સાઈબાબાને કોર્ટે માઓવાદીઓ સાથે સંબંધના કેસમાં મુક્ત કર્યા, શું છે મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે માઓવાદીઓ સાથે કથિત સંબંધના એક મામલામાં દિલ્હી વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રોફેસર 54 વર્ષીય જીએન સાઈબાબાને નિર્દોષ છોડ્યા છે.
જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ એસ. એ. મેનેજેસની બેન્ચે સેશન કોર્ટના 2017ના એ નિર્ણયને રદ્દ કરી દીધો, જેમાં સાઇબાબા અને અન્યને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
કોર્ટે કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ રાજ્યની અપીલ પર નિર્ણય ન કરી લે, ત્યાં સુધી આરોપીને 50,000 રૂપિયાના બૉન્ડ પર છોડી શકાય છે.
મહારાષ્ટ્રે હજી સુધી નિર્ણય પર સ્ટેની માગ નથી કરી.

ઇમેજ સ્રોત, ANJANI
ઑક્ટોબર 2022માં સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવવાથી ઇનકાર કરતા કહ્યું હતું કે આ મામલામાં હાઈકોર્ટ ફરી સુનાવણી કરે.
હવે બીજી વાર સુનાવણી પછી હાઈકોર્ટની નાગપુર બેન્ચે ફરીથી જીએન સાઇબાબાને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
54 વર્ષના સાઈબાબા વ્હિલચૅરના સહારે ચાલે છે અને 99 ટકા વિકલાંગ છે. તેઓ છેલ્લાં 11 વર્ષથી નાગપુરની સૅન્ટ્રલ જેલમાં હતા.
સાઇબાબાનાં પત્ની વસંતાકુમારીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, “અમારે આ વિશે મીડિયાના માધ્યમથી જ ખબર પડી છે. મારી પુત્રી મંજીરા અને હું આ સમાચાર સાંભળી ખુશ છીએ. આશા છે કે તેઓ અન્ય કોઈ અવરોધ વિના હવે મુક્ત થઈ જાય. સાઇબાબા અને અમે આ સમય દરમિયાન ઘણું દુ:ખ સહન કર્યું છે. આશા છે કે આ કેસમાં બાકીના આરોપીઓને પણ જલદી જ ન્યાય મળે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સાઈબાબાને મુક્ત કરવાના નિર્ણય પર આનંદ વ્યક્ત કર્યો પણ સાથે જ ગંભીર પ્રશ્નો પણ ઊભા કર્યા છે.
તેમણે એક્સ પર લખ્યું, “સાઈબાબાને છોડી મુકાયા છે પણ કેટલા સમય પછી? તેમના સ્વાસ્થ્યને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે? કોર્ટ? શરમ કરો. કેટલા અન્ય લોકોને જામીન માટે રાહ જોવી પડશે? લોકોની સ્વતંત્રતાને જેવી રીતે ખતમ કરી દેવાઈ, એ નુકસાનની કિંમત કોણ ચૂકવશે?”
પ્રોફેસર જીએન સાઈબાબા સામાજિક કાર્યકર્તા, રિવૉલ્યુશનરી ડેમૉક્રેટિક ફ્રંટ નામની એક સંસ્થા સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ ‘રિવૉલ્યુશનરી ડેમૉક્રેટિક ફ્રંટ’ના ઉપસચિવ રહ્યા છે.
આ સંગઠન માઓવાદીઓ સાથે સંબંધ બાબતે ગુપ્તચર એજન્સીઓના નિશાને રહ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, ANJANI
સેશન કોર્ટે કહ્યું હતું કે સાઈબાબા અને અન્ય બે આરોપી પાસે નક્સલી સાહિત્ય હતું. જેને તેઓ ગઢચિરોલીમાં અંડરગ્રાઉન્ડ નક્સલવાદીઓને આપવાના હતા અને જિલ્લામાં લોકો વચ્ચે તે વહેંચીને હિંસા ફેલાવવા માગતા હતા.
સેશન કોર્ટના નિર્ણય વિરુદ્ધ સાઈબાબાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
14 ઑક્ટોબર, 2022ના રોજ હાઈકોર્ટે સાઈબાબાને મુક્ત કરી દીધા અને એનઆઈએને અપીલ કરવાની છૂટ આપી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે આતંકવાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક જોખમ છે અને તેની સામે દરેક સંભવ પ્રયાસ થવો જોઈએ, પરંતુ એક નાગરિકને મળેલા અધિકાર અને તેની પ્રક્રિયાને પણ અવગણી ન શકાય.
હાઈકોર્ટના નિર્ણય સામે રાજ્યે તરત જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
આ પછી ઑક્ટોબર, 2022માં સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો હતો અને આ મામલે બીજી વાર સુનાવણીની વાત કરી હતી.
મામલો શું હતો?
- 2013માં હેમ મિશ્રા અને પ્રશાંત રાહીની ધરપકડ કરાઈ હતી.
- પોલીસનું કહેવું હતું કે તેઓ માઓવાદી નેતાઓ સાથે મુલાકાત કરવાના હતા અને આ મુલાકાત પ્રોફેસર સાઈબાબાની મદદથી નક્કી થઈ હતી.
- આ પછી 2013માં પ્રોફેસર જીએન સાઈબાબાના ઘર પર ગઢચિરોલી અને હિલ્હી પોલીસની સંયુક્ત ટીમોએ દરોડો પાડ્યો હતો.
- એ સમયે પ્રોફેસર જીએન સાઈબાબાએ કહ્યું હતુ કે પોલીસ તેમનું લૅપટૉપ, ચાર પેન ડ્રાઇવ, ચાર એક્સટર્નલ હાર્ડ ડિસ્ક અને કેટલાંક પુસ્તકો તેમની સાથે લઈ ગઈ.
- 2014માં પ્રોફેસર જીએન સાઈબાબાની દિલ્હીમાં તેમના ઘરેથી મહારાષ્ટ્ર પોલીસે ધરપકડડ કરી હતી.
- આ પછી તેમને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.
- મહારાષ્ટ્રના ગઢચિરોલી કોર્ટે યુપીએની કલમ 13, 18, 20 અને 39 હેઠળ પ્રોફેસર સાઇબાબાને દોષિત ઠેરવ્યા હતા.
- પ્રોફેસર સાઈબાબા લકવાગ્રસ્ત છે અને 90 ટકા વિકલાંગતાની શ્રેણીમાં આવે છે.
- સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી પછી લથડતા સ્વાસ્થ્યના આધાર પર તેમને જુલાઈ, 2015માં જામીન પર મુક્ત કરાયા હતા.
- આ પછી હાઈકોર્ટે તેમના જામીન રદ્દ કરતા તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.














