ભારત અફઘાનિસ્તાન સામે ટી20 જીતવા છતાં રોહિત શર્મા શુભમન ગિલ પર નારાજ કેમ થયા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને અફધાનિસ્તાન વચ્ચે મોહાલીમાં રમાયેલા ટી-20 શ્રેણીનાં પ્રથમ મૅચમાં ભારતે છ વિકેટે હરાવીને આસાન વિજય મેળવ્યો છે.
આ સાથે ત્રણ મૅચની શ્રેણીમાં ભારતે 1-0થી આગળ છે.
જો કે આ મૅચમાં રોહિત શર્માના રન આઉટે ચર્ચા જગાવી હતી. રોહિત શર્મા લગભગ એક વર્ષ ટી-20 ક્રિકેટમાં વાપસી કરી રહ્યા હતા, પરંતુ આ વાપસીમાં તેમનું પ્રદર્શન તેમની અપેક્ષા મુજબ ન રહ્યું, અને તે પણ તેમના સાથી ઓપનર શુભમન ગિલને કારણે.
સામાન્ય રીતે શાંત સ્વભાવના રોહિત શર્મા ગઈકાલની મૅચમાં રન આઉટ થઈ જતા પોતાનો ગુસ્સો છુપાવી શક્યા નહોતા. જ્યારે સાથી ઓપનર શુભમન ગિલે એક ઝડપી રન માટે રોહિતના કૉલ પર ધ્યાન ન આપ્યું.
ભારતની બેટિંગની પહેલી જ ઓવરમાં અફધાનિસ્તાનના ફાસ્ટ બૉલર ફઝલહ્ક ફારૂકીના બૉલને રોહિતે મિડઑફ તરફ માર્યો અને તે એક રન લેવા માટે દોડ્યા, પરંતુ શુભમન ગિલ બીજા છેડે બૉલને જ જોઈ રહ્યા હતા અને તેનું ધ્યાન રોહિતના કૉલ પર ન હોવાને લીધે તેને પોતાની ક્રીઝ છોડી ન હતી.
આ ભૂલને લીધે રોહિત અને શુભમન બન્ને નોન-સ્ટ્રાઇકરના છેડે રહી ગયા. ફિલ્ડર ઇબ્રાહિમ ઝાદરાને બૉલ વિકૅટકિપર ગુરબાઝ તરફ ફેંક્યો અને રોહિત શર્માએ પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ રન આઉટનો ભોગ બનવું પડ્યુ.
ગ્રાઉન્ડ છોડતી વખતે રોહિત શર્મા પોતાનો ગુસ્સો છુપાવી શક્યા નહીં. જોકે રોહિત શર્માએ મૅચ પૂરી થયા બાદ કહ્યું કે ગેમમાં આવી બાબતો બનતી રહે છે.
શિવમ દુબેએ કરી કમાલ

ઇમેજ સ્રોત, ANI
શિવમ દુબેને આ સિરિઝમાં હાર્દિક પંડયા ઇજાગ્રસ્ત હોવાથી એક ઓલ-રાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતની જીતમાં શિવમે બન્ને વિભાગ બૉલિંગ અને બેટિંગમાં પોતાનું યોગદાન આપ્યું. આ પર્ફોર્મન્સ માટે તેમને મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફધાનિસ્તાનની બેટિંગ દરમિયાન શિવમે પોતાની બે ઓવરમાં માત્ર નવ રન આપીને અફધાનિસ્તાનનાં ઓપનિંગ બૅટર અને કૅપ્ટન ઇબ્રાહિમ ઝાદરાનની વિકેટ ઝડપી હતી.
શિવમ દુબેએ પોતાની આક્રમક ઇનિંગમાં મેદાનમાં ચોતરફ આક્રમક શોટ્સ માર્યા અને 40 બૉલમાં 60 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી.
ભારતની જીતમાં મુખ્ય યોગદાન આપ્યા બાદ શિવમ દુબેએ કહ્યું હતું, "મને આ મેદાન પર રમવાની મજા આવી. હું ઘણાં લાંબા અંતરાલ પછી નંબર ચાર પર બેટિંગ કરી રહ્યો હતો એટલે થોડુંક પ્રેશર હતું, પરંતુ મેં મારી રીતે બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું."
"શરૂઆતના બે-ત્રણ બૉલ રમતી વખતે મારા પર થોડુંક પ્રેશર હતું પરંતુ ત્યાર પછી મેં માત્ર બૉલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું અને આજુબાજુ શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન ન આપ્યું."
મૅચમાં શું થયું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને અફઘાનિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મોહમ્મદ નબીએ 27 બૉલમાં 44 રનની આક્રમક બેટિંગ કરીને એક ધીમી શરૂઆત બાદ પણ અફધાનિસ્તાને 20 ઓવરના અંતે 158 રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો.
ભારત 159 રનનો લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું અને પહેલી જ ઓવરમાં કૅપ્ટન રોહિત શર્મા રન આઉટ થયા હતા. શુભમન ગિલ પણ થોડા સારા શોટ્સ માર્યા પછી પોતાની વિકેટ સ્પિનર મુજીબ-ઉર-રહેમાને આપી બેઠા. ભારતનો સ્કોર ત્યારે માત્ર 28 રન હતો અને બન્ને ઓપનર પોતાની વિકેટ વેડફી ચૂકયા હતા.
શિવમ દુબે ચોથા નંબરે બેટિંગ માટે આવ્યા અને તિલક વર્મા સાથે એક 29 બૉલમાં 44 રનની ભાગીદારી કરીને ભારતની લક્ષ્યાંક તરફની દોડને ફરી પાછી પાટે ચડાવી હતી.
તિલકના આઉટ થયા બાદ શિવમે પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખીને જિતેશ શર્મા તથા રિંકુ સિંહ સાથે ભાગીદારી કરી ભારતને વિજ્ય આપાવ્યો.
ભારતને આ લક્ષ્ય પાર પાડવામાં શિવમ દુબે ઉપરાંત જિતેશ શર્માએ 20 બૉલમાં 31 રન અને શુભમન ગિલે 12 બૉલમાં 23 રન ફટકારી યોગદાન આપ્યું.












