દોઢસો વર્ષે પહેલાં ‘ગુલામ’ તરીકે વિદેશ લઈ જવાયેલા ભારતીયોના પરિવાર સાથેના પુનર્મિલનની કહાણી

ટ્રિનિદાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રિનિદાદમાં 1890માં લેવાયેલી તસવીર જેમાં ભારતીય કૂલી જોઈ શકાય છે.
    • લેેખક, સ્વામીનાથન નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

"હું લાગણીના પ્રવાહમાં અભિભૂત થઈ ગયો હતો જ્યારે મને મારો ખોવાયેલો પરિવાર મળી ગયો. મને એવું લાગે છે કે મેં કોઈ સિદ્ધિ કે સફળતા મેળવી છે." શમસુદ્દીન કહે છે.

શમસુદ્દીનની કહાણી દોઢ સો વર્ષ પહેલાં ભારતથી કૅરેબિયન દેશો લઈ જવાયેલા ભારતીયોથી શરૂ થાય છે. તેમના વંશજો આજે પણ કૅરેબિયન દેશ ટ્રિનિદાદ અને ટોબેગોમાં વસે છે.

કૅરેબિયન દેશ ટ્રિનિદાદ અને ટોબેગોના રહેવાસી એવા 76 વર્ષીય શમસુદ્દીન છેલ્લાં પચ્ચીસ વર્ષોથી એવા કૅરેબિયન પરિવારોને મદદ કરે છે કે જેઓ એક સમયે ભારતમાં પોતાના સંબંધીઓથી વિમુખ થઈ ગયા છે.

તેઓ કહે છે કે તેમણે અત્યાર સુધીમાં 300 લોકોને મદદ કરી છે.

આ લોકોના વડવાઓ ભૂતકાળમાં બ્રિટિશ રાજ નીચે આવેલ ‘કૅરેબિયન’ પરદેશમાં આવ્યા હતા. 19મી અને 20મી સદીની શરૂઆતમાં તેઓ કરારબદ્ધ (બાંધેલા) મજૂરો તરીકે અહીં આવ્યા હતા પરંતુ ત્યાર પછી ધીરેધીરે તેઓ તેમના પરિવાર સાથેનો સંપર્ક ગુમાવતા ગયાં.

દીન એ શરૂઆતમાં ભૂગોળના શિક્ષક હતા જેઓ પછી વંશાવળિ વિશારદ થયા અને હવે તેઓ આ મજૂરી કરવા આવેલા પરિવારોના વંશજોને ભારતમાં રહેલા તેમના પરિવારો કે સંબંધીઓ સાથે મિલાપ કરવાનો પ્રયત્ન કરે છે.

ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન ગુલામીપ્રથા નાબૂદ થઈ ચૂકી હતી. પરંતુ આ બાંધેલા મજૂરોને બ્રિટિશ તાબા હેઠળ રહેલા પ્રદેશોમાં જ્યારે મજૂરોની તંગી ઊભી થતી ત્યારે સસ્તું મહેનતાણું ચૂકવી લઈ જવામાં આવતા.

1838 થી 1917 સુધીમાં ઘણા ભારતીયોએ પોતાનો દેશ છોડીને બ્રિટિશ તાબા હેઠળના પ્રદેશો કૅરેબિયન, દક્ષિણ આફ્રિકા, મૉરૅશિયસ અને ફિજી જેવા દેશોમાં સ્થળાંતરિત થયા હતા અને ત્યાં શેરડીનાં ખેતરોમાં કામ કરતા હતા.

એમાંથી પણ મોટાભાગના લોકો પોતાની ઇચ્છાથી ગયા હતા કારણ કે તેઓ ત્યાંની પરિસ્થિતિથી વાકેફ ન હતા.

તેમાંથી મોટાભાગના લોકો નિરક્ષર હતા અને તેમને એવો ખ્યાલ ન હતો કે તેમની પાસે હસ્તાક્ષર કરાવી લેવામાં આવશે. બીજા અમુક લોકોને બળજબરીપૂર્વક બીજા દેશોમાં લઈ જવામાં આવતા હતા.

બીબીસી ગુજરાતી

મુનરાદીને પરિવારના છેલ્લા સદસ્યને પણ શોધી કાઢ્યા

શમસુ દીન પરિવારના છેલ્લા સદસ્ય ભોંગી 1949માં મૃત્યુ પામ્યા હતા

ઇમેજ સ્રોત, SHAMSHU DEEN

ઇમેજ કૅપ્શન, શમસુદ્દીન પરિવારના છેલ્લા સદસ્ય ભોંગી 1949માં મૃત્યુ પામ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઘણા ઇતિહાસકારોએ આ ગુલામી પ્રથાને ‘ગુલામીનો નવો વેપાર’ ગણાવ્યો છે.

દીનને આ પ્રથા માટે અને તેનાથી પરિવારો પર થતી અસરો વિશે જિજ્ઞાસા ત્યારે જાગી કે જ્યારે તેમને ખબર પડી કે તેમના દાદાના પણ દાદા એવા મુનરાદીન પણ આ રીતે ગુલામ મજૂર તરીકે કૅરેબિયનમાં ગયા હતા.

તેઓ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તેમને ખબર પડી હતી કે જે જમીન પર તેમનું ઘર બંધાયેલું છે તે મુનરાદીન દ્વારા ખરીદવામાં આવી હતી.

તેઓ કહે છે, "સમગ્ર પરિવારમાંથી કોઈ એમના વિશે વધુ કંઇ જણાવી શકતું નથી."

1972ની સાલમાં દીન ટ્રિનિદાદના રેડ હાઉસમાં ગયા જે પછીથી કાયદા મંત્રાલય તરીકે ઓળખાતું હતું. ત્યાં તેમણે દસ્તાવેજોના ઢગલાઓ તપાસવાનું શરૂ કર્યું.

ચાર કલાક પછી, ઊધઈ દ્વારા ખવાઇ ગયેલા એક પુસ્તકના છેલ્લા પાને તેમણે મુનરાદીનનું નામ અંકિત થયેલું જોયું.

તેમને દસ્તાવેજો તપાસતા ખ્યાલ આવ્યો કે મુનરાદીને તારીખ પાંચ જાન્યુઆરી 1858ના રોજ (તત્કાલીન) કલકત્તા છોડયું હતું અને 10 એપ્રિલના દિવસે તેઓ ટ્રિનિદાદ પહોંચ્યા હતા.

"અમે જાણતા હતા કે તેઓ સાક્ષર હતા અને અંગ્રેજી પણ બોલતા હતા. મુનરાદિને શેરડીના ખેતરોમાં કામ કર્યું હતું."

"ત્યારપછી તેમણે અનુવાદનું કામ શરૂ કર્યું હતું. તેમનો મજૂરીનો કૉન્ટ્રેકટ પૂરો થયો તે પછી મુનરાદીન શિક્ષક બન્યા અને પછી બે દુકાનો પણ ખોલી."

"તેમને બે પત્નીઓ અને પાંચ બાળકો હતાં. જે ઘરમાં તેઓ રહેતાં હતાં તે જ ઘર તેમનાં બાળકોને વારસામાં મળ્યું પરંતુ તે આગમાં ભસ્મ થઈ ગયું હતું."

ધીરેધીરે શમસુદીનને તેમની માતાના વડવાઓ વિશે પણ માહિતી મળતી ગઈ અને તેમણે કૅરૅબિયનની મુલાકાત લઈને પરિવારના એ છેલ્લા સદસ્ય ‘ભોંગી’ને પણ શોધી લીધા.

તેમનાં માતા ટ્રિનિદાદમાં સાત વર્ષની ઉંમરે 1872ની સાલમાં આવ્યા હતા અને તેમની સાથે તેમનાં માતા-પિતા અને ત્રણ ભાઈ-બહેન હતાં.

"મારી પાસે ભોંગીનો એકમાત્ર ફોટો છે જે 1949ની સાલમાં મૃત્યુ પામ્યાં હતાં, ત્યારે હું માત્ર ત્રણ વર્ષનો હતો."

"ભોંગીએ તેમના પૌત્રના પણ પૌત્રને જોયા છે." દીન કહે છે.

દીન એ ભૂગોળના શિક્ષક તો બની ગયા પરંતુ ખોવાઈ ગયેલા સ્વજનોને શોધી કાઢવામાં તેમના કામને મળી રહેલી સફળતા ટ્રિનિદાદમાં આવેલા ભારતીય દૂતાવાસની નજરમાં આવી.

ભારતીય દૂતાવાસે તેમને 10 હિન્દુ અને 10 મુસ્લિમ પરિવારોનાં સગાં-સંબંધીઓને શોધવા માટે સ્કૉલરશિપ આપી.

ત્યારપછી દીને તેને જ કારકિર્દી તરીકે પસંદ કર્યું અને તેઓ વંશાવળિ વિશેષજ્ઞ બની ગયા. તેમને સંશોધન કરવા માટે ટ્રિનિદાદ અને ભારત બંને દેશોમાંથી પૈસા મળતા હતા.

ટ્રિનિદાદ અને ટૉબેગોના બે પ્રધાનમંત્રીઓ બસદેવ પાંડે અને કમલા પ્રસાદ બિસેશ્વરના પરિવારોનું પણ પુન:મિલન કરાવવામાં તેમણે ફાળો આપ્યો છે.

બીબીસી ગુજરાતી

દીને ભારતમાં 14 જેટલા પરિવારોને શોધ્યા હતા

વર્ષ 2020માં લખન ભારતમાં રહેલા તેમના સંબંધીઓને મળ્યા હતા

ઇમેજ સ્રોત, GEETA LAKHAN

ઇમેજ કૅપ્શન, વર્ષ 2020માં લખન ભારતમાં રહેલા તેમના સંબંધીઓને મળ્યા હતા

દીને ટ્રિનિદાદમાં રહેતા 65 વર્ષીય ડેવિડ લખનને પણ તેમના પરદાદા સાથે મિલાપ કરાવવામાં મદદ કરી છે.

જ્યારે તેઓ 22 વર્ષના હતા ત્યારે તેમના પરદાદાએ ભારતથી ટ્રિનિદાદ સ્થળાંતર કર્યું હતું.

લખન બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે.

"એમણે ડૉકયુમેંટ્સમાં માત્ર એક જ નામ લખ્યું હતું- લખન. પરંતુ હું તેમના આટલે દૂર આવવાના નિર્ણયની પાછળ રહેલાં કારણો જાણવા માગતો હતો."

"નેશનલ આર્કાઈવ્ઝમાંથી દીને ઇમિગ્રેશનના ડૉકયુમેંટ્સ શોધી કાઢ્યા જેમાં લખનના પરદાદાના ભાઈ, પિતા, જાતિ અને ગામનું નામ લખેલું હતું."

ત્યારપછી તેમણે લખનના સંબંધીઓને શોધી કાઢવા પોતાના સંપર્કોને કામે લગાડ્યા અને પરિવારના પુન:મિલન માટે રસ્તો તૈયાર કર્યો.

76 વર્ષીય શમસુદ્દીન

ઇમેજ સ્રોત, SHAMSHU DEEN

લખનનાં પત્ની ગીતા જણાવે છે કે, "અમને એવી આશા ક્યારેય ન હતી કે સમગ્ર ગામ અમારા સ્વાગત માટે આવશે. તેમણે હાર પહેરાવીને અમારું સ્વાગત કર્યું."

ત્યારબાદ તેમના પરિવારે ભારતમાં રહેતા તેમના અનેક સંબંધીઓ સાથે પોતાનો સંપર્ક જાળવી રાખ્યો છે.

તેઓ ટ્રાન્સલેશન ટૂલ્સની મદદથી ભાષાને લગતા અવરોધો દૂર કરે છે અને એકબીજા સાથે વાતચીત કરે છે.

લખનનાં પત્ની કહે છે કે "અમારા બધામાં ઘણી સામ્યતાઓ દેખાય છે. પૂર્વજો દ્વારા અમારી પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવેલું સાંસ્કૃતિક જ્ઞાન જવાબદાર હોઇ શકે."

હવે તેઓ ઇચ્છે છે કે તેમનું સાત વર્ષનું બાળક પણ તેમની આ ભારતની મુલાકાત વિશે જાણે અને તેના આ ભવ્ય વારસામાં રસ લેતું થાય.

દીન કહે છે કે આજના સમયમાં લોકોને શોધવાનું કામ પહેલાં કરતાં વધુ સહેલું બન્યું છે, કારણ કે અત્યારે ડિજિટલ નકશાઓ ઉપલબ્ધ છે અને ઐતિહાસિક દસ્તાવેજો પણ આસાનીથી ઉપલબ્ધ છે. પરંતુ પડકારો તો હજી છે. તેઓ અનુમાન લગાવે છે કે દરેક કેસમાં તેમની સફળતાના ચાન્સ 80 ટકા છે.

તેઓ સમજાવે છે કે, "દરેકના પૂર્વજો હું શોધી શકતો નથી. અમુક કિસ્સાઓમાં દસ્તાવેજો કે ફૉર્મમાં પણ ભૂલો હોય છે."

આ સિવાય પણ ઘણા આવા કરારબદ્ધ મજૂરો ટ્રિનિદાદ આવતા જ રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા.

જે લોકો અહીં આવી ગયા અને અહીંની ખરાબ પરિસ્થિતિઓમાં જીવી ગયા તેમના જીવનનો પણ એકેય પ્રકારે કોઈના દ્વારા રેકૉર્ડ રાખવામાં આવ્યો નથી.

પરંતુ ઘણા કામદારો કૉન્ટ્રેક્ટ પૂર્ણ થયા પછી ત્યાં ટ્રિનિદાદમાં જ વસી ગયા અને ગુલામી વગરનું જીવન જીવવા લાગ્યા.

દીન કહે છે કે, "હું નિવૃત્ત થયો પછી પણ મેં મારું કામ ચાલુ રાખ્યું હતું. નિવૃત્ત થયા પછી હું ભારતમાં 1996માં છ મહિના સુધી રહ્યો હતો અને પછી મેં 14 જેટલા પરિવારોને શોધ્યા હતા."

તેઓ કહે છે કે, "આ કામ મને હજુ પણ આનંદ આપે છે અને મારું સ્વાસ્થ્ય સારું રાખે છે."

"દરેક કેસ એક પઝલ જેવો હોય છે. અમે બધા સ્થળાંતરિત થયેલા લોકો જ છીએ. પરંતુ ભારતનો વારસો અમારા જીવન સાથે ગૂંથાયેલો છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી