IPL : છેલ્લી ઓવરના એ બે બૉલ અને રવીન્દ્ર જાડેજાનો ચોક્કો જેણે ગુજરાત ટાઇટન્સ પાસેથી મૅચ આંચકી લીધી, ચેન્નઈ પાંચમી વખત ચૅમ્પિયન

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

સોમવારની રાત્રે જ્યારે ટ્રૉફી લેવાનો વારો આવ્યો ત્યારે કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ અંબાતિ રાયડુ અને રવીન્દ્ર જાડેજાને આગળ કરી દીધા હતા. ત્યારબાદ આખી ટીમને આગળ કરતા પોતે પાછળ ખોવાઈ ગયા હતા.

ફરી એકવાર જીતની ક્ષણોમાં એવા ખોવાઈ ગયા કે તે શોધવાથી પણ ન મળી શક્યા. પછી જ્યારે કૅમેરાએ ફોકસ કર્યું, ત્યારે તેઓ ટીમની પાછળ ઊભા હતા.

ધોનીની કપ્તાનીમાં પાંચમી વખત આઈપીએલની ટ્રૉફી જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમની આ ઉજવણી હતી.

ઉજવણી હજુ પૂરી પણ નહોતી થઈ કે ધોની તેમના બેબાક અંદાજમાં ક્યાંક ચાલ્યા ગયા હતા. ત્યારબાદ કૅમેરાએ તેમના પર ફરી ફોકસ કર્યું. એ બાદ માહી ગ્રાઉન્ડ સ્ટાફની વચ્ચે પહોંચી ગયા, તેમની સાથે ફોટો પડાવ્યા હતા.

આ ધોનીનો એ જ જૂનો અંદાજ છે, જે આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. એ જ કપ્તાન કૂલ જે સૌથી મોટી જીત છતાં સંપૂર્ણ સંયમ સાથે ચહેરા પર થોડું સ્મિત બતાવે છે.

અને પછી એ ક્ષણ આવી જ્યારે જાણીતા કૉમેન્ટેટર હર્ષા ભોગલે એ જ સવાલો સાથે સામે ઊભા હતા, જે તેમણે થોડા દિવસો પહેલાં પૂછ્યા હતા. આ સવાલ ધોનીની નિવૃત્તિ અંગે હતો

બીબીસી ગુજરાતી

રિટાયરમેન્ટ પર ધોની શું બોલ્યા?

બીબીસી ગુજરાતી

રિયાટરમેન્ટ પર ધોનીએ કહ્યું કે, "જો તમે તક જોવા જાવ તો રિટાયરમેન્ટની જાહેરાત કરવા માટે આ સૌથી સારો સમય છે. મારા માટે તમામનો આભાર માનીને રિટાયર થવું સરળ છે. જ્યારે આઠ મહિના તનતોડ મહેનત કરવી અને વધુ એક આઈપીએલ સીઝન રમવી મુશ્કેલ કામ છે. શરીરને મજબૂત રાખવું પડે છે, પરંતુ સીએસકેના ચાહકો પાસેથી મને જેટલો પ્રેમ મળ્યો છે, તેમના માટે વધુ એક સીઝન રમવાની આ ભેટ હશે."

"તેઓએ જે રીતે તેમનો પ્રેમ અને લાગણી દર્શાવી છે, તે કંઈક એવું છે, જે મારે તેમના માટે કરવું જોઈએ. આ મારી કારકિર્દીનો છેલ્લો ભાગ છે. તે અહીંથી શરૂ થયો હતો અને અહીં દરેક લોકો મારું નામ જોર-શોરથી લઈ રહ્યા હતા. ચેન્નઈમાં પણ એવું જ થાય છે. પરંતુ પાછા આવીને ફરી એકવાર જેટલું શક્ય હોય તેટલું સારું રમવું એ સારું રહેશે. હું જે પ્રકારનું ક્રિકેટ રમું છું, તેમને લાગે છે કે તેઓ પણ તેવી રીતે રમી શકે છે. એમાં એવું કંઈ નથી જે તમે ના કરી શકો અને મને તે સરળ રાખવું ગમે છે."

બીબીસી ગુજરાતી

છેલ્લી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ કરેલી કમાલ

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈપીએલ ફાઇનલ મૅચ રવિવારના રમાવાની હતી પરંતુ વરસાદના કારણે આ મૅચ રિઝર્વ ડે 29 મેના દિવસે રમાઈ હતી.

સોમવારના ટૉસ મહેન્દ્રસિંહ ધોનીએ જીત્યો અને ગુજરાત ટાઇટન્સને બૅટિંગ કરવા કહ્યું.

ગુજરાત ટાઇટન્સે પહેલાં બૅટિંગ કરતાં 214 રન બનાવ્યા. ત્યાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સે જ્યારે બૅટિંગ શરૂ કરી ત્યારે પ્રથમ ઓવરના માત્ર ત્રણ બૉલ જ નાખવામાં આવ્યા હતા ત્યારે વરસાદ શરૂ થઈ ગયો અને મૅચ રોકવી પડી. ચેન્નઈ સુપરકિંગ્સે પ્રથમ ત્રણ બૉલ પર ચાર રન બનાવ્યા હતા.

વરસાદ પછી પિચ સૂકવવા અને બીજી વખત મૅચ શરૂ કરવામાં લગભગ બે કલાકનો સમય ખરાબ થયો. ડકવર્થ લુઇસનો નિયમ લાગુ કરવામાં આવ્યો અને મૅચની પાંચ ઓવર ઘટાડવામાં આવી. ધોનીની ટીમની સામે 15 ઓવરમાં 171 રનનું લક્ષ્ય રાખવામાં આવ્યું.

214 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સેના ડેવન કૉનવે (25 બૉલ પર 47 રન), ઋતુરાજ ગાયકવાડ (16 બૉલ પર 26 રન) ની સાથે-સાથે શિવમ દુબે (21 બૉલ પર નૉટ આઉટ 32 રન), અંબાતિ રાયડુ (8 બૉલ પર 19 રન) અને અજિંક્ય રહાણે (13 બૉલ પર 27 રન) એ ઝડપી ઇનિંગ્સ રમી.

પરંતુ જ્યારે મોહિત શર્માએ સતત બે બૉલ પર રાયુડુ અને ધોનીને આઉટ કરીને ચેન્નઈની ટીમને બૅકફુટ પર ધકેલી હતી અને મૅચની અંતિમ બે ઓવરમાં 22 રન બનાવવાના હતા ત્યારે રવીન્દ્ર જાડેજા જીતના હીરો બની ગયા હતા.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ચેન્નઈ સુપર કિંગ્સેને છેલ્લી બે ઓવર બાકી રહી ત્યાર સુધી જીતવા માટે 12 બૉલમાં 22 રનની જરૂર હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અત્યાર સુધી પાંચ વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવર આવતા સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ટાર્ગેટ કરતા 14 રન દૂર હતી.

ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માને છેલ્લી ઓવર આપવામાં આવી હતી. ચેન્નઈ તરફથી શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજા રમી રહ્યા હતા. રાતના લગભગ દોઢ વાગી ગયા હતા પરંતુ સ્ટેડિયમમાં દર્શકોનો ઉત્સાહ જરા પણ ઓછો નહોતો થયો.

છેલ્લી ઓવરમાં મોહિત શર્માએ પ્રથણ ચાર બૉલમાં ત્રણ રન બનાવવા દીધા હતા.

છેલ્લી ઓવરમાં ડૉટ બૉલ પર દુબે એક રન બનાવ્યો અને જાડેજા સ્ટ્રાઇક પર આવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સને હવે માત્ર ચાર બૉલમાં 12 રનની જરૂર હતી.

રસાકસી ભરેલી ઓવરમાં જ્યારે છેલ્લા બે બૉલ બાકી હતા ત્યારે પણ ચેન્નઈની ટીમ જીતથી 10 રન દૂર હતી.

મોહિત શર્મા કડક બૉલિંગ કરી રહ્યા હતા ત્યારે પાંચમા બૉલ પર રવીન્દ્ર જાડેજાએ છગ્ગો ફટકાર્યો અને ચેન્નઈની ટીમને છેલ્લા બૉલ પર ચાર રન બનાવવાના હતા. અને સુપર ઓવરમાં પહોંચવા માટે ત્રણ રનની જરૂર હતી.

છેલ્લા બૉલ પર રવીન્દ્ર જાડેજાએ ચોક્કો ફટકારીને ચેન્નઈને જીત અપાવી હતી. અને મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સના રૅકૉર્ડની બરાબરી કરી લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધી સૌથી વધુ આઈપીએલ ટ્રૉફી જીતનાર ટીમ હતી જેની બરાબરી હવે ચેન્નઈ સુપરકિંગ્સે કરી હતી.

બીબીસી ગુજરાતી

સાઈ સુદર્શનની તોફાની બેટિંગ

સાઈ સુદર્શન

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બૅટિંગ કરીને ચેન્નઈ સુપર કિંગ્સને 214 રનનો લક્ષ્ય આપ્યું હતું.

ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન પિચ પર આવ્યા અને તેમણે 12મી ઓવરના પહેલા બૉલ પર ચોગ્ગા ફટકારીને ગુજરાત ટાઇટન્સના સ્કોરને 100 રન સુધી પહોંચાડ્યો હતો.

ગુજરાત ટાઇટન્સના બીજા ઓપનર રિદ્ધિમાન સાહાએ 13ંમી ઓવરમાં ચોક્કા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિદ્ધિમાને 36 બૉલમાં પાંચ ચોક્કા અને એક છગ્ગાની મદદથી પોતાની અડધી સદી ફટકારી હતી.

આગલી ઓવરમાં જ ધોનીએ દીપક ચહરને બૉલિંગ માટે બોલાવ્યા હતા અને તેમણે સાહા અને સુદર્શનની જોડી તોડી નાખી હતી.

આ ઓવરનો છેલ્લો બૉલ ચહર દ્વારા ધીમો ફેંકવામાં આવ્યો હતો, જેને સાહા લેગ સાઇડમાં સ્લૉગ કરવા માગતા હતા, પરંતુ ચૂકી ગયા અને બૉલ બેટની ટોચની કિનારી પર અડીને વિકેટની પાછળ ઊંચો ગયો હતો. ધોનીએ કોઈ ભૂલ કરી ન હતી અને સાહા આઉટ થઈ ગયા હતા.

ત્યારબાદ હાર્દિક પંડ્યા પિચ પર આવ્યા હતા. મૅચની 15મી ઓવરમાં સાઈ સુદર્શને તેમના બૉલ પર બે છગ્ગા ફટકાર્યા હતા અને 16મી ઓવરમાં માત્ર 33 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

અડધી સદી પૂરી કર્યા બાદ 17મી ઓવરમાં સાઈ સુદર્શન વધુ ઘાતક બની ગયા હતા. તુષાર દેશપાંડેની આ ઓવરમાં તેમણે ત્રણ ચોક્કા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

મથિશા પથિરાનાએ 18મી ઓવરમાં 9 રન આપ્યા હતા. 19મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સે 18 રન બનાવ્યા હતા અને કપ્તાન હાર્દિક પંડ્યાએ તેના છેલ્લા બૉલ પર છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો હતો.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી