You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિઝબુલ્લાહ, ઈરાન અને ઇઝરાયલની હવે પછીની રણનીતિ કેવી હશે
ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહના મોટા નેતા નસરલ્લાહનું મોત એ લેબનોનના ઉગ્રવાદી સંગઠનો સાથે ઇઝરાયલના ઘર્ષણની સૌથી મોટી ઘટના છે.
લેબનોનના સૌથી શક્તિશાળી અને હથિયારસજ્જ સંગઠન હિઝબુલ્લાહના નેતા નસરલ્લાહનું ઇઝરાયલી હુમલામાં મોત થયું હતું.
ઇઝરાયલે દાવો કર્યો હતો કે શુક્રવારે રાતે થયેલા હુમલામાં નસરલ્લાહ સહિત કેટલાક કમાન્ડરોનાં મોત થયાં છે.
ઇઝરાયલના દાવા બાદના ખાસ્સા સમય પછી હિઝબુલ્લાહે અનુમોદન આપ્યું કે નસરલ્લાહનું મોત દક્ષિણ વિસ્તારમાં વિશ્વાસઘાતી ઝાયનિસ્ટ હુમલામાં થયું હતું.
હિઝબુલ્લાહે કહ્યું છે કે તે ઇઝરાયેલ સામેની લડાઈ ચાલુ રાખશે.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આગળ શું થશે તે મુખ્યત્વે ત્રણ મૂળભૂત પ્રશ્નો પર આધાર રાખે છે.
હિઝબુલ્લાહ હવે શું કરશે?
પહેલો સવાલ એ ઊભો થાય છે કે હવે હિઝબુલ્લાહ શું કરશે? હાલના સંઘર્ષમાં હિઝબુલ્લાહ જૂથ એક પછી એક મોટા નુકસાનમાંથી પસાર થઈ રહ્યું છે. ડઝનથી વધારે કમાન્ડરો મરી પરવારતાં તેમનો કમાન્ડિંગ ઢાંચો જ ઢીલો પડી ગયો છે. ગયા સપ્તાહે પેજર અને વૉકી-ટૉકીમાં થયેલા વિસ્ફોટોએ તેમના કોમ્યુનિકેશન તંત્રને પાંગળુ બનાવી દીધું હતું. હથિયારો નષ્ટ થઈ ગયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા સ્થિત મધ્ય-પૂર્વ દેશોના સુરક્ષા બાબતોના નિષ્ણાત મોહમ્મદ અલ-બાશા કહે છે કે, "હસન નસરલ્લાહનાં મૃત્યુનાં ઘેરા પરિણામો આવશે. તે સંગઠનને અસ્થિર કરી શકે છે અને ટૂંકા ગાળામાં તેની રાજકીય અને લશ્કરી વ્યૂહરચનાઓ બદલાઈ શકે છે."
પરંતુ આ કટ્ટર ઇઝરાયલ વિરોધી સંગઠન અચાનક હાર સ્વીકારશે અને ઇઝરાયલની શરતો પર શાંતિ માટે આગળ વધશે તેવી અપેક્ષા રાખવી ખોટુ સાબીત થઈ શકે છે.
હિઝબુલ્લાહે પહેલેથી જ લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તેની પાસે હજી પણ હજારો લડવૈયા છે, જેમાંથી ઘણાને તાજેતરમાં જ સીરિયામાં યુદ્ધમાં લડવાનો અનુભવ ધરાવે છે અને તેઓ બદલો લેવા માંગે છે.
તેમની પાસે હજુ પણ ઢગલાબંધ હથિયારો છે. જેમાં લાંબા અંતરે ચોક્કસ નિશાન પાર પાડતાં હથિયારો પણ છે. તેઓ તેલ અવીવ તેમજ ઇઝરાયલના અન્ય શહેરો સુધી પહોંચી શકે છે.
ઇઝરાયલી હુમલામાં તે નષ્ટ થઈ જાય તે પહેલાં જ એનો ઝડપથી ઉપયોગ થઈ જાય એવું હિઝબુલ્લાહ સંગઠનમાં અંદરથી જ દબાણ હશે.
પરંતુ જો તેઓ ઇઝરાયેલની હવાઈ સુરક્ષાને થાપ આપીને સામૂહિક હુમલો કરે જેમાં નાગરિકો માર્યા જાય, તો ઇઝરાયેલનો વળતો પ્રહાર વિનાશક હોઈ શકે છે. ઇઝરાયલ લેબનોનનાં મૂળભૂત સ્થાનો પર હુમલો કરી શકે છે, ઈરાન સુધી પણ પહોંચીને તેને નુકસાન કરી શકે છે.
ઈરાન શું કરશે?
હસન નસરલ્લાહની હત્યા ઈરાન માટે એટલો જ મોટો ફટકો છે જેટલો હિઝબુલ્લાહ માટે છે. ઈરાને નસરલ્લાહનાં મૃત્યુ પર પાંચ દિવસનો શોક જાહેર કર્યો છે. જો હુમલો થાય તો બચાવી શકાય તે માટે ઈરાને તેમના નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈને પણ છુપાવી દીધા છે.
જુલાઈમાં તેહરાનના એક ગેસ્ટ હાઉસમાં હમાસના રાજકીય નેતા ઇસ્માઈલ હનિયાની અપમાનજનક હત્યા પછી ઈરાને હજુ સુધી કોઈ વળતો જવાબ નથી આપ્યો.
હવે નસરલ્લાહની હત્યા બાદ ઈરાનના શાસનમાં હાજર કટ્ટરપંથીઓ વળતા પ્રહાર માટે વિચારી રહ્યા હશે.
ઈરાન પાસે મધ્ય-પૂર્વમાં તેના સાથી દેશોનું ભારે સશસ્ત્ર લડવૈયાઓનું એક આખું સંગઠન છે, જેને 'પ્રતિકારની ધરી – ઍક્સિસ ઑફ રેસિસ્ટેન્સ’ કહેવામાં આવે છે.
હિઝબુલ્લાહ ઉપરાંત યમનમાં હૂતિ તેમજ સીરિયા અને ઇરાકમાં અન્ય ઘણાં સંગઠનો છે. ઈરાન તેમને ઇઝરાયલ અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલા વધારવા માટે કહી શકે છે.
પરંતુ ઈરાન જવાબ આપવા માટે જે પણ રસ્તો પસંદ કરશે તેનાથી એવા યુદ્ધને પલીતો ચપાશે જે જીતવાની તે આશા ન રાખી શકે.
ઇઝરાયલ શું કરશે?
હસન નસરાલ્લાહની હત્યા પહેલા જો કોઈને કોઈ શંકા હતી તો તે હવે એવું નહીં બને.
ઇઝરાયેલ સ્પષ્ટપણે હવે તેના નજીકના સાથી અમેરિકા સહિત 12 દેશોના પ્રસ્તાવિત 21-દિવસીય યુદ્ધવિરામ માટે તેના લશ્કરી અભિયાનને રોકવાનો કોઈ ઇરાદો ધરાવતો નથી.
ઇઝરાયેલી સેનાનું માનવું છે કે હવે હિઝબુલ્લાહ તેની પાછળ પડી ગયું છે. તેથી મિસાઇલનો ખતરો દૂર ન થાય ત્યાં સુધી તે હુમલો ચાલુ રાખી શકે છે.
હિઝબુલ્લાહનું આત્મસમર્પણ પણ હાલ તો શક્ય જણાતું નથી. ઇઝરાયેલ જમીન પર સૈનિકો મોકલ્યા વિના હિઝબુલ્લાહના હુમલાના ખતરાને કેવી રીતે ખાળશે? આ ઘર્ષણ પાછળ ઇઝરાયલનો આ હેતુ છે.
ઇઝરાયેલનાં સંરક્ષણદળોએ આ હેતુથી જ સરહદ નજીક તેમના સૈનિકોની તાલીમનાં વીડિયો ફૂટેજ રજૂ કર્યાં છે.
પરંતુ હિઝબુલ્લાએ પણ છેલ્લું યુદ્ધ સમાપ્ત થયા પછી વિતેલાં 18 વર્ષ યુદ્ધની તાલીમ પાછળ વિતાવ્યાં છે. આનો અર્થ એ થયો કે જમીન પર યુદ્ધ લડવું ઇઝરાયલ માટે સરળ લાગતું નથી.
મૃત્યુ પહેલાના તેમના છેલ્લા જાહેર ભાષણમાં હસન નસરલ્લાહે તેમના સમર્થકોને કહ્યું હતું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો હુમલો એક ઐતિહાસિક અવસર હશે.
આનો અર્થ એ છે કે જો ઇઝરાયલી સુરક્ષા દળો માટે લેબનોનમાં પ્રવેશવું ભલે સરળ હોય, પણ ગાઝાની જેમ ત્યાંથી નીકળવામાં મહિનાઓ લાગી શકે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)