દિલ્હીમાં ગાઝા તથા પેલેસ્ટાઇવાસીઓના સમર્થનમાં દેખાવો – ન્યૂઝ અપડેટ

ગાઝા પેલેસ્ટાઇન દિલ્હીમાં દેખાવો ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Indian for Palestine

દિલ્હીમાં નહેરુ પૅલેસ ખાતે 'ઇન્ડિયા ફૉર પેલેસ્ટાઇન' નામની સંસ્થાના સભ્યોએ પેલેસ્ટાઇનવાસીઓના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું.

સંસ્થાના કહેવા પ્રમાણે, આ દેખાવમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો તથા સામાન્ય લોકો સામેલ થયા હતા.

આ પ્રદર્શનનો હેતુ ગાઝા પ્રત્યે સમર્થન વ્યક્ત કરવાનો તથા ઇઝરાયલે હાથ ધરેલા યુદ્ધની નિંદા કરવાનો હતો.

હમાસસંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગાઝામાં સાતમી ઑક્ટોબરથી અત્યાર સુધીમાં 58 હજારથી વધુ પેલેસ્ટાઇનવાસીઓ ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા છે.

દિલ્હીમાં પ્રદર્શન માટે એકઠા થયેલા લોકોના કહેવા પ્રમાણે, ગાઝામાં ઇઝરાયલે વ્યવસ્થિત રીતે ઇરાદાપૂર્વક યુદ્ધ શરૂ કર્યું હતું. ઇઝરાયલના આ અભિયાનમાં ભારત સરકારની સતત સંડોવણી રહી છે.

ગાઝા પેલેસ્ટાઇન દિલ્હીમાં દેખાવો ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Indian for Palestine

સાથે જ પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે તેમના શાંતિપૂર્વકના પ્રદર્શને વિરોધનો સામનો કરવો પડ્યો હતો તથા ભીડે તેમને ઘેરી લીધા હતા.

ઇન્ડિયા ફૉર પેલેસ્ટાઇન સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે, પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ તેમણે ભીડને અટકાવવાના બદલે તેમની પાસેથી પ્રદર્શન યોજવા માટેનો મંજૂરીપત્ર માગ્યો હતો.

કોલ્ડપ્લે કૉન્સર્ટનો વીડિયો વાઇરલ થયા બાદ કંપનીએ સીઈઓને સસ્પેન્ડ કરી દીધા

કોલ્ડપ્લે કૉન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં એક કંપનીના સીઈઓ અને ચીફ પીપલ ઑફિસર સાથે નજરે પડતાં હતાં

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, કોલ્ડપ્લે કૉન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં એક કંપનીના સીઈઓ અને ચીફ પીપલ ઑફિસર સાથે નજરે પડતાં હતાં

અમેરિકાની ટૅક કંપની ઍસ્ટ્રોનૉમરે કોલ્ડપ્લે કૉન્સર્ટમાં પોતાના બે કર્મચારીઓનો વીડિયો વાઇરલ થયા બાદ તેમને રજા પર મોકલી દીધા છે.

વાઇરલ વીડિયોમાં કોલ્ડપ્લે કૉન્સર્ટ દરમિયાન બંને કર્મચારીઓ મોટી સ્ક્રીન પર ગળે મળતાં દેખાતાં હતાં. જોકે જેવા તેઓ સ્ક્રીન પર દેખાયાં તેમણે ખુદને છુપાવવાની કોશિશ કરી.

શુક્રવારે મોડી રાતે કંપનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની પુષ્ટિ કરી કે તેમના સીઈઓ એન્ડી બાયરનને રજા પર મોકલી દેવાયા છે.

કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને મોટી સ્ક્રીન પર આ જોડીને છુપાતા જોઈને લોકોની ભીડને કહ્યું, "ક્યાં તો તેમનું અફેર ચાલે છે, ક્યાં તેઓ શરમાળ છે."

ક્રિસ માર્ટિનની ટિપ્પણી બાદ ઍસ્ટ્રોનોમરમાં કામ કરતાં બંને અધિકારીઓ વચ્ચે અફેર હોવાની અફવાઓ ફેલાઈ ગઈ.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઘણો વાઇરલ થયો અને તેને લાખો લોકોએ જોયો.

આ વીડિયો વાઇરલ થયાના બે દિવસ બાદ ઍસ્ટ્રોનૉમરે મામલાની તપાસની ઘોષણા કરી. જોકે, પોસ્ટમાં વાઇરલ વીડિયોનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો.

કંપની દ્વારા હાલ કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઑફિસર પીટ ડેજૉયને વચગાળાના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

જોકે, બીબીસી વીડિયોમાં દેખાતાં બંને લોકોની ઓળખની પુષ્ટિ કરવામાં અસમર્થ રહ્યું છે.

સીરિયા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ વિશે અમેરિકાએ શું કહ્યું?

સીરિયા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ વિશે અમેરિકાએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાનું કહેવું છે કે ઇઝરાયલ અને સીરિયા યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયાં છે.

તુર્કીમાં અમેરિકાના દૂતે શુક્રવારે આ વાતની જાણકારી આપી.

ગત દિવસોમાં સીરિયાના દક્ષિણમાં સુવૈદા શહેરની પાસે બંને વચ્ચે લડાઈ ચાલી રહી હતી.

રવિવારે અહીં થયેલી હિંસામાં 600થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

આ સપ્તાહે ઇઝરાયલે દમિશ્કમાં હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલે સીરિયાના દક્ષિણ વિસ્તારમાં સરકારીદળો પર હુમલો કર્યો.

ઇઝરાયલે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સીરિયાઈ ડ્રૂઝનું સંરક્ષણ કરવાનો છે.

ત્યાં સીરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે તેઓ દેશના દક્ષિણ ભાગમાં ભટકતા લોકો અને ડ્રૂઝ સમુદાયના લોકો વચ્ચે ચાલી રહેલાં કોમી રમખાણોને રોકવા માટે નવું દળ તહેનાત કરશે.

ટ્રમ્પના 'પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યાં' હોવાના દાવા પર કૉંગ્રેસે પીએમ મોદીને શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે ભારત-પાકિસ્તાનના સંઘર્ષ વખતે 'પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યાં હતાં.'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે ભારત-પાકિસ્તાનના સંઘર્ષ વખતે 'પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યાં હતાં.'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન પાંચ ફાઇટર પ્લેન તોડી પડાયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્રમ્પના આ દાવા પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.

કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું, "ટ્રમ્પે કહ્યું, ભારત-પાકિસ્તાનની વચ્ચેના યુદ્ધમાં પાંચ જેટ તોડી પડાયાં. તેની સાથે તેમણે 24મી વખત કહ્યું કે મેં વ્યાપારની ધમકી આપીને ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકાવડાવ્યું."

"ટ્રમ્પ લગાતાર આ વાત કરી રહ્યા છે અને પીએમ મોદી ખામોશ છે. નરેન્દ્ર મોદીએ વ્યાપાર કરવા માટે દેશના સન્માન સાથે સમજૂતી કરી?"

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો હતો કે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યાં હતાં.

જોકે, ટ્રમ્પે એ નથી જણાવ્યું કે આ વિમાનો કયા દેશનાં હતાં.

આ પહેલાં પાકિસ્તાને પણ ભારતનાં પાંચ ફાઇટર પ્લેન તોડી પાડ્યાં હોવાનો દાવો કર્યો હતો., ભારતે આ દાવાનું હંમેશાં ખંડન કર્યું છે.

કોલ્ડપ્લે કૉન્સર્ટનો વીડિયો વાઇરલ થયા બાદ કંપનીએ સીઈઓને રજા પર મોકલી દીધાં

કોલ્ડપ્લે કૉન્સર્ટનો વીડિયો વાઇરલ થયા બાદ કંપનીએ સીઈઓને રજા પર મોકલી દીધાં – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, કોલ્ડપ્લે કૉન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં એક કંપનીના સીઈઓ અને ચીફ પીપલ ઑફિસર સાથે નજરે પડતાં હતાં.

અમેરિકાની ટૅક કંપની ઍસ્ટ્રોનૉમરે કોલ્ડપ્લે કૉન્સર્ટમાં પોતાના બે કર્મચારીઓનો વીડિયો વાઇરલ થયા બાદ તેમને રજા પર મોકલી દીધાં છે.

વાઇરલ વીડિયોમાં કોલ્ડપ્લે કૉન્સર્ટ દરમિયાન બંને કર્મચારીઓ મોટી સ્ક્રીન પર ગળે મળતાં દેખાતાં હતાં. જોકે જેવા તેઓ સ્ક્રીન પર દેખાયાં તેમણે ખુદને છુપાવવાની કોશિશ કરી.

શુક્રવારે મોડી રાતે કંપનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની પુષ્ટિ કરી કે તેમના સીઈઓ એન્ડી બાયરનને રજા પર મોકલી દેવાયા છે.

કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને મોટી સ્ક્રીન પર આ જોડીને છુપાતા જોઈને લોકોની ભીડને કહ્યું, "ક્યાં તો તેમનું અફેર ચાલે છે, ક્યાં તેઓ શરમાળ છે."

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઘણો વાઇરલ થયો અને તેને લાખો લોકોએ જોયો.

આ વીડિયો વાઇરલ થયાના બે દિવસ બાદ ઍસ્ટ્રોનૉમરે મામલાની તપાસની ઘોષણા કરી. જોકે, પોસ્ટમાં વાઇરલ વીડિયોનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો.

કંપની દ્વારા હાલ કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઑફિસર પીટ ડેજૉયને વચગાળાના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

TRFને 'આતંકવાદી સંગઠન' ઘોષિત કરવાના અમેરિકાના નિર્ણય પર ચીને શું કહ્યું?

TRFને 'આતંકવાદી સંગઠન' ઘોષિત કરવાના અમેરિકાના નિર્ણય પર ચીને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને પહેલગામ હુમલાની નિંદા કરી છે.

અમેરિકા દ્વારા 'ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ' (ટીઆરએફ)ને 'વિદેશી આતંકવાદી સંગઠન' ઘોષિત કરવા પર ચીને પ્રતિક્રિયા આપી છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું છે કે ચીન તમામ પ્રકારના આતંકવાદનો સખત વિરોધ કરે છે.

તેમણે કહ્યું, "ચીન તમામ પ્રકારના આતંકવાદનો દૃઢતાથી વિરોધ કરે છે. ચીન 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે."

"ચીન પાડોશી દેશોને આતંકવાદ મામલે સહયોગ વધારવાની અપીલ કરે છે. ચીન સંયુક્ત રીતે ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા બનાવી રાખવાનું પણ આહ્વાન કરે છે."

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ચમરપંથી હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.

વિદેશ સચિવ વિક્મ મિસરીએ સાત મેના રોજ પ્રેસ બ્રીફિંગ દરમિયાન 'ટીઆરએફ'ને પહેલગામ હુમલા માટે જવાબદાર ગણાવ્યું હતું.

ત્યાં અમેરિકાના 'ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ' (ટીઆરએફ)ને 'વિદેશી આતંકવાદી સંગઠન' ઘોષિત કરવાના નિર્ણયનું ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્વાગત કર્યું હતું.

ટ્રમ્પે વૉલ સ્ટ્રીટ જર્નલ સહિત આ પત્રકારો પર કેસ દાખલ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વૉલ સ્ટ્રીટ જર્નલના સમાચારને કારણે તેમની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વૉલ સ્ટ્રીટ જર્નલના સમાચારને કારણે તેમની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉલ સ્ટ્રીટ જર્નલ, કંપનીના માલિક રુપર્ટ મર્ડોક અને બે પત્રકારો ખદીજા સફદર અને જોસેફ પલાજોલો સામે કેસ દાખલ કર્યો છે.

ટ્રમ્પે તેમની સામે કેદ દાખલ કરીને 10 અબજ ડૉલરની માગ કરી છે.

ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે પત્રકાર "એક ફૅક્ટ બનાવીને પેશ કરે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2003માં જેફરી એપસ્ટીનના 50મા જન્મદિવસ પર એક પત્ર લખ્યો અને તેના પર હસ્તાક્ષર કર્યા."

જોકે, ટ્રમ્પે આવી કોઈ વાતોનું ખંડન નથી કર્યું.

ટ્રમ્પના વકીલ એલેજાન્દ્રો બ્રિટો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે અખબારને ખબર હતી કે આર્ટિકલમાં અસત્ય બાબતો છે, પરંતુ સત્ય જાણવાની ચોકસાઈ કર્યા વગર ટ્રમ્પ પ્રત્યે દુર્ભાવનાથી પ્રેરિત થઈને તેમણે આ પગલું ભર્યું.

કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પના વકીલોએ વૉલ સ્ટ્રીટ જર્નલને ચેતવણી આપી હતી કે તેમનો આવનારો રિપોર્ટ ખોટો છે તેને પબ્લિશ નહીં કરવો જોઈએ.

કેસમાં એમ પણ કહેવાયું છે કે ન્યૂઝમાં સત્યતાની કમી છતાં તેને લાખો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.

કેસમાં કહેવાયું છે કે આ ન્યૂઝની પહોંચને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સન્માન ઉપરાંત નાણાકીય નુકસાન પણ વધ્યું.

કેસમાં આ મામલે ન્યાયપીઠને સુનાવણીનો અનુરોધ કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન