'મારી નજર સામે મારી પત્ની તણાઈ ગઈ...' -10 વર્ષ પહેલાં કેદારનાથ ત્રાસદીમાં ચાર દિવસ ઝાડ પકડીને જીવ બચાવનારની કહાણી

રામકરણ બેનીવાલ અને તેમનાં પત્ની છોટા દેવી

ઇમેજ સ્રોત, BENIWAL FAMILY

16 જૂન 2013ના રોજ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર આવ્યું અને ભૂસ્ખલન થયું હતું, આ ભૂસ્ખલન અને પૂરના લીધે કેટલામક ગાંમો અને નગરો નાશ પામ્યાં હતાં.

આ પૂરમાં હજારો લોકો તણાઈ ગયા હતા અને તેમાંથી ઘણા મૃતદેહો હજુ સુધી મળ્યા નથી. આ દુર્ઘટનાને દસ વર્ષ થઈ ગયાં છે.

કેદારનાથ પણ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાંથી એક છે, ત્યાં રહેતા રામકરણ બેનીવાલ તે દિવસને યાદ કરે છે કે કેવી રીતે પૂરે તેમનો પરિવાર તોડી નાખ્યો.

તેમણે કહ્યું કે, "9 જૂન 2013ના રોજ હું મારી પત્ની અને પાંચ અન્ય લોકો (મારા બે ભાઈ, તેમની પત્નીઓ અને અન્ય એક પિતરાઈ ભાઈ) રાજસ્થાનના અમારા વતન જોધપુરથી કેદારનાથ જવા નીકળ્યાં હતાં. અમારાં બાળકો અભ્યાસ અને કામમાં વ્યસ્ત હોવાને કારણે અમારી સાથે આવ્યાં નહોતાં."

મારી પત્ની છોટાદેવી અને હું ચારધામનાં ત્રણ સ્થળ (બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી)ની મુલાકાત લઈ ચૂક્યાં છીએ. માત્ર કેદારનાથ બાકી હતું.

16 જૂને અમે પવિત્ર કેદારનાથ મંદિરે પહોંચ્યા, ત્યાં દર્શન કરીને અમે રામબાડા (એક નાનકડું ગામ જ્યાં ભક્તો આરામ કરે છે) જવા નીકળ્યાં હતાં.

રામબાડા જવાના રસ્તામાં ભારે વરસાદ શરૂ થયો. અમે સાંજે પાંચ વાગ્યે ત્યાં પહોંચ્યા અને રાત્રે ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું હતું.

રામકરણ બેનીવાલ

એ રાત્રે અમે અલકનંદા નદીના કિનારે બેસીને ભગવાનનું નામ જપતાં અને ભજન કરતાં હતાં, ત્યારે અચાનક નદીની દિશામાંથી ખડકોનો અવાજ સંભળાયો.

એવું લાગતું હતું કે જાણે પર્વત ધ્રૂજવા લાગ્યા હોય. બધી બાજું અંધારું જ અંધારું હોવાને લીધે અમે સ્પષ્ટ જોઈ ન શક્યાં. આ વચ્ચે મોટા-મોટા પથ્થરો નીચે ધસવા લાગ્યા હતા, ત્યારબાદ નદીમાં તોફાન આવવા લાગ્યું અને ઘણા બધા લોકો એ વહેણમાં તણાઈ ગયા હતા.

મારી આંખો સામે મારી પત્ની અને અન્ય લોકો તણાઈ ગયા. થોડી જ મિનિટો બાદ મારો મોટો ભાઈ પણ તણાઈ ગયો હતો. પરિવારના અન્ય સભ્યોનું શું થયું, તેની કોઈ માહિતી નથી. હું ભાગવા લાગ્યો અને એક ઝાડ પાછળ ઊભો થઈ ગયો.

મારી નજર સામે ખડકો ધસી રહ્યા હતા, જોકે હું એક પહાડ તરફ ભાગ્યો અને મેં ત્યાં એક વૃક્ષને જોરથી પકડી રાખ્યું હતું. મે મારી આંખ સામે મોટા-મોટા પથ્થરોને પણ પાણીમાં ધસી જતા જોયા છે.

અનીતા રામ કરણસિંહનાં દીકરી
ઇમેજ કૅપ્શન, અનીતા રામ કરણસિંહનાં દીકરી

હું વાસ્તાવમાં સમજી શકતો નહોતો કે શું થઈ રહ્યું હતું. થોડી વાર સુધી તો મેં મારી આંખોથી જે જોયું, તેની પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એક બાજુ કડકડતી ઠંડી તો બીજી બાજુ ભારે વરસાદ હતો. મારી સાથે ઘણા લોકો વૃક્ષ પકડીને ઊભા હતા. બધા દુ:ખી દેખાતા હતા. વૃક્ષને પકડી રાખવાથી મારા ખભામાં ઈજા થઈ હતી. મને હજુ પણ તેનો દુખાવો થઈ રહ્યો છે.

મેં ચાર દિવસ એક જ વૃક્ષ પર બેસીને પસાર કર્યા હતા. એ ચાર દિવસ દરમિયાન પૂરના કારણે નુકસાન થયું હતું. જોકે મારા જેવા લોકો વૃક્ષ પર બેઠા-બેઠા ભૂખ, ઠંડી અને પાણીની અછતના કારણે મૃત્યુ પામ્યા હતા. મારી નદર સામે મોબાઇલ ટાવર પણ તણાઈ રહ્યાં હતાં.

એવું લાગી રહ્યું હતું કે બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો હોય. મને એવું પણ લાગી રહ્યું હતું કે હવે હું જીવી નહીં શકું, પરંતુ ભગવાને કોઈ રીતે મારી મદદ કરી.

ગીતા દેવી અને છોટા દેવી

ઇમેજ સ્રોત, BENIWAL FAMILY

20 જૂને એક હેલિકૉપ્ટર અમારી તરફ આવ્યું. જોકે તેમાં એક વારમાં પાંચ લોકો આવી શકતા હતા. આ હેલિકૉપ્ટરમાં હું કેદારનાથ પાસે ગુપ્તકાશી પહોંચ્યો હતો, ત્યારબાદ ત્યાંથી દહેરાદૂન લઈ જવામાં આવ્યા. ત્યાં મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી વિના રહેવાને કારણે ખૂબ અશક્તિ આવી ગઈ હતી. મારી ત્વચા ખરાબ થઈ ગઈ હતી. મેં મારી પુત્રીનો કોઈક રીતે સંપર્ક કર્યો અને કહ્યું કે હું એકલો જ બચ્યો છું. એ બાદ બીજા જ દિવસે મારો સાડો અને ભત્રીજો દહેરાદૂન મને લેવા આવ્યા હતા.

ઉત્તરાખંડમાં આવેલા પુરમાં ઘણાં ગામો અને નગરોને નુકસાન થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માતાની કમી કોઈ પૂરી કરી શકતું નથી, જોકે મારાં બાળકોનાં નસીબ સારાં હતાં કે હું બચી ગયો, અમને મારી પત્ની અને અન્ય લોકોના મૃતદેહ મળ્યા ન હતા.

મારાં બાળકોને લાગતું હતું કે તેમનાં માતા હજુ પણ જીવે છે. તેમને આશા હતી કે એક દિવસ તે ઘરે પરત આવશે, પરંતુ મે જે જોયું હતું તે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને મારાં બાળકોને ધીરે-ધીરે હકીકત સમજાઈ ગઈ હતી.

એ ઘટનાને આજે દસ વર્ષ વીતી ચૂક્યાં છે. જે લોકોના જીવ જતા રહ્યા અને જે સંપત્તિ નષ્ટ થઈ ગઈ હતી, તે વિચારીને પણ હજુ ડર લાગે છે. મને આજે પણ ગૌરીકુંડના પાર્કિંગમાં ઊભેલી લગભગ પાંચ હજાર કારમાંથી અમારી કાર પણ યાદ છે. જેમાં અમારો સામાન પણ છે, જોકે બધું જ પૂરમાં તણાઈ ગયું હતું.

આ એક કુદરતી આપત્તિ હતી. જોકે આપણી જિંદગી ટ્રેનની સફર જેવી છે. જ્યારે આપણે આપણી મંજિલ સુધી પહોંચી જઈએ ત્યારે આપણે ઊતરવું જ પડે છે. કદાચ મારી પત્નીની મંજિલ પણ કેદારનાથ હશે.

આજે હું મારો દિવસ મેડિટેશન અને ભગવાનનું સ્મરણ કરવામાં પસાર કરું છું. જો તમે મને પૂછશો કે શું તમે ફરી કેદારનાથ જશો, તો હું જરૂર જઈશ. ડરવાની કોઈ જરૂર નથી. જો શક્ય હશે તો હું મારાં બાળકોને પણ ત્યાં લઈ જઈશ.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી