ચીન : વધુ વસ્તી છતાં ત્યાંની સરકાર બાળકો પેદા કરનારને રૂપિયા કેમ આપશે?

    • લેેખક, ઓસમંડ ચિયા
    • પદ, બીબીસી ન્યૂઝ, બિઝનેસ રિપોર્ટર
    • દ્વારા રિપોર્ટિંગ, સિંગાપોર

ચીનમાં જન્મદર વધારવાના હેતુથી રાષ્ટ્રવ્યાપી સબસિડીરૂપે માતાપિતાને તેમના ત્રણ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માટે વાર્ષિક 3,600 યુઆન (500 ડૉલર) આપવામાં આવશે.

લગભગ એક દાયકા પહેલા શાસક કૉમ્યુનિસ્ટ પાર્ટીએ તેની વિવાદાસ્પદ એક બાળક નીતિ નાબૂદ કર્યા પછી પણ, દેશનો જન્મદર ઘટી રહ્યો છે.

રાજ્યના મીડિયા અનુસાર, આ સહાય લગભગ 20 મિલિયન પરિવારોને બાળકોના ઉછેરના ખર્ચમાં મદદ કરશે.

ચીનના ઘણા વિસ્તારોએ લોકોને વધુ બાળકોના જન્મ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને આર્થિક સહાય શરૂ કરી છે.

કેટલી રકમ આપવામાં આવશે?

સોમવારે જાહેર થયેલી આ યોજના પ્રમાણે માતાપિતાને એક બાળક દીઠ 10,800 યુઆન આપવામાં આવશે.

બીજિંગના સ્ટેટ બ્રૉડકાસ્ટર સીસીટીવી પ્રમાણે આ સ્કીમ વર્ષની શરૂઆતમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 2022-2024 દરમિયાન બાળકોને જન્મ આપનારા પરિવારોને પણ આ યોજનાનો આંશિક રીતે લાભ મળશે.

આ સ્કીમનો હેતુ ચીનમાં બાળ જન્મદરને વેગ આપવાનો છે.

માર્ચ મહિનામાં ચીનના નૉર્થ હોહોત શહેરમાં ઓછામાં ઓછા ત્રણ બાળક ધરાવતા દંપતીઓને 100,000 યુઆન એક બાળક દીઠ આપવામાં આવે છે.

બીજિંગના ઉત્તરપૂર્વમાં આવેલું શેનયાંગ શહેર, ત્રણ વર્ષથી ઓછી ઉંમરના ત્રીજા બાળક ધરાવતા સ્થાનિક પરિવારોને દર મહિને 500 યુઆન આપે છે.

ગયા અઠવાડિયે, બીજિંગે ફ્રી પ્રીસ્કૂલ ઍજ્યુકેશન માટે પણ સ્થાનિક સરકારને વિનંતી કરી હતી.

ચીનસ્થિત યુવા પૉપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પ્રમાણે ચીન દુનિયાના સૌથી મોંઘા દેશમાંનો એક છે, જ્યાં બાળકનો ઉછેર અપેક્ષા કરતાં વધુ મોંઘો છે.

ચીનમાં 17 વર્ષની ઉંમર સુધીના બાળકને ઉછેર કરવાનો ખર્ચ 75,700 ડૉલરનો ખર્ચ આવે છે.

ચીનની વસ્તીમાં ઘટાડો

ચીનમાં 17 વર્ષની ઉંમર સુધીના બાળકને ઉછેરવાનો સરેરાશ ખર્ચ 75,700 ડૉલર થાય છે, એમ અભ્યાસમાં જાણવા મળ્યું છે.

જાન્યુઆરીમાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2024માં ચીનની વસ્તી સતત ત્રીજા વર્ષે ઘટી છે.

નૅશનલ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, ચીનમાં 2024માં 9.54 મિલિયન બાળકોનો જન્મ થયો હતો.

તેમાં ગયા વર્ષ કરતાં થોડો વધારો થયો હતો, પરંતુ દેશની કુલ વસ્તીમાં ઘટાડો થતો રહ્યો છે.

ચીનની 1.4 અબજ વસ્તી પણ ઝડપથી વૃદ્ધ થઈ રહી છે, જે ચીન માટે ચિંતાજનક બાબત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન