મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરવાનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, ANI
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે પાછલા અઢી મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગત બુધવારે મણિપુમાં બે મહિલા સાથે યૌન ઉત્પીડનનો એક ભયાવહ વીડિયો સામે આવ્યો છે.
મણિપુર પોલીસે એ વીડિયોની પુષ્ટિ કરતાં કહ્યું છે કે આ મહિલાઓ ગત ચાર મેના રોજ મણિપુરના થોબલ જિલ્લામાં યૌન ઉત્પીડનનાં શિકાર બન્યાં હતાં.
મણિપુર પોલીસે જણાવ્યું કે, “આ સંદર્ભે અજ્ઞાત લોકો સામે અપહરણ, ગૅંગરેપ અને હત્યાન મામલો દાખલ કરાયો છે. મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસ દોષિતોને પકડવાની પૂરી કોશિશ કરી રહી છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્રથી માંડીને વિપક્ષનાં દળોના પ્રમુખ નેતાઓ તરફથી આ મુદ્દે કઠોર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
કૉંગ્રેસ સહિત બીજાં વિપક્ષી દળોએ આ મામલાને લઈને સત્તાધારી ભાજપને ઘેરવાની કોશિશ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાના પ્રથમ દિવસે પોતાની પ્રતિક્રિયા આપતાં “મણિપુરની દીકરીઓ સાથે થયેલા કૃત્યને ક્યારેય માફ ન કરવા”ની વાત કરી હતી.

ઇમેજ સ્રોત, SANSAD
આ સિવાય ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ મામલાને લઈને કડક વલણ અખત્યાર કર્યું હોય એવું લાગી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ મામલાનું સ્વસંજ્ઞાન લીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ, કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર લખ્યું છે કે તેમણે રાજ્યના મુખ્ય મંત્રી એન. બીરેનસિંહ સાથે વાત કરી છે અને દોષિતોને પકડવામાં કોઈ કસર નહીં રખાય.

એફઆઇઆરમાં શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર, કુકી-જોમી સમુદાયનાં આ મહિલાઓ સાથે ચાર મેના રોજ મૈતેઈ બહુમતીવાળા વિસ્તાર થોબલ જિલ્લામાં યૌન ઉત્પીડનની ઘટના બની હતી.
જોકે, આ અંગે 18 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં એફઆઇઆર નોંધાઈ હતી. જે બાદ આ કેસ સંબંધિત પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી દેવાયો.
મણિપુરના એક ટોચના અધિકારી એસપી મેઘચંદ્રસિંહે આ ઘટના પર જાહેર કરાયેલી પ્રેસ નોટમાં કહ્યું છે મણિપુર પોલીસ દોષિતોને પકડવાની પૂરી કોશિશ કરી રહી છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ નથી કરાઈ.
વીડિયોમાં દેખાઈ રહેલાં એક મહિલાની ઉંમર લગભગ 20 વર્ષ અને બીજાંની ઉંમર 40 વર્ષ જણાવાઈ રહી છે.
આ મહિલાઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વીડિયોમાં માત્ર બે મહિલાઓ દેખાઈ રહી છે પરંતુ ભીડે એક 50 વર્ષીય મહિલાને પણ કપડાં ઉતારવા માટે મજબૂર કર્યાં હતાં.
એફઆઇઆરમાં જણાવાયું છે કે એક યુવા મહિલા સાથે દિવસના અજવાળામાં સામૂહિક બળાત્કાર પણ કરાયો.
પીડિતાએ જણાવ્યું કે ત્રણ મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ 800થી 1,000 લોકોએ થોબલ જિલ્લામાં સ્થિત તેમના ગામે હુમલો કર્યો હતો. અને આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
આવી સ્થિતિમાં બે મહિલાઓ અને યુવતી પોતાના પિતા અને ભાઈ સાથં જંગલની તરફ ભાગ્યાં.
ફરિયાદ પ્રમાણે, પોલીસ આ મહિલાઓને બચાવવામાં સફળ રહી. પોલીસે તેમને પોલીસ સ્ટેશને લઈ જઈ રહી હતી, પરંતુ સ્ટેશનથી બે કિલોમીટર પહેલાં જ ભીડે તેમને રોકી લીધાં.
તે બાદ પ્રદર્શનકારીઓએ મહિલાઓને પોલીસ પાસેથી બળજબરીપૂર્વક લઈ જઈને યુવતીના પિતાની સ્થળ પર જ હત્યા કરી નાખી.
એફઆઇઆર પ્રમાણે ત્રણેય મહિલાઓને ભીડ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં ચાલવા માટે મજબૂર કરાયાં અને યુવતી સાથે ખુલ્લેઆમ ગૅંગરેપનું હીન કૃત્યુ આચરાયું.
એફઆઇઆર પ્રમાણે જ્યારે આ મહિલાએ પોતાના 19 વર્ષીય ભાઈને બચાવવાની કોશિશ કરી ત્યારે તેમની પણ હત્યા કરી દેવાઈ.

પાંચ જિલ્લામાં અનિશ્ચિતકાલીન કર્ફ્યુ

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડીજિનિયસ ટ્રાઇબલ લીડર્સ ફોરમે આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું છે કે યૌન ઉત્પીડન કરનારાઓએ પીડિતાઓની ઓળખ છતી કરતા વીડિયો જાહેર કરવાનો નિર્ણય લઈને પીડિતાઓ સાથે થયેલા અત્યાચારની તીવ્રતા વધારી દીધી છે.
તેમજ મહિલા સંગઠન તરફથી આ મુદ્દે પોટેસ્ટ માર્ચ કાઢવાનું એલાન કરાયા બાદ રાજ્ય સરકારે ખીણના પાંચ જિલ્લામાં અનિશ્ચિતકાલીન કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે.
નિર્ણય અનુસાર ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ, બિશ્નુપુર, કાકચિંગ અને થોબલમાં કર્ફ્યુ લદાશે.
અંગ્રેજી અખબાર ધ હિંદુમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે મણિપુરની હાલની સ્થિતિને ધ્યાને લઈને સીઆરપીએફે નાગાલૅન્ડ અને આસામથી બે ટોચના અધિકારીઓને મણિપુર તહેનાત કરાયા છે.
આ સાથે જ મણિપુરના કાંગપોકપી અને જિરબમ જિલ્લામાં બે ટૅક્ટિકલ મુખ્યાલય બનાવવાનો નિર્ણય કર્યો છે. સીઆરપીએફનું એક મુખ્યાલય ઇમ્ફાલ ખાતે પહેલાંથી છે.
હાલ મણિપુરમાં રાજ્ય પોલીસની સાથોસાથ સીએપીએફની 124 કંપનીઓ અને સૈન્યનાં 184 કૉલમ પણ તહેનાત છે.

શું બોલ્યા વડા પ્રધાન અને વિપક્ષના નેતા?

ઇમેજ સ્રોત, ANI
આ વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્રથી માંડીને વિપક્ષનાં દળોના તમામ નેતાઓ તરફથી કઠોર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાના પ્રથમ દિવસે જ ગુરુવારે સંસદ પહોંચીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડા પ્રધાને કહ્યું, “મણિપુરની ઘટનાથી મારું હૃદય દુ:ખથી ભરાઈ ગયું છે. આ ઘટન શરમજનક છે. પાપ કરનારા કેટલા છે, કોણ છે એ એક અલગ છે, પરંતુ બદનામી આખા દેશની થઈ રહી છે. 140 કરોડ દેશવાસીઓએ શરમ અનુભવવી પડી રહી છે. હું મુખ્ય મંત્રીઓને અપીલ કરું છું કે તેઓ માતા-દીકરીઓની સુરક્ષા માટે પગલાં લે.”
રાજસ્થાન, છત્તીસગઢ, મણિપુરનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું, “ઘટના ભલે ગમે એ રાજ્યની હોય, સરકાર ભલે ગમે એની હોય, નારીના સન્માન માટે રાજકારણથી ઉપર ઊઠીને કામ કરો.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું દેશવાસીઓને એ વાતનો વિશ્વાસ અપાવવા માગું છું કે કોઈને છોડાશે નહીં, મણિપુરની દીકરી સાથે જે થયું તેમને ક્યારેય માફ નહીં કરાય.
કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મામલે પીએમ મોદીના મૌનની ટીકા કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા અગાઉ કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ ટ્વીટ આ ઘટના અંગે ટ્વીટ કરતાં કહ્યું હતું, “મણિપુરથી આવી રહેલ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની તસવીરો ખળભળાવી મૂકે તેવી છે. મહિલાઓ સાથે થયેલી આ ભયાવહ હિંસાની ઘટનાની જેટલી નિંદા કરાય એટલી ઓછી. સમાજમાં હિંસાનો સૌથી મોટો અંશ મહિલાઓ અને બાળકોએ વેઠવો પડે છે.”
પ્રિયંકાએ લખ્યું, “આપણે સૌએ મણિપુરમાં શાંતિના પ્રયાસોને આગળ વધારવાની સાથે હિંસાની એક સ્વરમાં નિંદા કરવી પડશે. કેન્દ્ર સરકાર, વડા પ્રધાનજી આખરે મણિપુરની હિંસક ઘટનાઓને લઈને આંખ મીંચીને કેમ બેઠાં છે? શું આ પ્રકારની તસવીરો અને હિંસક ઘટનાઓ તેમને વિચલિત નથી કરતી?”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, “વડા પ્રધાન મોદીનું મૌન અને નિષ્ક્રિયતાએ મણિપુરને અરાજકતા તરફ ધકેલી દીધું છે. ભારત ચૂપ નહીં બેસે જ્યારે ભારતના વિચાર પર જ મણિપુર પર હુમલા કરાઈ રહ્યા છે. અમે મણિપુરના લોકો સાથે છીએ અને માત્ર શાંતિ જ એક વિકલ્પ છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ આ ઘટના અંગે ટ્વીટ કરીને લખ્યું છે –
“મણિપુરની ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે. ભારતીય સમાજમાં આ પ્રકારની ઘૃણાસ્પદ હરકત બરદાશ ન કરી શકાય. મણિપુરની સ્થિતિ અત્યંત ચિંતા જન્માવનારી બનતી જઈ રહી છે.”
“હું વડા પ્રધાનજીને અપીલ કરું છું કે તેઓ મણિપુરની સ્થિતિ પર ધ્યાન આપે. આ ઘટનાના વીડિયોમાં દેખાઈ રહેલા દોષિતો સામે કડક કાર્યવાહી કરાય, ભારતમાં આવા ગુનાહિત પ્રવૃત્તિના લોકો માટે કોઈ જગ્યા નથી.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ બુધવારે મોડી રાત્રે 12 વાગ્યે આ મુદ્દાને લઈને ટ્વીટ કર્યું.
સ્મૃતિ ઈરાનીએ લખ્યું, “મણિપુરમાં બે મહિલાઓ સાથે યૌન ઉત્પીડનનો ભયાનક વીડિયો અમાનવીય અને નિંદનીય છે. મેં મુખ્ય મંત્રી બિરેનસિંહ સાથે વાત કરી છે. મુખ્ય મંત્રીએ મને જણાવ્યું છે કે મામલાની તપાસ થઈ રહી છે. તેમણે મને એ વાતનો વિશ્વાસ અપાવ્યો હતો કે દોષિતોને પકડવામાં કોઈ કસર નહીં રખાય.”
મણિપુરની ઘટના અંગે ભારતની સુપ્રીમ કોર્ટે લીધેલા સ્વસંજ્ઞાન સંદર્ભે કોર્ટ મામલાની 28 જુલાઈના રોજ સુનાવણી કરશે.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું, “સરકારે આ મામલામાં દખલ કરવી જોઈએ અને ઍક્શન લેવું જોઈએ. આ બિલકુલ અસ્વીકાર્ય છે. આ અત્યંત પરેશાન કરનારી ઘટના છે. આ બંધારણ અને માનવાધિકારોનું ઉલ્લંઘન છે.”
મણિપુરમાં ગત ત્રણ મેના રોજ મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા શરૂ થયા બાદથી અત્યાર સુધી આ હિંસક સંઘર્ષમાં 142 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
આ સાથે આ સંઘર્ષમાં લગભગ 60 હજાર લોકો બેઘર થઈ ચૂક્યા છે.
રાજ્ય સરકાર પ્રમાણે આ હિંસામાં પાંચ હજાર આગચંપીની ઘટનાઓ બની છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ એક રિપોર્ટમાં મણિપુર સરકારે કહ્યું છે કે હિંસા સંબંધે કુલ 5,995 મામલા દાખલ કરાયા છે અને 6,475 લોકોની ધરપકડ કરાઈ છે.














