You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
10 તસવીરોમાં જુઓ હૉંગકૉંગની ઇમારતોમાં ભીષણ આગથી કેવી સ્થિતિ થઈ?
હૉંગકૉંગના તાઈ પો ક્ષેત્રમાં એક રહેણાક વિસ્તારમાં બુધવારે લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 55 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા છે.
આ આગથી હૉંગકૉંગમાં હજારો લોકો પર મોટી આપત્તિ આવી પડી છે. આગ બાદ હૉંગકૉંગમાં કેવી સ્થિતિનું નિર્માણ થયું એ તસવીરોમાં જુઓ...
આગને કારણે અનેક લોકોએ તેમનાં પરિજનોને ગુમાવ્યા છે અને હજુ અનેક લોકો લાપતા છે.
હૉંગકૉંગ સરકારના જણાવ્યા અનુસાર, બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:51 વાગ્યે વાંગ ફુક કોર્ટમાં આગ લાગી હતી, ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ધટનાસ્થળથી જે તસવીરો સામે આવી છે, તેમાં ધુમાડાનાં વાદળો, આગની જ્વાળાઓ, તેને કાબૂ કરતા ફાયરફાઇટર્સ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાસ્થળે 800 અગ્નિશામકોને તહેનાત કરવામાં આવ્યાં છે અને એક ફાયર ફાઇટરનું મૃત્યુ થયું છે
ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્રએ આપેલી માહિતી અનુસાર 30થી વધુ બસ રૂટને આગગ્રસ્ત વિસ્તારથી હઠાવીને બીજી તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.
આગ ઝડપથી ફેલાઈ રહી હોવાનું કારણ નજીકમાં ચાલી રહેલાં નવીનીકરણ, રિનોવેશનનાં કામો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગને સ્તર 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જે તીવ્રતાની દૃષ્ટિએ શ્રેણી 1 થી 5 ના સ્કેલ પર ઉચ્ચતમ સ્તર છે.
આગને કારણે સેંકડો લોકોને કૉમ્યુનિટી સેન્ટર્સમાં ખસેડવામાં આવ્યા છે.
લાપતા લોકોના પરિજનો ચિંતિત છે અને કૉમ્યુનિટી સેન્ટર્સમાં બેસીને તેમનાં પરિજનોની રાહ જોઈ રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન