એ ઇંજેક્ષન જે પુરુષોને પિતા બનતા રોકશે, ભારતમાં બનેલા ગર્ભનિરોધની આ રીતે કેટલી સુરક્ષિત છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમન યાદવ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઉપચારની દુનિયામાં હાલના સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નો એક પ્રયોગ ચર્ચામાં છે.
સાત વર્ષ સુધી ચાલેલા એક સંશોધન પછી તૈયાર કરાયેલ રિવર્સિબલ ઇન્જેક્ટેબલ મેલ કૉન્ટ્રાસેપ્ટિવ ઇંજેક્ષનની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે.
એટલે કે હવે આ ઇંજેક્ષનના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.
આઈસીએમઆરનો દાવો છે કે આ ઇંજેક્ષનની કોઈ ગંભીર આડઅસર નથી. તે ખૂબ અસરકારક છે.
ક્લિનિકલ ટ્રાયલ કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
તેના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો ગયા મહિને જ ઍન્ડ્રોલૉજી જર્નલમાં પ્રકાશિત થયા હતા.
રિવર્સિબલ ઇન્હિબિશન ઑફ સ્પર્મ અંડર ગાઇડન્સ (RISUG) નામના આ ઇંજેક્ષનને મંજૂરી મળો તે પહેલા ત્રણ તબક્કાના ટ્રાયલમાંથી તેને પસાર થવું પડ્યું હતું.
આ ટ્રાયલમાં દિલ્હી, ઉધમપુર, લુધિયાણા, જયપુર અને અડગપુરના લોકોને સામેલ કરાયા હતા.
આ પરીક્ષણમાં 25થી 40 વર્ષના 303 સ્વસ્થ, સેક્સુઅલી ઍક્ટિવ વિવાહિત પુરૂષો અને તેમના સેક્સુઅલી ઍક્ટિવ પત્નીઓને સામેલ કરાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દંપતીઓને ટ્રાયલમાં ત્યારે સામેલ કરાયા જ્યારે એ પરિવાર નિયોજનના ક્લિનિક અને યુરોલૉજી વિભાગના સંપર્કમાં આવ્યા.
આ દંપતીઓને વૅસેક્ટમી કે નો સ્કાલપેલ વૅસેક્ટોમીની જરૂર હતી. સરળ શબ્દોમાં કહીએ તો આ એવા પરિવારો હતા જેમને બાળકો નહોતાં જોઈતાં.
આ ટ્રાયલ્સ દરમ્યાન પુરૂષોને 60 એમજી રિવર્સિબલ ઇન્હિબિશન ઑફ સ્પર્મ ગાઇડંસ ઇન્જેક્ટ અપાયું હતું.
શોધ કે ટ્રાયલનું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીએમઆર પોતાની શોધ અને ટ્રાયલમાં જાણ્યું કે આરઆઈએસયૂજી (RISUG) હાલ સુધીના બધા જ ગર્ભનિરોધક (કૉન્ટ્રાસેપ્ટિવ)માં સૌથી વધારે અસરકારક છે. આની કોઈ ગંભીર આડઅસરો પણ જોવા નહોતી મળી.
શોધમાં સામે આવ્યું કે ઍજુસ્પર્મિયાનું લક્ષ્ય મેળવવામાં આરઆઈએસયૂજી (RISUG) 97.3 ટકા સફળ રહ્યું. ગર્ભાવસ્થાને રોકવામાં તે 99.02 ટકા પ્રભાવશાળી રહી છે.
સ્પર્મ નીકળવામાં અવરોધકને ઍજુસ્પર્મિયા કહે છે. એક વાર ઇંજેક્ષન લેવાથી તેની અસર આશરે 13 વર્ષ સુધી રહેશે એટલે કે ગર્ભાવસ્થા રોકી શકશે.
કૉન્ડોમ અને કંબાઇન્ડ ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ (OCP) એક મર્યાદિત સમય સુધી મહિલાઓને ગર્ભાવસ્થા રોકવામાં મદદ કરે છે.
તો કૉપર-ટી એક લાંબા સમય માટે ગર્ભાવસ્થા રોકવામાં મદદ કરે છે.
વૅસેક્ટોમી સ્થાયી નસબંધીની સર્જિકલ રીત છે.
પણ કહેવાય છે કે 13 વર્ષનો સમય પુરૂષોમાં અસમંજસ અને ભ્રમ પેદા કરી શકે છે. કારણ કે આને ના તો સ્થાયીની શ્રેણીમાં રાખી શકાય છે ના મર્યાદિત સમયના કારગર ઉપાયોમાં તેને સામેલ કરી શકાય છે.
પરિવર્તનના સમયની શરૂઆત?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નિષ્ણાતો માને છે કે ગર્ભ ધારણ કરવાથી રોકવા માટે બનેલી દવાઓને પરિવાર નિયોજનની સ્વતંત્રતા આપી.
જોકે, આમાં ગર્ભનિરોધની જવાબદારી પણ મહિલાઓના માથે નાખી.
આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે કે ભારતમાં મહિલાઓને પુરૂષોની સરખામણીમાં આની જવાબદારી વધારે લેવી પડે છે. એવું તો છે નહીં કે પુરૂષો પાસે આનાં સાધનો નથી જેના આધારે તેઓ પણ પરિવાર નિયોજન પર કામ કરી શકે.
પુરૂષો માટે કૉન્ડોમ છે. હાલમાં જ આના માટે ગોળીના ઉપયોગની શરૂઆત પણ થઈ છે.
2019-21ના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-5) અનુસાર 10 પુરૂષોમાંથી એકથી પણ ઓછા પુરૂષો એટલે કે 0.5 ટકા પુરૂષો કૉન્ડોમનો ઉપયોગ કરે છે.
આવામાં હજી પણ મહિલાઓની નસબંધી સમાજમાં વધારે પ્રમાણમાં ચલણમાં છે.
નિષ્ણાતો કહે છે કે પુરૂષ નસબંધી સુરક્ષિત અને સરળ છે. જે નહિવત પ્રમાણમાં થાય છે.
આ સર્વેમાં ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને બિહારના 50 ટકા પુરૂષોએ જણાવ્યું કે નસબંધી મહિલાઓનું કામ છે અને પુરૂષોએ આ બધાની ચિંતા ના કરવી જોઈએ.
ડૉક્ટર્સ અનુસાર પુરૂષોમાં નિરોધના ઉપયોગને લઈને ઘણા મિથક પણ છે. જેમકે કૉન્ડોમના ઉપયોગને લઈને અહીં એ વિચાર હજી પણ યથાવત છે કે આનાથી જાતીય સુખ ઓછું થઈ જાય છે અને નસબંધી વિશે પુરૂષો એવું માને છે કે આનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે અને મર્દાનગી ખતમ થઈ જવાનો ડર છે.

ઇમેજ સ્રોત, NFHS_5/NFHS-4
'ફૅડરેશન ઑફ ઑબ્સ્ટેટ્રિક ઍન્ડ ગાયનેકોલૉજિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા'ના પ્રમુખ ડૉ. એસ. શાંતા કુમારી કહે છે કે ભારતીય સમાજમાં નસબંધી અથવા વૅસેક્ટમી અંગે ઘણી ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ છે.
ભારતીય પુરૂષો બાળક ન પેદા કરી શકવાની વાતને મર્દાનગી પર ઘાત સમાન માને છે. આના કારણે પરિવાર નિયોજનનો બધો ભાર મહિલાઓ પર આવી જાય છે.
'ઇન્સ્ટિટ્યૂટ ફોર વ્હૉટ વર્ક્સ ટુ ઍડવાન્સ જેન્ડર ઇક્વાલિટી'નાં રિસર્ચ ફૅલો બિદિશા મંડલ બીબીસીને વાતચીત દરમિયાન કહે છે કે મહિલાઓની નસબંધી ભારતમાં સૌથી વધુ થાય છે.
હેલ્થ મૅનેજમેન્ટ ઇન્ફૉર્મેશન સિસ્ટમ જે એક સરકારી સંસ્થા છે. એના ડેટાના આધારે બિદિશા કહે છે કે પુરૂષોની સરખામણીએ 93 ટકા નસબંધી મહિલાઓની થઈ છે
આમાં કૉન્ટ્રાસેપ્ટિવ માટે પુરૂષોનો ડર પણ જવાબદાર છે.
નિષ્ણાતો કહે છે કે 1975માં બળજબરીથી નસબંધીએ પુરૂષોમાં એક ડર ઊભો કર્યો છે. જેના કારણે તે સામાજિક નિષેધનો વિષય બની ગયો હતો. નસબંધીને પુરુષો તેમના પુરુષત્વ સાથે સાંકળીને પણ જુએ છે. તેમને લાગે છે કે નસબંધી તેમના પુરુષત્વનો નાશ કરશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સના વડા એસ. પી. સિંઘે બીબીસીને જણાવ્યું છે કે અમે ICMRના આ સંશોધન અને ક્લિનિકલ ટ્રાયલથી વાકેફ નથી.
પરંતુ ભારતના વસતી નિયંત્રણમાં આ ઇંજેક્શન કેટલું અસરકારક રહેશે તે તો સમય જ કહેશે.














