પુરુષોની સરખામણીએ મહિલાઓને એસીમાં વધારે ઠંડી કેમ લાગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કોટેરુ શ્રાવણી
- પદ, બીબીસી સંવાદદાતા
તમે ઘર કે ઑફિસમાં એક વાત જરૂર નોંધી હશે. મહિલાઓ અને પુરુષો વચ્ચે હંમેશાં એ વાત અંગે અસંમતિ હોય છે કે રૂમમાં એસીનું તાપમાન શું હોવું જોઈએ.
એક તરફ જ્યાં પુરુષો તાપમાન ઘટાડવાની વાત કરે છે, તો ત્યાં જ મહિલાઓ તાપમાન વધારવાની વાત પર ભાર મૂકે છે અને કહે છે કે પહેલાંથી જ ઘણી ઠંડી છે.
આવું વાંરવાર કેમ થાય છે? શું મહિલાઓને પુરુષોની સરખામણીએ ઠંડી વધુ લાગે છે?
શું મહિલાઓમાં ઠંડી સહન કરવાની ક્ષમતા ઓછી હોય છે? કે આ વાત એક અહેસાસ માત્ર છે?
આ વિષય પર ઘણાં સંશોધન થયાં છે કે આખરે મહિલાઓને પુરુષો કરતાં વધુ ઠંડી કેમ લાગે છે.
સાયન્સ ડાયરેક્ટ અને નેચર જેવી વિજ્ઞાનની ખ્યાત પત્રિકાઓમાં પ્રકાશિત ઘણાં સંશોધનપત્રોમાં એવું તારણ નીકળ્યું છે કે મહિલાઓ સ્વભાવે પુરુષોની સરખામણીએ વધુ ઠંડી અનુભવતી હોય છે.
નેચર ડૉટ કૉમ પર પ્રકાશિત એક રિસર્ચ પેપર અનુસાર, મહિલાઓ પુરુષો માટે આરામદાયક તાપમાન કરતાં લગભગ 2.5 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાનમાં સહજ અનુભવે છે. એટલે કે લગભગ 24થી 25 ડિગ્રી સેલ્સિયસ.
શું આનું કારણ મેટાબૉલિક રેટ છે?

ઇમેજ સ્રોત, Getty Images
'ધ કન્વર્સેશન'માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, મહિલાઓનો મેટાબૉલિક રેટ પુરુષોની સરખામણીએ ઓછો હોય છે. જેથી ઠંડીમાં શરીરની ગરમી પેદા કરવાની ક્ષમતા ઘટી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટ પ્રમાણે, આ જ કારણે તાપમાન ઓછું હોય ત્યારે મહિલાઓને વધુ ઠંડીનો અનુભવ થાય છે.
સાયન્સ ડાયરેક્ટ ડૉટ કૉમ પર પ્રકાશિત એક સંશોધન પત્ર અનુસાર, પુરુષોનો મેટાબૉલિક રેટ વધુ હોય છે. તેથી તેમને સામાન્યપણે શરીરમાં વધુ ગરમીનો અનુભવ થાય છે અને ગરમ તાપમાનમાં તેમને આરામની અનુભૂતિ ઓછી થાય છે.
ઇંગ્લૅન્ડની વૉરવિક મેડિકલ સ્કૂલના પ્રોફેસર પૉલ થૉર્નલે પ્રમાણે, "પુરુષો અને મહિલાઓ વચ્ચે સરેરાશ મેટાબૉલિક રેટ અને શરીરમાં ગરમી પેદા કરવાની ક્ષમતામાં અંતર જ આની પાછળનું કારણ હોઈ શકે છે. જેના કારણે બંને માટે આરામદાયક તાપમાન અલગ હોય છે."
મેટાબૉલિક રેટ શું છે?

મેટાબૉલિક રેટ એ પ્રમાણ છે, જેટલી ઊર્જાનો તમારું શરીર એક નિશ્ચિત સમયગાળામાં ઉપયોગ કરે છે.
અપોલો ગ્રૂપ ઑફ હૉસ્પિટલ્સના વિઝિટિંગ કન્સલ્ટન્ટ ડૉ. બી. સુજિતકુમાર કહે છે કે બેસલ મેટાબૉલિક રેટ (બીએમઆર) એ ઊર્જા છે, જે આપણું શરીર આરામની સ્થિતિમાં પાયાના જીવન ટકાવી રાખવાનાં કાર્યો માટે ખર્ચ કરે છે.
તેમણે જણાવ્યું કે એ શરીરની ઊર્જા જરૂરિયાતો, પોષણ અને વજન કંટ્રોલ કરવા માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
દરેક વ્યક્તિનો મેટાબૉલિક રેટ અલગ હોય છે. એ જેનેટિક્સ, મેટાબૉલિઝ્મ અને લાઇફસ્ટાઇલ જેવી વસ્તુઓ પર આધાર રાખે છે.
આરામની સ્થિતિમાં બીએમઆર ઓછો હોય છે, જ્યારે કસરત જેવી પ્રવૃત્તિઓ દરમિયાન એ વધુ હોય છે.
આરામ દરમિયાન શરીર માત્ર જરૂરી અંગો જેમ કે, હૃદય, ફેફસાં અને મગજ યોગ્ય રીતે કામ કરે એ માટે ઊર્જાનો ઉપયોગ કરે છે.
મેટાબૉલિક રેટને નીચે જણાવેલી ત્રણ રીતોથી માપવામાં આવે છે.
- ઑક્સિજનનો વપરાશ
- કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન
- ગરમીનું ઉત્પાદન
શું આના માટે હૉર્મોન પણ જવાબદાર છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ધ કન્વર્સેશનનો રિપોર્ટ જણાવે છે કે મહિલાઓમાં મળી આવતા ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હૉર્મોન શરીરનું તાપમાન અને ત્વચાના તાપમાનને પ્રભાવિત કરે છે.
ડૉ. સુજિતકુમારે જણાવ્યું કે જ્યારે શરીરમાં ઍસ્ટ્રોજનનું સ્તર વધે છે તો નસો ફેલાઈ જાય છે, જેથી કેટલીક મહિલાઓને ઠંડી લાગી શકે છે.
તેમજ પ્રોજેસ્ટેરોન હૉર્મોન ત્વચાની નસોને સંકોચે છે. તેનો અર્થ એ થયો કે શરીરના બહારના ભાગમાં લોહી ઓછું પહોંચે છે અને આંતરિક અંગોમાં ગરમી જળવાઈ રહે છે, જેથી મહિલાઓને વધુ ઠંડી લાગે છે.
આ હૉર્મોનલ સંતુલન દર મહિને માસિકચક્ર સાથે બદલાતું રહે છે.
ધ કન્વર્સેશનના રિપોર્ટ પ્રમાણે, આ હૉર્મોનના કારણે મહિલાઓના હાથ, પગ અને કાન પુરુષોની સરખામણીએ લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઠંડા રહે છે.
ઓવ્યૂલેશનના એક અઠવાડિયા બાદ જ્યારે અંડાશયમાંથી ઈંડાં નીકળે છે, ત્યારે પ્રોજેસ્ટેરોનનું સ્તર વધી જાય છે. ત્યારે શરીરનાં મુખ્ય અંગો (છાતી અને કમરની વચ્ચેનો ભાગ)નું તાપમાન વધુ રહે છે.
ડૉ. સુજિતકુમાર અનુસાર, આનો અર્થ એ છે કે આ સમયગાળામાં મહિલાઓ બાહ્ય તાપમાનથી વધુ પ્રભાવિત થાય છે.
જોકે, ડૉ. સુજિતકુમારનું કહેવું છે કે મેનોપૉઝ (રજોનિવૃત્તિ) બાદ ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની અસર ઓછી થઈ જાય છે. જેથી હૉટ ફ્લૅશેસ એટલે કે અચાનક ગરમી લાગવી કે ચીડિયાપણું જેવાં લક્ષણ વધી જાય છે.
પુરુષો અને મહિલાઓની શરીર સંરચનામાં ફરક

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સુજિતકુમાર કહે છે કે, "પુરુષોમાં સામાન્યપણે માંસપેશીઓ વધુ અને ફૅટ ઓછી હોય છે, તેથી તેમના શરીરમાં ગરમી વધુ બને છે."
જ્યારે માંસપેશીઓનું પ્રમાણ વધુ હોય છે, તો બેસલ મેટાબૉલિક રેટ (બીએમઆર) પણ સારો હોય છે.
તેમજ મહિલાઓમાં સામાન્યપણે માંસપેશીઓ ઓછી અને ફૅટ વધુ હોય છે. જેના કારણે શરીરમાં ગરમી ઓછી બને છે અને તેઓ વધુ ઠંડી અનુભવે છે.
તેમણે કહ્યું કે શરીરનું તાપમાન પુરુષો અને મહિલાઓમાં અલગ હોય છે અને બીએમઆર માંસપેશીઓના પ્રમાણને આધારે નક્કી થાય છે.
શું પ્રાણીઓમાં પણ આવું જ થાય છે?
ડૉ. સુજિતકુમારનું કહેવું છે કે પ્રાણીઓ બે પ્રકારનાં હોય છે, ઠંડા લોહીવાળાં અને ગરમ લોહીવાળાં.
તેઓ કહે છે કે, "નાનાં પ્રાણીઓનો મેટાબૉલિક રેટ વધુ હોય છે અને મોટાં પ્રાણીઓમાં મેટાબૉલિક રેટ ઓછો હોય છે."
જોકે, એ વાત પણ સાચી છે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ વધુ ઠંડી કેમ લાગે છે, એ મુદ્દે હજુ સુધી વૈજ્ઞાનિક શોધ સીમિત છે. ઘણા વિશેષજ્ઞો માને છે કે આ વિષય પર વધુ સંશોધન કરવાની જરૂર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












