કુંભમેળો : ભાગદોડ થઈ એ સંગમસ્થળે સ્નાન કરવા શ્રદ્ધાળુઓ પડાપડી કેમ કરે છે?

પ્રયાગરાજ, મહાકુંભ, કુંભમેળો, બીબીસી ગુજરાતી, કુંભમેળામાં ભાગદોડ, ઉત્તર પ્રદેશ, યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Reuters

પ્રયાગરાજમાં કુંભમાં મૌની અમાસ (29 જાન્યુઆરી)ની રાત્રે સંગમ નોઝ ખાતે ભાગદોડ મચવાથી ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ થવાની આશંકા છે અને ડઝનો ઈજાગ્રસ્ત થયા છે.

ભાગદોડ મચ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને સંગમ નોઝ ન જવાની અપીલ કરી છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચવાની કોશિશ ન કરે અને જે ઘાટ પર હાજર હો, એ જ ઘાટ પર સ્નાન કરી લે.

કુંભની શરૂઆત 13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે થઈ હતી. બીજા દિવસે એટલે કે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર કુંભનું બીજું અને અખાડાનું પહેલું અમૃત સ્નાન હતું.

કુંભમાં અમૃત સ્નાનનું ઘણું મહત્ત્વ છે. અમૃત સ્નાનને 'રાજયોગ સ્નાન' પણ કહેવામાં આવે છે. મહાકુંભમેળો સૌથી પ્રમુખ ધાર્મિક અનુષ્ઠાન છે.

આ દરમિયાન સંગમના એક મોટા ભાગને અખાડા માટે રિઝર્વ કરી દેવાયો હતો. લાકડા ટુકડાથી નાગા સાધુઓ માટે સંગમ ઘાટ પહોંચવા માટેનો રસ્તો બનાવાયો હતો.

શું છે સંગમ નોઝ?

પ્રયાગરાજ, મહાકુંભ, કુંભમેળો, બીબીસી ગુજરાતી, કુંભમેળામાં ભાગદોડ, ઉત્તર પ્રદેશ, યોગી આદિત્યનાથ

સંગમ નોઝ એ સ્થળ છે, જ્યાં ગંગા અને યમુના નદીનું મિલન થાય છે. આ જ કારણે અહીં શ્રદ્ધાળુઓની ભીડ સૌથી વધુ હોય છે.

અહીં બંને નદીનું પાણી અલગ-અલગ રંગનું દેખાય છે. યમુનાનું પાણી આ સ્થળે હળવું વાદળી હોય છે, તેમજ ગંગાનું પાણી હળવું માટીવાળું દેખાય છે.

અહીં આવીને યમુના નદી સમાપ્ત થઈ જાય છે અને ગંગામાં ભળી જાય છે. કુંભમાં આ ક્ષેત્રને સંગમ ઘાટ તરીકે ચિહ્નિત કરાયું છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રયાગરાજના જ્યોતિષાચાર્ય પંડિત રમેશ પાંણ્ડેય જણાવે છે કે, "સંગમ નોઝ એ સ્થળ છે, જ્યાં અલગ-અલગ અખાડાના સંત પોતાનાં ધાર્મિક અનુષ્ઠાન અને અમૃત સ્નાન કરે છે. અમૃત સ્નાનના દિવસે સંગમ ઘાટ પહોંચવા માટે અખાડા માટે જુદા જુદા રસ્તા બનાવાય છે."

તેઓ કહે છે કે, "હિંદુ ધર્મમાં માન્યતા છે કે સંગમ નોઝ પર સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કારણે જ દરેક શ્રદ્ધાળુ સંગમ પહોંચીને સ્નાન કરવા માગે છે."

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર સિંચાઈ વિભાગના 'મિકૅનિકલ બૅરેજ મિકૅનિકલ સૅક્શન મેન્ટનન્સ' યુનિટે શાસ્ત્રી બ્રિજ અને સંગમ નોઝ વચ્ચે 26 હેક્ટર જમીનને વધારવાનું કામ કર્યું છે.

પ્રયાગરાજ, મહાકુંભ, કુંભમેળો, બીબીસી ગુજરાતી, કુંભમેળામાં ભાગદોડ, ઉત્તર પ્રદેશ, યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

અધિકારીઓ પ્રમાણે કુંભને જોતાં 85 દિવસની અંદર ત્રણ શિફ્ટોમાં કામ કરીને માત્ર સંગમ નોઝ પર બે હેક્ટર જમીન વધારવાનું કામ કરાયું.

એજન્સીએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે શ્રદ્ધાળુઓની ભીડને જોતાં 1,650 મીટરના એરિયામાં રેતીની બોરીઓ પાથરીને સંગમના ઘાટના ક્ષેત્રને પ્રોત્સાહન અપાયું.

આવું કરવા માટે ટીમે ચાર મોટાં ડ્રેજિંગ મશીનોનો ઉપયોગ કર્યો, જેની મદદથી સંગમ ઘાટ પર સ્નાન માટે એક મોટા એરિયાનું નિર્માણ કરાયું.

અધિકારીઓ પ્રમાણે આવું કર્યા બાદ સંગમ નોઝ પર સ્નાનક્ષેત્રની ક્ષમતામાં ત્રણ ગણો વધારો થયો.

અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2019માં સંગમ નોઝ પર એક કલાકમાં 50 હજાર શ્રદ્ધાળુ સ્નાન કરી શકતા હતા, પરંતુ હવે દર કલાકે બે લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ સ્નાન કરી શકે છે.

સંગમ નોઝ પહોંચવાની સ્પર્ધા

પ્રયાગરાજ, મહાકુંભ, કુંભમેળો, બીબીસી ગુજરાતી, કુંભમેળામાં ભાગદોડ, ઉત્તર પ્રદેશ, યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રયાગરાજનો કુંભમેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અગાઉ વર્ષ 2019માં અર્ધકુંભ અને વર્ષ 2013માં પૂર્ણકુંભનું આયોજન પ્રયાગરાજમાં જ કરાયું હતું.

દર 12 વર્ષે ચાર વખત ક્રમિકપણે હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં કુંભનું આયોજન થાય છે.

પ્રયાગરાજનું કુંભમેળાક્ષેત્ર લગભગ ચાર હજાર હેક્ટર જમીન પર ફેલાયેલું છે. તેને 25 સૅક્ટરોમાં વિભાજિત કરાયું છે.

ઉત્તર પ્રદેશ સરકારે કુંભમેળાક્ષેત્રને રાજ્યનો 76મો જિલ્લો જાહેર કર્યો છે, મેળાક્ષેત્રમાં તંત્રે કુલ 41 ઘાટ તૈયાર કર્યા છે.

તેમાં દસ પાકા ઘાટ છે, જ્યારે 31 અસ્થાયી ઘાટ છે. આ ઘાટ પર પહોંચવા માટે 14 મુખ્ય માર્ગ સહિત 30 કરતાં વધુ માર્ગ છે.

અમૃત સ્નાનના દિવસે અલગ અલગ રસ્તાથી પ્રયાગરાજ પહોંચનારા શ્રદ્ધાળુઓને નજીકના ઘાટ પર રોકવામાં આવે ચે, જેથી સંગમ ઘાટ પર વધુ ભીડ ભેગી ન થાય.

અમૃત સ્નાન સિવાય અન્ય દિવસોમાં લોકો અરૈલ ઘાટથી હોડીમાં બેસીને સંગમ નોઝ પહોંચે છે અને સ્નાન કરે છે.

પરંતુ અમૃત સ્નાનના દિવસે ઘાટ પર હોડીની અવરજવર બંધ કરી દેવાય છે, જેથી શ્રદ્ધાળુઓ હોડી લઈને સંગમ ન પહોંચી શકે અને શ્રદ્ધાળુઓની બીડને નિયંત્રિત કરી શકાય.

પહેલાં અમૃત સ્નાનના દિવસે ઘણા શ્રદ્ધાળુઓએ બીબીસી સાથેની વાતચીતમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે તેઓ સંગમ ઘાટ નથી પહોંચી શકી રહ્યા, કારણ કે અન્ય ઘાટોથી તંત્રે હોડીની અવરજવર બંધ કરી દીધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.