માત્ર સાત મિનિટમાં મ્યુઝિયમમાંથી ફિલ્મી ઢબે કરોડો રૂપિયાનાં ઘરેણાં કોણ ચોરી ગયું?

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Louvre Museum

ઇમેજ કૅપ્શન, મહારાણી મેરી-અમેલિના હીરાજડિત મુગટની પણ ચોરી થઈ છે
    • લેેખક, ઇયાન એકમેન અને રશેલ હેગન
    • પદ, બીબીસી ન્યૂઝ

ફ્રાન્સની રાજધાની પેરિસમાં રવિવારે સવારે ચોરીની એક ઘટના બન્યા પછી વિશ્વવિખ્યાત લૂવ્ર મ્યુઝિયમને કામચલાઉ ધોરણે બંધ કરવું પડ્યું છે. પોલીસ આ આશ્ચર્યજનક ચોરીની તપાસ કરી રહી છે.

આ ઘટનામાં ચોર ટોળકીએ ફ્રાન્સના શાહી પરિવારના અત્યંત કિંમતી ઘરેણાં ચોરી લીધાં છે. તેઓ 19મી સદીના આઠ અત્યંત મોંઘાં ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા.

રોજના 30 હજાર મુલાકાતીઓ આવે છે તેવા મ્યુઝિયમમાં ધોળા દિવસે બનેલી ચોરીની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. ચોરોએ પાવર ટૂલ્સનો ઉપયોગ કર્યો અને દુનિયાના સૌથી લોકપ્રિય મ્યુઝિયમમાંથી ચોરી કરીને સ્કૂટર પર ફરાર થઈ ગયા.

સ્થાનિક સમય પ્રમાણે આ ઘટના રવિવારે સવારે 9.30થી 9.40 વાગ્યાની વચ્ચે બની હતી. આ વખતે મ્યુઝિયમમાં વિઝિટર્સનો પ્રવેશ શરૂ થયો હતો.

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૂવ્રમાં ચોરીની ઘટના પછી મ્યુઝિયમમાં તપાસ કરતા અધિકારીઓ

અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર ચોર હાઇડ્રોલિક લિફ્ટવાળો ટ્રક લઈને આવ્યા હતા અને સીન નદી નજીક આવેલા મ્યુઝિયમની બાલ્કનીમાંથી ગેલરી ઑફ એપોલો સુધી પહોંચ્યા હતા.

ઘટનાસ્થળની તસવીરોમાં જોઈ શકાય છે કે એક વાહન પર નિસરણી હતી જે પહેલા માળની બારી સુધી પહોંચતી હતી.

બે ચોર બૅટરીથી ચાલતા ડિસ્ક કટરની મદદથી કાચ કાપીને મ્યુઝિયમમાં ઘૂસ્યા હતા.

તેમણે સુરક્ષા કર્મચારીઓને ધમકી આપી. ત્યાર પછી ગાર્ડ્સે ઇમારત ખાલી કરાવી હતી. અંતમાં ચોર ટોળકીએ કાચના શોકેસ તોડીને તેમાંથી ઘરેણાં ઉઠાવી લીધા હતા.

સૌથી મોટા મ્યુઝિયમમાં કઈ કઈ ચીજો ચોરાઈ?

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Louvre Museum

ઇમેજ કૅપ્શન, મહારાણી યૂજીનનો આ મુગટ ઘટનાસ્થળ નજીકથી મળ્યો હતો. ચોરના હાથે તે પડી ગયો હોવાનું માનવામાં આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ચોરોએ આઠ અમૂલ્ય ઘરેણાં ચોરી લીધા હતા. તેમાં શાહી પરિવારના મુગટ, નેકલેસ, કાનની વાળી અને બ્રોચ સામેલ છે.

આ બધાં ઘરેણાં 19મી સદીમાં બનેલાં હતાં અને ફ્રાન્સના શાહી પરિવાર અથવા સામ્રાજ્યની મિલકત રહ્યાં છે.

ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રાલયે કેટલીક અમૂલ્ય ચીજોની ચોરીની પુષ્ટિ કરી છે.

જે ઘરેણાં ચોરાયાં છે તેમાં સામેલ છેઃ

નેપોલિયન તૃતીયનાં પત્ની મહારાણી યૂજિનીનો તાજ અને બ્રોચ

મહારાણી મેરી લુઇસનો એમેરાલ્ડ (પન્ના)નો હાર અને એમેરાલ્ડની વાળી

મહારાણી મેરી-અમેલી અને મહારાણી હૉર્તેસના નીલમ સેટનો તાજ, હાર અને એક વાળી

એક રિલિક્વેરી બ્રોચ

આ તમામ ઘરેણાંની ખાસ વાત એ છે કે તેમાં હજારો હીરા અને બીજાં કિંમતી રત્ન જડેલાં છે.

ચોરીની આ ઘટના પછી બે બહુમૂલ્ય ચીજો ઘટનાસ્થળ નજીકથી મળી આવી છે. તેમાં મહારાણી યૂજિનીનો મુગટ સામેલ છે. ચોર ભાગતા હશે ત્યારે આ મુગટ પડી ગયો હોવાની શક્યતા છે.

હાલમાં અધિકારીઓ આ ચીજોની તપાસ કરે છે અને તે સુરક્ષિત છે કે નહીં તે જુએ છે.

ગૃહમંત્રી ન્યુનેઝે આ ઘરેણાંને 'બહુમૂલ્ય' અને 'મહત્ત્વના સાંસ્કૃતિક વારસા' સમાન ગણાવ્યા હતા.

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Louvre Museum

ઇમેજ કૅપ્શન, મહારાણી મેરી લુઇઝનો પન્નાનો બનેલો હાર ચોરાયેલી ચીજોમાં સામેલ છે

સાત મિનિટમાં ઘરેણાં ચોરાયાં

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Louvre Museum

ઇમેજ કૅપ્શન, નેપોલિયન તૃતીયનાં પત્ની મહારાણી યૂજીનનો તાજ પણ ચોરાઈ ગયો છે

ચોરીની આ ઘટના વખતે મ્યુઝિયમનું અલાર્મ વાગી ગયું હતું. કર્મચારીઓએ પ્રોટોકૉલ મુજબ સુરક્ષાદળોને બોલાવ્યા અને બધા વિઝિટરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

સંસ્કૃતિ મંત્રાલય પ્રમાણે ચોરોએ પોતાની ગાડીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મ્યુઝિયમના એક કર્મચારીએ તેને રોકી લીધા.

સંસ્કૃતિ બાબતોના મંત્રી રાશિદા દાતીએ ફ્રાન્સની ચૅનલ ટીએફ-1ને જણાવ્યું કે "સીસીટીવી ફૂટેજમાં નકાબધારી ચોર 'શાંતિથી' મ્યુઝિયમમાં પ્રવેશતા અને શોકેસ તોડતા નજરે પડે છે."

તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. આખી ઘટનાને "કોઈ પણ હિંસા વગર અત્યંત પ્રોફેશનલ રીતે" પાર પાડવામાં આવી.

મંત્રીએ જણાવ્યું કે ચોર 'અનુભવી' લાગતા હતા. તેઓ પહેલેથી નક્કી યોજના પ્રમાણે બે સ્કૂટર પર ભાગી છૂટ્યા.

તપાસકર્તા હાલમાં ચાર શંકાસ્પદ લોકોની શોધમાં છે અને ભાગવાના તમામ રસ્તા પરના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરે છે.

ગૃહમંત્રી લૉરેન્ટ ન્યુનેઝે જણાવ્યું કે આખું ઑપરેશન 'અત્યંત ઝડપ'થી પાર પાડવામાં આવ્યું. માત્ર સાત મિનિટની અંદર ચોરી થઈ ગઈ.

નજરે જોનારી એક વ્યક્તિએ કહ્યું કે જ્યારે મ્યુઝિયમને ખાલી કરાવવામાં આવ્યું, ત્યારે ત્યાં 'સંપૂર્ણ રીતે અફરાતફર'નો માહોલ હતો. ત્યાર પછી મ્યુઝિયમના ઍન્ટ્રી ગેટને મેટલની જાળીથી બંધ કરવામાં આવ્યું હતું.

લૂવ્રમાં ચોરી કેટલી સામાન્ય વાત છે?

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોરી માટે મ્યુઝિયમના ઉપરના માળ સુધી પહોંચાય તેવી એક નિસરણીનો ઉપયોગ કરાયો હતો

લૂવ્ર મ્યુઝિયમમાં ચોરીની સૌથી ચર્ચાસ્પદ ઘટના 1911માં બની હતી. તે વખતે લિયોનાર્દો દ વિન્ચીના વિશ્વવિખ્યાત પૅઇન્ટિંગ 'મોનાલીસા'ની ચોરી થઈ હતી.

તે સમયે આ પૅઇન્ટિંગ બહુ લોકપ્રિય ન હતું. બે વર્ષ પછી પૅઇન્ટિંગ પાછું મળી આવ્યું હતું.

તે વખતે પોલીસે કવિ ગિલૉમ અપોલિનેર અને ચિત્રકાર પાબ્લો પિકાસોની પણ પૂછપરછ કરી હતી.

પરંતુ અસલી ગુનેગાર એક ઇટાલિયન નાગરિક હતો, જે 'રાષ્ટ્રીય ગૌરવ' ખાતર આ પૅઇન્ટિંગ ઇટાલી પાછો લાવવા માગતો હતો. તેને લાગતું હતું કે આ ચિત્રની માલિકી ઇટાલીની છે.

હવે મોનાલિસાને ચુસ્ત સુરક્ષા વચ્ચે એક કાચના કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત 1983માં 16મી સદીના કેટલાક બખ્તર (આર્મર) ચોરાઈ ગયા હતા, જે 2011માં પાછા મળી ગયા.

1998માં 19મી સદીના ચિત્રકાર કેમિલ કોરોનું એક પૅઇન્ટિંગ 'ધ સેવ્ર રોડ' ચોરાઈ ગયું હતું. આ ચિત્ર દીવાલ પરથી ઉતારી લેવાયું અને કોઈનું ધ્યાન પણ ગયું ન હતું.

આ ઘટના પછી સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી આ પૅઇન્ટિંગ મળ્યું નથી.

ફ્રાન્સના મ્યુઝિયમમાં ચોરીની ઘટનાઓ

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સ સરકારે 'સંગઠિત ચોરી'ની શંકાના આધારે તપાસ શરૂ થઈ હોવાનું જણાવ્યું છે

મ્યુઝિયમમાંથી ચોરીની ઘટનાઓ જવલ્લે જ બને છે, કારણ કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા બહુ સખત હોય છે. આમ છતાં કેટલીક વખત મ્યુઝિયમમાંથી ચોરીની ઘટનાઓ બનતી રહે છે.

ફ્રાન્સના મ્યુઝિયમોમાં તાજેતરમાં ચોરીની ઘટનાઓ ઘણી વાર બની છે.

ગયા મહિને લિમોજના એડ્રિયન ડુબૂશે મ્યુઝિયમમાંથી 9.5 મિલિયન યુરોની ચાઇનીઝ માટીની કલાકૃતિઓ ચોરાઈ હતી.

નવેમ્બર 2024માં પેરિસના કૉન્યાક-જે મ્યુઝિયમમાંથી સાત ઐતિહાસિક ચીજો ચોરાઈ હતી. જોકે, પછી તેમાંથી પાંચ ચીજ મળી આવી હતી.

નવેમ્બર 2024માં જ બર્ગન્ડીના હીરોન મ્યુઝિયમમાં લુંટારાએ ગોળીબાર કરીને કરોડો રૂપિયાના મૂલ્યની કળાકૃતિઓ ચોરી હતી.

દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૂવ્ર મ્યુઝિયમમાં મોનાલીસાનું વિશ્વવિખ્યાત પૅઇન્ટિંગ પણ રાખવામાં આવ્યું છે

પેરિસમાં આવેલું લૂવ્ર એ દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ છે. તેનો એક્ઝિબિશન એરિયા લગભગ 73 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો છે, જે ફૂટબૉલનાં 10 મેદાનો જેટલું થાય છે.

અસલમાં તેને 1546માં ફ્રાન્સના શાહી પરિવારના મહેલ તરીકે બનાવવામાં આવ્યું હતું. તેમાં રહેનારા પ્રથમ રાજા ફ્રાન્સિસ કળાપ્રેમી હતા. તેઓ લૂવરનો ઉપયોગ પોતાના કળાસંગ્રહના પ્રદર્શન માટે કરવા માગતા હતા.

બીબીસી ગુજરાતી ફ્રાન્સ લૂવર મ્યુઝિયમ ચોરી ડાયમંડ હીરા મુગટ તાજ મહારાણી પોલીસ નેપોલિયન મોનાલિસા શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Mohammed Badra/EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, ચોરીની ઘટના પછી મ્યુઝિયમનો એક ભાગ સાવ બંધ કરી દેવાયો છે

ત્યાર પછીના રાજાઓએ પણ શાહી કળાસંગ્રહમાં ઉમેરો કર્યો. ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પ્રથમને ઇંગ્લિશ સિવિલ વૉર વખતે ફાંસી આપવામાં આવી, ત્યાર બાદ ફ્રાન્સના રાજા લુઈ ચૌદમાએ ચાર્લ્સ પ્રથમનો તમામ કળાસંગ્રહ હસ્તગત કરી લીધો હતો.

ફ્રાન્સની ક્રાંતિના કારણે 1789 સુધી આ કળાસંગ્રહ સામાન્ય લોકો માટે બંધ હતો. 1793માં લૂવરને પબ્લિક આર્ટ ગૅલરી તરીકે ખોલવામાં આવ્યું.

આજે લૂવ્રમાં 35,000થી વધારે કળાકૃતિઓ રાખવામાં આવી છે, જેમાં લિયોનાર્દો દ વિન્ચીની વિખ્યાત કૃતિ મોનાલિસા પણ સામેલ છે.

રોજના લગભગ 30 હજાર લોકો લૂવ્ર મ્યુઝિયમની મુલાકાતે આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન