You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
45 વર્ષની ઉંમરે જ રિટાયર થઈને જલસાથી જીવવા શું કરવું? કેટલી બચત કેવી રીતે કરવી?
- લેેખક, આઈ વી બી કાર્થીકેય
- પદ, બીબીસી માટે
આર્થિક રીતે સ્વતંત્ર અને વહેલા નિવૃત્તિ (ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ ઍન્ડ રિટાયર અર્લી ) (FIRE)ની વાતો આજકાલ વધુ લોકપ્રિય બની રહી છે. મોટાભાગના દેશોમાં નિવૃત્તિ માટેની ઉંમર 55થી 60 વર્ષની ગણાય છે.
અમેરિકા જેવા દેશોમાં નિવૃત્તિનો કોઈ અર્થ નથી સરતો. પણ 40-45 વર્ષની ઉંમરે માત્ર નોકરી પર આધારીત ન રહેતા આ ઉંમર બાદની લાઇફ સ્ટાઇલ તમે કરેલાં રોકાણોના આધારે જાળવી રાખવાની થિયરીનું નામ છે 'ફાયર'
જેમાં આર્થિક આયોજનમાં સાવચેતીના ભાગરૂપે આવકમાંથી બચતનું પ્રમાણ વધારવું અને ઓછા ખર્ચા સાથે રહેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પણ થિયરીને અમલમાં મૂકવાની વાત આવે ત્યારે દરેક ખર્ચ માટે, માત્ર બચત જ એવી બાબત છે કે જે ભવિષ્યમાં તમારા કામમાં આવી શકે છે.
આ ક્રાંતિકારી બદલાવ પાછળનું કારણ શું છે? અને તમે જે આ સરેરાશ રોકાણ કરો છો તેનાં પરિણામો શું છે?
ફાયર થિયરીની શરૂઆત કેવી રીતે થઈ?
1980 થી 2000 ની સાલ વચ્ચે જન્મેલા લાખો લોકો ફાયરના આ સિદ્ધાંતથી અત્યંત આકર્ષિત છે. જેકોબ ફિસ્કરનું પુસ્તક 'અર્લી રિટાયરમૅન્ટ' આ વાતને દોહરાવે છે.
તો, વિક્કી રોબિનના પુસ્તક 'યૉર મની, યૉર લાઇફ'માં પણ ફાયરની થિયરીની ભારપૂર્વક હિમાયત કરાઈ છે. આ બન્ને પુસ્તક સિવાય ફાયર થિયરીના હિમાયતી અનેક લોકોએ પોતાના વિચાર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યા છે.
પરિણામે આ થિયરીથી આકર્ષિત થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
વિદેશમાં એવુ માનવામાં આવે છે કે 40 વર્ષ બાદ ફરીથી જીવનની શરૂઆત થાય છે. એવું લાગે છે કે આ ફાયર થિયરીને આ વિચારે વેગ આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારણ કે ઘણા બધા લોકો 45 વર્ષની ઉંમરે તેમની મનપસંદ કારકિર્દી માટે તેમની નોકરી છોડવાનું પસંદ કરે છે. તેમણે ફાયર થિયરીના આધારે કરેલા રોકાણના કારણે તેઓ માને છે કે હવે પગાર નહીં આવે તો પણ વાંધો નથી કારણ કે તેમણે કરેલું રોકાણ જ તેમના માટે પૂરતું છે.
ફાયર થિયરીના ભારતમાં લોકપ્રિય થવાનાં કારણો શું છે?
ઘણા સમય પહેલાં મનાઈ રહ્યું હતું કે હાલની પેઢીની કાર્ય કરવાની પદ્ધતિ અગાઉની પેઢીની કાર્યપદ્ધતિથી તદ્દન અલગ છે. તે સમયે મોટાભાગના લોકો દાયકાઓ સુધી સરકારી નોકરી કરવા ટેવાયેલા હતા. પણ હવે એવા લોકો પણ તમને ઓછા જોવા મળશે જેમણે એક જ કંપનીમાં પાંચ વર્ષ કામ કર્યું હોય.
તે સમયે 60 વર્ષે નિવૃત્ત થયા બાદ પેન્શનનો પણ વિકલ્પ રહેતો હતો. હાલ એવી કોઈ સ્થિતિ નથી. આવાં કારણોથી ફાયર થિયરી સામે આવી. જેનો સાર છે તમે કામ કરી રહ્યા છો ત્યારે સૌથી વધુ કમાણી કરી લો.
પહેલાંના સમયથી વિપરીત હાલના સમયમાં કામ કરવાના કલાકો પણ શિફ્ટમાં હોય છે. દાખલા તરીકે ઑફિસના કલાકો દરમિયાન હૈદરાબાદ, બેંગલુરુ અને ગુરુગ્રામ જેવાં શહેરોમાં તમને ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળશે.
આવાં કારણોથી હાલની પેઢીમાં એ વિચાર વ્યાપક બની ગયો છે કે તેઓ જે કામ અત્યારે કરી રહ્યા છે તે મોટી ઉંમરે નહીં કરી શકે. તેથી તેઓ ફાયર થિયરીથી આકર્ષાયા છે કે ઘરને ત્યારે જ સાફ કરી લેવુ યોગ્ય છે જ્યારે અજવાળું હોય.
વધુમાં અત્યારે જે આર્થિક બાબતો અંગે માહિતી ઉપલબ્ધ છે તે અગાઉના સમયમાં નહોતી. નિવૃત્તિ બાદનું આયોજન, વીમા સહિતની તૈયાર માહિતીઓ ઉપલબ્ધ છે.
અગાઉ, રોકાણ માત્ર કંપનીના ઍજન્ટ મારફતે જ થતું હતું. પણ અત્યારે એવુ નથી. અત્યારે દરેક પ્રકારના આર્થિક આયોજન માટેના ટેકનિકલ સપોર્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
અત્યારે ઘણા ફાઇનાન્સિયલ પ્લાન છે, જેનું તમે તમારી જરૂરિયાત મુજબ આયોજન કરી શકો છો. કહી શકાય કે આ બધુ જ ટેકનૉલૉજીની ક્રાંતિના કારણે થઈ થયું છે.
ફાયર થિયરીના મુખ્ય મુદ્દા કયા છે?
વીમો
જીવન વીમો તમારી વાર્ષિક આવકથી 20 ગણો હોવો જોઈએ. તમારા આખા પરિવાર માટે આરોગ્ય વીમો પૂરતી રકમનો હોવો જોઈએ.
પ્રૉવિડન્ટ ફંડ
જ્યારે કર્મચારી 45 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે પરિવારના વાર્ષિક ખર્ચ કરતાં 25 ગણી વધારે તેના પ્રૉવિડન્ટ ફંડની રકમ હોવી જોઈએ. મોંઘવારીને પહોંચી વળવા આવું કોઈ ફંડ ભેગું કરવું ખૂબ જરૂરી છે.
આર્થિક ધ્યેયો
તમારા દરેક આર્થિક ગોલની પાછળ દર મહિને યોગ્ય રોકાણ કરવું જરૂરી છે. જેને માટે કોઈપણ બહાનું કે અપવાદ ન ચાલે. અંગત આર્થિક રોકાણની પાયાની બાબત એ છે કે કોઈપણ લાગણી વગર તમારા દરેક આર્થિક ગોલને પૂરતું અને સરખું મહત્ત્વ આપવામાં આવે.
ખર્ચા પર લગામ
ફાયર થિયરીનો મુખ્ય સિદ્ધાંત એ છે કે સમયાંતરે ખર્ચા પર નજર રાખીને અતિશય અને બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરવા. ફાયર પદ્ધતિની મુખ્ય વિચારધારા એ છે કે મહિનાના પગારમાંથી થયેલી બચતમાંથી વધુ ખર્ચા ના કરવા, પણ દર વખતે તે શક્ય ન પણ હોઈ શકે. તેથી ખર્ચામાં ઘટાડો કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ.