અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે સાત સવાલ અને તેના જવાબ

અમેરિકનો આગામી રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા નવેમ્બર મહિનામાં મતદાન કરશે. વ્હાઇટ હાઉસની ઑવલ ઑફિસમાં બેસનારી વ્યક્તિ દેશ જ નહીં, વિદેશના લોકોનાં જીવન ઉપર પણ અસર કરે છે, એટલે આ ચૂંટણીનાં પરિણામો વિશે વ્યાપક ચર્ચા થાય છે.
પાંચ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર છે.
રાષ્ટ્રપતિની સાથે મતદાતાઓ કૉંગ્રેસના સભ્યોને પણ ચૂંટશે જેમની કાયદાઓ પસાર કરવાની મુખ્ય જવાબદારી હોય છે.
અમેરિકાની વર્તમાન રાજકીયવ્યવસ્થામાં બે મુખ્યપક્ષ છે, એટલે જ આધુનિક સમયમાં જે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની, તે આ બંનેમાંથી એક પક્ષની હતી.
ડેમૉક્રૅટ્સની ગણના ઉદારમતવાદી રાજકીયપક્ષ તરીકે થાય છે, જેના ઍજન્ડામાં માનવઅધિકાર ઉપર ભાર, વ્યાપક સામાજિકસુરક્ષા વ્યવસ્થા તથા જળવાયુપરિવર્તનને નાથવા માટેના પ્રયાસ મુખ્યરૂપે સામેલ છે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન આ પક્ષના છે અને તેમણે બીજી વખત રાષ્ટ્રપતિપદ માટેની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ ચૂંટણીમેદાનમાં છે.
અમેરિકામાં રિપબ્લિકનોની ગણતરી રૂઢિવાદી પક્ષ તરીકે થાય છે. તેને જીઓપી એટલે કે ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કરોના નીચા દર, સરકારના કદમાં ઘટાડો, બંદૂક રાખવાના અધિકારની હિમાયત તથા ઇમિગ્રૅશન અને અબૉર્શન ઉપર કડક નિયંત્રણની તરફેણ કરે છે.
આગલી રાષ્ટ્રપતિ ચૂંટણી ક્યારે છે?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવાર, પાંચ નવેમ્બર 2024ના યોજાશે. ચૂંટણી જીતનાર ઉમેદવાર વ્હાઇટ હાઉસમાં આવનારા ચાર વર્ષોનો કાર્યકાળ પૂરો કરશે. આ કાર્યકાળ જાન્યુઆરી 2025થી શરૂ થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે કેટલાક કાયદાઓ પોતે પસાર કરવાનો અધિકાર હોય છે પણ મોટાભાગના કાયદા સંસદમાંથી પસાર કરાવવાના હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના રાષ્ટ્રપતિને વિશ્વમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની સાથે વિદેશ નીતિ નક્કી કરવાની ઘણી ખરી આઝાદી પણ હોય છે.
આ વખતની ચૂંટણીમાં કોણ ઉમેદવાર છે અને તેઓ કેવી રીતે ચૂંટાય છે?

બંને પ્રમુખ રાજકીય પક્ષોના ઉમેદવારો સ્ટેટ પ્રાઇમરી અને કૉકસમાં મતદાન દ્વારા ચૂંટાય છે. પાર્ટીના સભ્યો ઉમેદવારોની પસંદગી કરે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા માર્જિનથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા હતા. તેઓ મિલવૉકી (વિસકૉન્સિન)માં પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા હતા.
જો બાઇડનના ખસી ગયા બાદ કમલા હૅરિસ ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર બન્યાં હતાં.
કેટલાક અપક્ષ ઉમેદવારો પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી રહ્યા છે. જેમાં રૉબર્ટ ઍફ કૅનેડી જુનિયર પણ સામેલ છે જે પૂર્વ રાષ્ટ્રપતિ રૉબર્ટ ઍફ કૅનેડીના પરિવારના સભ્ય છે. પણ તેમણે ઑગસ્ટ મહિનામાં પ્રચાર બંધ કરીને ટ્રમ્પને સમર્થન આપ્યું હતું.
અમેરિકાની ચૂંટણીવ્યવસ્થા કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે ઇલેક્ટ્રૉલ કૉલેજ વૉટ્સ મેળવવાના હોય છે. દરેક રાજ્ય માટે ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રૉલ કૉલેજ વૉટ નક્કી થયેલા છે અને તેના નિર્ધારણમાં રાજ્યની વસતિ પણ આંશિક ભૂમિકા ભજવે છે.
આવા કુલ 538 ઇલેક્ટ્રૉલ કૉલેજ વોટ છે, જેમાંથી વિજેતા બનવા માટે 270 કે તેથી વધુ મત મેળવવાના રહે છે.
આનો મતલબ એ થયો કે વિજેતાનો નિર્ણય રાષ્ટ્રીયસ્તરે એક ચૂંટણી દ્વારા નહીં, પરંતુ રાજ્યસ્તરની ચૂંટણીમાં થાય છે. એટલે જ કોઈ ઉમેદવારને રાષ્ટ્રીયસ્તરે કુલ વધુ મત મળે, તો પણ તે વિજેતા ન બને, કારણ કે ઇલેક્ટ્રૉલ કૉલેજમાં તેનો પરાજય થયો હોય. વર્ષ 2016માં હિલેરી ક્લિન્ટન સાથે આવું જ થયું હતું.
'જીતનારને બધું મળે,' એ નિયમ મુજબ, જે કોઈ ઉમેદવારને સૌથી વધુ મત મળે તેને રાજ્યના બધાં ઇલેક્ટ્રૉલ કૉલેજ વૉટ મળે છે. દરેક રાજ્ય કોઈ એક કે બીજા પક્ષ તરફ ઝુકાવ ધરાવે છે, એટલે બંને પક્ષો દ્વારા ડઝનેક રાજ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યાં બંનેમાંથી કોઈપણની જીતવાની સંભાવના હોય. જેને 'રણભૂમિના રાજ્ય' તરીકે ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્તરે કોઈ ઉમેદવાર સૌથી વધુ વોટ મેળવી શકે છે. જેમકે હિલેરી ક્લિન્ટને 2016માં રાષ્ટ્રીય સ્તર પર સૌથી વધુ મત મેળવ્યા હતા. પણ ઇલેક્ટોરન કૉલેજની ચૂંટણીમાં તેઓ હારી ગયાં હતાં.
કોણ કરી શકે મતદાન?
18 વર્ષથી વધુ ઉંમરના અમેરિકન નાગરિક દર ચાર વર્ષે યોજાતી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરી શકે.
માત્ર નૉર્થ ડેકોટાને છોડીને બધાં રાજ્યોમાં મતદાન પહેલાં મતદારોએ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
દરેક રાજ્યમાં મતદાર નોંધણીની પોતાની પ્રક્રિયા અને ડેડલાઇન હોય છે.
વિદેશમાં રહેતા અમેરિકન નાગરિકો પણ મતદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
તેઓ ફેડરલ પોસ્ટ કાર્ડ એપ્લિકેશન ભરીને પોસ્ટલ મતપત્ર મંગાવી શકે છે.
રાષ્ટ્રપતિ ઉપરાંત કોણ ચૂંટાશે?

ઇમેજ સ્રોત, Reuters
રાષ્ટ્રપતિ કોણ બનશે ? તેના ઉપર મતદારોની નજર હોય છે, પરંતુ આ સાથે મતદારો કૉંગ્રેસના સભ્યોને પણ ચૂંટે છે.
અમેરિકાની સંસદના બે ભાગ છે. હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવ અને સૅનેટ.
હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવની તમામ 435 તથા સૅનેટની 33 બેઠક ઉપર મતદાન યોજાશે. હાઉસમાં રિપબ્લિકનોનું પ્રભુત્વ છે, તો સૅનેટમાં ડેમૉક્રૅટ્સની બહુમતી છે.
આ બંને ગૃહ કોઈપણ ખરડા ઉપર મહોર મારે છે એટલે વ્હાઇટહાઉસમાં સત્તારૂઢ પક્ષના રાષ્ટ્રપતિની યોજનાઓ સાથે કોઈ એક ગૃહ સહમત ન હોય તો નિયંત્રણ જળવાય રહે.
ચૂંટણીપરિણામ ક્યારે આવશે?
સામાન્ય રીતે જે રાત્રે જ ચૂંટણીપરિણામ જાહેર થઈ જાય છે, પરંતુ વર્ષ 2020માં તમામ મતની ગણતરી કરવામાં અનેક દિવસ લાગી ગયા હતા.
જો રાષ્ટ્રપતિ બદલાવાના હોય તો ચૂંટણીપરિણામ પછીનો સમય સંક્રાંતિકાળ તરીકે ઓળખાય છે.
આ સમયગાળા દરમિયાન નવી સરકારનું શાસનતંત્ર, કૅબિનેટ મંત્રીઓનાં નામોની જાહેરાત થાય છે અને આગામી ટર્મ માટેની યોજનાઓ ઘડવામાં આવે છે.
જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિની સત્તાવાર શપથવિધિ યોજાય છે, આ કાર્યક્રમ 'ઇનૉગ્યુરેશન' તરીકે ઓળખાય છે, જે વૉશિંગ્ટન ડીસીમાં આવેલી કૅપિટલ બિલ્ડિંગના દાદર પર યોજાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












