બે મિત્રો જે ભારત-પાકિસ્તાન ભાગલા વખતે છૂટા પડેલા સ્નેહીજનોને મળાવે છે

વીડિયો કૅપ્શન, ભારત-પાકિસ્તાન ભાગલા વખતે છૂટા પડેલા સ્નેહીજનોને મળાવતા બે મિત્રોની મુલાકાત

ભારત પાકિસ્તાનના ભાગલાને 75 વર્ષ થઈ ચૂક્યાં છે પરંતુ હજુ પણ હજારો લોકો છે જે સીમા પાર પોતાના સ્નેહીજનોને શોધી રહ્યા છે, જેમને ભાગલાએ વિખૂટા પાડી દીધા.

પાકિસ્તાનના ફૈસલાબાદના રહેવાસી નાસિર ઢિલ્લો એવા પરિવારોને પોતાના યૂટ્યૂબ ચેનલ પંજાબી લહર મારફતે મેળવવાનો પ્રયાસ કરે છે.

નાસિરે પોતાના મિત્ર લવલી સિંહ સાથે આ ચેનલની શરૂાત કરી હતી અને તેમનો દાવો છે કે વર્ષ 2016માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી ત્યારખી લઈને અત્યાર સુધી તેઓ 300થી પણ વધુ લોકોને જોડી ચૂક્યા છે.

વીડિયો - બીબીસી ઉર્દુથી શુમાઇલા જાફરી અને ફાખિર મુનીર

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન