો, જ્યારે રાણે પક્ષમાં નેતા હતો.

2007ની મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી રાણેએ કમલાકર જામસાંડેકર સામે લડી હતી. આ ચૂંટણીમાં, જામસાંડેકરે અજિત રાણેને માત્ર 367 મતોથી હરાવ્યા હતા.

આ પછી, પોલીસે ગોડસેની ધરપકડ કરી અને બાદમાં એવું બહાર આવ્યું કે સદાશિવ સુર્વે અને સાહેબરાવ ભીંટાડેએ હત્યા માટે 30 લાખ રૂપિયા આપ્યા હતા.

સુર્વેનું કન્સ્ટ્રક્શનનું કામ હતું જ્યારે ભીંટાડે જામસાંડેકરનાપૂર્વ ભાગીદાર.

કમલાકર જામસાંડેકર, કોમલ જામસાંડેકર, અરુણ ગવળી, મુંબઈ, મુંબઈ અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહીમ, મુંબઈનો હત્યાકાંડ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્રનો ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, અરુણ ગવળીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Facebook/Komal Kamlakar Jamsandekar

ઇમેજ કૅપ્શન, કમલાકર સાંડેકર અને કોમલ સાંડેકર

પોલીસે કમલાકર જામસાંડેકર પર ગોળીબાર કરનારાઓને પકડી લીધા પણ હત્યાનો આદેશ કોણે આપ્યો એનો ભેદ ઉકેલાયો નહોતો.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં બે નવાં નામ બહાર આવ્યાં, જેમ કે પ્રતાપ ગોડસે અને અજિત રાણે.

ગોડસે અરુણ ગવળીના રાજકીય પક્ષ, 'અખિલ ભારતીય સેના'નો કાર્યકર હતો, જ્યારે રાણે પક્ષમાં નેતા હતો.

2007ની મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી રાણેએ કમલાકર જામસાંડેકર સામે લડી હતી. આ ચૂંટણીમાં, જામસાંડેકરે અજિત રાણેને માત્ર 367 મતોથી હરાવ્યા હતા.

આ પછી, પોલીસે ગોડસેની ધરપકડ કરી અને બાદમાં એવું બહાર આવ્યું કે સદાશિવ સુર્વે અને સાહેબરાવ ભીંટાડેએ હત્યા માટે 30 લાખ રૂપિયા આપ્યા હતા.

સુર્વેનું કન્સ્ટ્રક્શનનું કામ હતું જ્યારે ભીંટાડે જામસાંડેકરનાપૂર્વ ભાગીદાર.

અરુણ ગવળીની ચોક્કસ ભૂમિકા શું હતી?

કમલાકર જામસાંડેકર, કોમલ જામસાંડેકર, અરુણ ગવળી, મુંબઈ, મુંબઈ અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહીમ, મુંબઈનો હત્યાકાંડ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્રનો ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, અરુણ ગવળીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરુણ ગવળી

પોલીસે કમલાકર જામસાંડેકર પર ગોળીબાર કરનારાઓને પકડી લીધા પણ હત્યાનો આદેશ કોણે આપ્યો એનો ભેદ ઉકેલાયો નહોતો.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં બે નવાં નામ બહાર આવ્યાં, જેમ કે પ્રતાપ ગોડસે અને અજિત રાણે.

ગોડસે અરુણ ગવળીના રાજકીય પક્ષ, 'અખિલ ભારતીય સેના'નો કાર્યકર હતો, જ્યારે રાણે પક્ષમાં નેતા હતો.

2007ની મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી રાણેએ કમલાકર જામસાંડેકર સામે લડી હતી. આ ચૂંટણીમાં, જામસાંડેકરે અજિત રાણેને માત્ર 367 મતોથી હરાવ્યા હતા.

આ પછી, પોલીસે ગોડસેની ધરપકડ કરી અને બાદમાં એવું બહાર આવ્યું કે સદાશિવ સુર્વે અને સાહેબરાવ ભીંટાડેએ હત્યા માટે 30 લાખ રૂપિયા આપ્યા હતા.

સુર્વેનું કન્સ્ટ્રક્શનનું કામ હતું જ્યારે ભીંટાડે જામસાંડેકરનાપૂર્વ ભાગીદાર.

પ્રતાપ ગોડસે જામસાંડેકરને મારવા માટે શૂટરો લાવ્યો હતો. પરંતુ હત્યાનો અંતિમ આદેશ ગવળીએ આપ્યો હતો.

તેથી, ક્રાઇમ બ્રાન્ચની ટીમે 21 મે, 2008 ના રોજ દગડી ચાલથી ગવળીની ધરપકડ કરી.

એ સમયે, ગવળી મુંબઈના ભાયખલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. બાદમાં સદાશિવ સુર્વે અને ભીંટાડેની પણ ધરપકડ કરવામાં આવી.

27 જુલાઈ, 2008ના રોજ, મુંબઈ પોલીસે બધા આરોપીઓ પર MCOCA એટલે કે મહારાષ્ટ્ર ઑર્ગેનાઇઝ્ડ ક્રાઈમ કંટ્રોલ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.

સેશન્સ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન ગવળીના વકીલોએ દાવો કર્યો હતો કે તેમના પરના આરોપો ખોટા છે.

જોકે, ગવળીને નિર્દોષ સાબિત કરવામાં વકીલો નિષ્ફળ ગયા અને આ બહુચર્ચિત કેસમાં અરુણ ગવળી અને અન્ય 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા.

ગવળીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

મુંબઈ સેશન્સ કોર્ટે કમલાકર જામસાંડેકર હત્યા કેસમાં અરુણ ગવળી અને અન્ય 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.

જ્યારે પુરાવાના અભાવે ત્રણ આરોપીઓ- સુરેશ પંચાલ, દિનેશ નારકર અને ગણેશ સાલ્વીને નિર્દોષ જાહેર કર્યા હતા.

કમલાકર જામસાંડેકર, કોમલ જામસાંડેકર, અરુણ ગવળી, મુંબઈ, મુંબઈ અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહીમ, મુંબઈનો હત્યાકાંડ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્રનો ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, અરુણ ગવળીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, CRISPY BOLLYWOOD

ઇમેજ કૅપ્શન, અરુણ ગવળીને 17 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે

આ કેસમાં, સરકારી વકીલ રાજા ઠાકરેએ આ કેસ રેરેસ્ટ ઑફ ધ રેર હોવાનું જણાવીને દોષિતોને મૃત્યુદંડની માગણી કરી હતી.

જોકે, કોર્ટે સરકારના દાવાને ફગાવી દીધો હતો. કોર્ટે સમજાવ્યું હતું કે આ કેસ સંગઠિત ગુનાનો ભાગ છે, અને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.

ગવળીએ સેશન્સ કોર્ટની સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે પણ ગવળી અને અન્ય આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત્ રાખી હતી.

આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક સદાશિવ સુર્વેનું 2012માં જેલમાં અવસાન થયું હતું. આખરે 17 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે 76 વર્ષીય અરુણ ગવળીના જામીન મંજૂર કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન