અક્ષય ખન્ના 'ધુરંધર' ફિલ્મના જે અરબી ગીતથી વાઇરલ થયા, એ ગીત અને ગાયકની કહાણી

ઇમેજ સ્રોત, FB/JIOSTUDIO
સોશિયલ મીડિયા પર 'ધુરંધર' ફિલ્મ સાથે જોડાયેલી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ સૌથી વધુ વાત અક્ષય ખન્નાના પાત્ર 'રહમાન ડકૈત'ની થઈ રહી છે.
અક્ષય ખન્નાએ અગાઉના સમયમાં એવી ઘણી ફિલ્મો કરી છે, જેમાં તેમની ઍક્ટિંગ સ્કિલ્સની ઘણી પ્રશંસા થઈ; પછી તે 'છાવા' ફિલ્મમાં ઔરંગઝેબનું પાત્ર હોય કે 'દૃશ્યમ્-2'માં આઇજી તરુણ અહલાવતનું હોય.
પરંતુ, આ વખતે રહમાન ડકૈતના પાત્રમાં અક્ષય ખન્નાની સાથોસાથ ફિલ્મના એક સીનમાં તેઓ બલોચ નેતાને મળે તે વખતના ઍન્ટ્રી સૉન્ગની પણ ખૂબ વાતો થઈ રહી છે.
સાયના નેહવાલ હોય કે સામાન્ય લોકો… આ ગીતના દીવાના તેનાં સ્ટેપ્સ કરી રહ્યા છે અને ગીત પર રીલ બનાવી રહ્યા છે.
એ ગીત છે – FA9LA કે ફસલા. બહેરીનના રૅપર ફ્લિપરાચી આ ગીતના સિંગર છે. આ સ્ટોરીમાં અમે તમને આ જ ગીત વિશે જણાવવાની કોશિશ કરીશું.
ગીતનો અર્થ શો છે?

ઇમેજ સ્રોત, JIO/YT/TRAILER GRAB
'ધુરંધર' ફિલ્મમાં આ ગીત ત્યારે આવે છે જ્યારે ખલનાયક રહમાન ડકૈતનું પાત્ર ભજવતા અક્ષય ખન્ના એક જલસામાં સામેલ થવા જાય છે.
ગીતની ધૂન અને બોલની સાથે અક્ષય ખન્ના નાચતા જોવા મળે છે. લોકો આ સીનની ઘણી રીલ્સ સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે અને ધૂનની સાથે રીલ્સ પણ બનાવી રહ્યા છે.
આ ગીત ભલે અત્યારે 'ધુરંધર' ફિલ્મના કારણે ચર્ચામાં છે. પરંતુ, આ ગીત એક વર્ષ જૂનું છે. ફ્લિપરાચીની યૂટ્યૂબ ચૅનલ પર આ ગીત જૂન 2024માં અપલોડ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીત ફ્લિપરાચીએ જ લખ્યું હતું અને 'ડીજે આઉટલૉ'એ મિક્સ કર્યું હતું. 9 ડિસેમ્બરની સાંજ સુધીમાં આ ગીત પર 81 લાખ કરતાં વધુ વ્યૂઝ છે.
પહેલાં આ ગીતના શબ્દોનો નજીકનો અનુવાદ જાણો. ધ્યાન રહે કે એકદમ, અક્ષરશઃ અનુવાદ નથી. ગીતનો મિજાજ પાર્ટીમાં મસ્તી કરવાનો છે. આ અરબી ભાષાનું ગીત છે અને લહેકો બહેરીની છે.

ઇમેજ સ્રોત, ADITYADHAR FILMS/X
ગીતના શબ્દો છે:
યખી દૂસ દૂ ઇંદી ફસલા… યખી તફ્ફવૂઝ તફ્ફવૂઝ વલ્લાહ ખોશ રક્સા
એટલે કે
ભાઈ, ઝૂમીને મસ્તીથી નાચો. મારી પાસે કમાલની મૂવ્સ છે
ભાઈ, તમે જીતશો, જીતશો! કસમથી… ચાલો, મસ્તીથી નાચીએ
મારી પાસે તમારા માટે એક જોરદાર ડાન્સ છે, હબીબી…
મારી પાસે પૈસાબૈસા ખૂબ છે, મજા જ મજા છે
મારી પાસે પૈસા જ પૈસા છે, પણ વલ્લાહ ડાન્સ કમાલ છે
મારી પાસે પ્રેમભર્યો એક જબરજસ્ત ડાન્સ છે
એનું નામ સુબ્હા છે, તેની સુંદરતા કિસ્મતથી મળી છે
હાથ લંબાવો, હું તમારો હાથ સાહી લઉં
જ્યારે હું તમને ગોળ ગોળ ફરાવું છું, આખું શરીર ઝૂમી ઊઠે છે
મને ફ્રેન્ચ ડાન્સ બતાવો
થોડો વધુ જુસ્સો ઉમેરો, મારી પાસે આખી સ્ટાઇલ છે
આ અમારું કામ છે, અમને સારી રીતે આવડે છે
એ દરેક વાતમાં મુંઝાયેલી રહે છે, એ મને ગમે છે
મીઠું દિલ, મીઠો ડાન્સ
મને બીજો એક રાઉંડ આપો
ચાલો, કારને બેઝ પર નચાવો
ચાલો, મારી પાસે બીજો ડાન્સ માગો
સડક વાળો નાચ – ન સાત, ન આઠ
મારી પાસે પૈસાબૈસા ખૂબ છે, મજા જ મજા છે
મારી પાસે પૈસા જ પૈસા છે, પણ વલ્લાહ ડાન્સ કમાલ છે
સિંગર ફ્લિપરાચી કોણ છે?

ઇમેજ સ્રોત, INSTAGRAM/flipperachay
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફ્લિપરાચીનું સાચું નામ હુસૈમ અસીમ છે. તેઓ અરબ દુનિયામાં હિપહૉપ મ્યૂઝિકનું મોટું નામ છે.
ફ્લિપરાચીએ 9 ડિસેમ્બરએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું, "ગીતને ભારતમાં નંબર 1 ટ્રૅક બનાવવા માટે આભાર. લવ યૂ ઇન્ડિયા."
લાસ્ટ એફએમ વેબસાઇટ અનુસાર, ફ્લિપરાચીએ 12 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું.
આ વેબસાઇટમાં ફ્લિપરાચીના આધારે કહેવાયું છે, "મને મારો અસલી ચસકો વર્ષ 1988માં હિપહૉપ ફ્લેવર રૂપે મળ્યો. મેં 2023માં મારું મ્યૂઝિક બનાવવાનું શરૂ કર્યું હતું. એવા કોઈ પણ શબ્દ, જે મારા મગજમાં આવે અને જેનો કોઈ સારો અર્થ પણ હોય, તો મેં એનો ઉપયોગ શરૂ કર્યો."
લાસ્ટ એફએમ વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે, 2008માં ફ્લિપરાચીની મુલાકાત ડીજે આઉટલૉ સાથે થઈ અને બંનેએ સાથે કામ કરવાનું શરૂ કર્યું.
'ધુરંધર' ફિલ્મના મ્યૂઝિક ડાયરેક્ટર શાશ્વત સચદેવ છે. ફિલ્મનાં ઘણાં ગીત, ટ્રેલર અને સીન ચર્ચામાં છે.
1960માં આવેલી ફિલ્મ 'બરસાત કી રાત'માંની સંગીતકાર રૌશનની એક કવ્વાલીનો પણ 'ધુરંધર' ફિલ્મમાં ઉપયોગ કરાયો છે.
સાહિર લુધિયાનવીએ લખેલી – 'ન તો કારવાં કી તલાશ હૈ…' કવ્વાલીને 'ધુરંધર' ફિલ્મમાં રીમિક્સ કરીને લેવામાં આવી છે.
ઍન્ટ્રી સૉન્ગથી ચર્ચાઓમાં ઍન્ટ્રી

ઇમેજ સ્રોત, TSERIES/SCREEN GRAB
એવું પહેલી વાર નથી બન્યું કે કોઈ ઍન્ટ્રી સૉન્ગથી કોઈ ઍક્ટર જોરદાર ચર્ચામાં આવી ગયા હોય.
આની પહેલાં 'એનિમલ' ફિલ્મમાંનું બૉબી દેઓલનું ઍન્ટ્રી સૉન્ગ 'જમાલ કુદુ' પણ વાઇરલ રહ્યું હતું.
તે એક ફારસી ગીત હતું, જેનો ફિલ્મમાં ઉપયોગ કરાયો હતો.
આ ગીતમાં બૉબી દેઓલ પોતાની ઍન્ટ્રી અને ડાન્સ સ્ટેપ્સના કારણે લોકો વચ્ચે છવાઈ ગયા હતા.
આદિત્ય ધરની ફિલ્મ બૉક્સ ઑફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર, શરૂઆતના ચાર દિવસમાં 'ધુરંધર' ફિલ્મે 130 કરોડ રૂપિયા કરતાં વધારેની કમાણી કરી છે.
ફિલ્મમાં રણવીરસિંહ, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, માધવન અને સંજય દત્ત જેવા ઘણા સ્ટાર્સ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












