લોકપ્રિય પીણાંએ અમેરિકાને અંગ્રેજોની ગુલામીમાંથી કેવી રીતે આઝાદ કરાવ્યું હતું?

    • લેેખક, એલિગા ગુલ્ડ
    • પદ, બીબીસી સાથે તેમણે કરેલી વાતચીતના આધારે

16 ડિસેમ્બર, 1773ની રાત્રે, સશસ્ત્ર માણસોનું ટોળું, જેમાંથી કેટલાક મોહૌક યોદ્ધાઓના પોશાકમાં બોસ્ટનના ગ્રિફિન્સ લંગર ખાતે લાંગરેલાં ત્રણ જહાજોમાં સવાર હતા.

આ જહાજોમાં 92,000 પાઉન્ડ એટલે કે આશરે 41,000 કિલોગ્રામથી વધુ ચા ભરેલી 340 પેટીઓ હતી. એ સમયે અમેરિકાના આ પ્રદેશમાં સૌથી લોકપ્રિય પીણું હતું.

સન્સ ઑફ લિબર્ટી તરીકે ઓળખાતા દેશભક્ત જૂથના સમર્થનથી ઘૂસણખોરોએ જહાજોની સંપૂર્ણ તપાસ કરી અને ચાને બોસ્ટન હાર્બરમાં ફેંકી દીધી.

આ કાર્ગોની માલિકી ધરાવતી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જણાવ્યા અનુસાર તેને વર્તમાન ચલણમાં એક મિલિયન ડૉલરથી વધુનું નુકસાન થયું હતું.

ચાના નાશની આ ઘટનાએ તેર કૉલોનીને ક્રાંતિ તરફ ધકેલી દીધી અથવા તો એવું કહી શકાય કે અમેરિકન ક્રાંતિને જન્મ થયો. બોસ્ટનમાં બનેલી આ ઘટનાને મૂળભૂત રીતે બોસ્ટન ટી પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે.

16 ડિસેમ્બર અગાઉ સુધી બ્રિટિશ સંસદ દ્વારા તેમની સંમતિ વિના તેમના પર કર લગાવવાના વારંવારના પ્રયાસો સામે વસાહતોના વાંધાનો શાંતિપૂર્ણ ઠરાવ શક્ય જણાતો હતો.

પણ એ તારીખ પછી બંને પક્ષોએ વસાહતી સત્તાની બાબતે કડક વલણ અપનાવ્યું અને તેના એક વર્ષની અંદર તે સમયના ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું.

ખાનગી મિલકત પર હુમલો

તે એક ખાનગી મિલકત પર હુમલો હોવાથી ટી પાર્ટીએ ઘણા દેશભક્તોને નારાજ કર્યા હતા, જેના પરિણામે આખરે યુનાઇટેડ સ્ટેટ્સ બન્યું.

જ્યારે જ્યૉર્જ વૉશિંગટનને આની જાણ થઈ ત્યારે તેમણે ચાના જથ્થાના વિનાશની ઘટનાનું ખંડન કર્યું.

બેન્જામિન ફ્રૅન્કલિન આ કાર્યવાહીથી એટલા નારાજ હતા કે તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ખોટ પોતે ચૂકવવાની ઑફર કરી.

એક શક્તિશાળી બહુરાષ્ટ્રીય નિગમ

અગાઉના પ્રશ્નનો જવાબ એ ભ્રષ્ટ સંધિમાં રહેલો છે જે બ્રિટિશ વડા પ્રધાન લોર્ડ નોર્થે 1773ની વસંત ઋતુમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે કર્યો હતો.

ઇસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનનું સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી જૂથ હતી. તેની પાસે પોતાનું સૈન્ય પણ હતું. જે રાજાનાં નિયમિત દળો કરતાં બમણું હતું.

રાજકીય અર્થશાસ્ત્રી ઍડમ સ્મિથે દક્ષિણ એશિયામાં આ પ્રાદેશિક સામ્રાજ્યના વહીવટને "લશ્કરી અને તાનાશાહી" તરીકે વર્ણવ્યું.

જોકે, બંગાળમાં ભયંકર દુષ્કાળ અને તેના પોતાના વહીવટમાં ભ્રષ્ટાચારને કારણે કંપની નાદારીની અણી પર હતી.

ઉત્તર વિસ્તારનો ઉકેલ ચાનો કાયદો હતો : ભારત અને અમેરિકા બંનેમાં બ્રિટનની સમસ્યાઓ ઉકેલવાની આશાએ સંસદે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ઉત્તર અમેરિકામાં 17 મિલિયન પાઉન્ડની ચા ઓછા ભાવે વેચવાનો ઇજારો તો આપ્યો પણ બીજી બાજુ સંસદે ચા પરના એ વસાહતી કરને જાળવી રાખ્યો જે તેણે 1767ના ટાઉનશેન્ડ રેવન્યુ ઍક્ટમાં લાગુ કર્યો હતો.

ટૅક્સની વધારાની કિંમત સાથે પણ કંપનીની ચા અન્ય કોઈ પણ કરતાં સસ્તી હોવાનું વચન અપાયું હતું જેમાં જ્હૉન હૅનકૉક જેવા વેપારીઓ દ્વારા દાણચોરી કરી લવાતી ડ્યૂટી ફ્રી ડચ ચાનો પણ સમાવેશ થતો.

1765ના સ્ટેમ્પ ઍક્ટથી વસાહતો પર ટૅક્સ લગાવવાના સંસદના પ્રયાસો મોટા ભાગે નિષ્ફળ ગયા હતા અને ઉત્તર અમેરિકાના વસાહતીઓને ડર હતો કે ટી ઍક્ટ એ એવા બ્રિટિશ રાજકારણીઓ માટે વિજય બની જશે, જેઓ માનતા હતા કે વસાહતોમાં તેમના પ્રતિનિધિઓની સંમતિ વિના સંસદને આવક વધારવા માટે કર લાદવાનો અધિકાર છે.

જવાબ

બોસ્ટનમાં બનેલી ઘટનાઓના પડઘા યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ દરિયાકાંઠે આવેલાં અન્ય શહેરોમાં પડ્યા હતા.

જોકે, બોસ્ટન શહેર એકલું ન હતું. આ નવા ઉપાયનો સૌથી વધુ હિંસક પ્રતિકાર મૅસેચ્યુસેટ્સમાં થયો હતો.

ચા અધિનિયમનો વિરોધ ફેલાતા ન્યૂયૉર્ક અને ફિલાડૅલ્ફિયામાં દેશભક્તોએ કંપનીની ચા સાથેનાં જહાજોને લાંગરવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો. આના કારણે આ જહાજોને બ્રિટન પરત જવા મજબૂર થવું પડ્યું.

બીજાં સ્થળો પર ચાને બંદર પર ઉતારી સડવા માટે છોડી દેવાઈ.

ચાર્લ્સટન, દક્ષિણ કેરોલિનાના વેપારીઓએ ચાના શિપમેન્ટ માટે ચુકવણી કર્યા પછી, સ્થાનિક દેશભક્તોએ તેમને તેને બંદરમાં ખાલી કરવા દબાણ કર્યું.

એડેન્ટન, નોર્થ કેરોલિનામાં, મહિલાઓએ વિરોધ કર્યો અને તેમાંથી 51 લોકોએ એક અરજી પર હસ્તાક્ષર કર્યા જેમાં તેમણે "આપણા મૂળ દેશને ગુલામ બનાવવા"ના કાયદાને રદ ન કરવામાં આવે ત્યાં સુધી ચા નહીં પીવાની પ્રતિજ્ઞા લીધી.

વિલ્મિંગ્ટન બંદરની મહિલાઓએ નગર ચોકમાં ચાને સળગાવી દીધી હતી.

સંસદમાં આક્રોશ

જ્યારે ચાના નાશના સમાચાર લંડન પહોંચ્યા તો અમેરિકાનાં હિતો પ્રત્યે સહાનુભૂતિ રાખનારા બ્રિટિશ નાગરિકો પણ નારાજ થયા. આંશિક રીતે આ જ કારણે કેટલાય સંસ્થાનવાદીઓએ દાવો કર્યો કે તે વ્યક્તિગત સંપત્તિ પરનો હુમલો છે.

આ પછી સંસદે ત્રણ દંડાત્મક કાયદાઓ સાથે તેનો જવાબ આપ્યો. મૅસેચ્યુસેટ્સના સ્વસાશનને સીમિત કરી દેવાયું, કૉલોનીની અદાલતોમાં હસ્તક્ષેપ કર્યો અને જ્યાં સુધી જવાબદાર લોકોએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને નુકસાનીનું વળતર ના ચૂકવ્યું ત્યાં સુધી બોસ્ટન બંદર પરના તમામ વાણિજ્યિક વ્યવહારોને રોકી દેવામાં આવ્યા.

ઇતિહાસકારો એ કાયદાઓને આજે દંડાત્મક કાયદાઓ રૂપે યાદ કરે છે. તો સંસ્થાનવાદીઓએ તેને ‘અસહનીય કૃત્ય’ ગણાવ્યું. બંને વિવિરણ એકદમ સટીક હતાં.

જો સંસદે ઓછી કઠોર પ્રતિક્રિયા આપી હોત તો બોસ્ટનમાં ખાનગી સંપત્તિના વિનાશ બાબતે કેટલાય લોકોના આક્રોશને જોતાં અમેરિકનોએ ટી ટૅક્સની ચુકવણી બાબતે પોતાના વિરોધ પર પુનર્વિચાર કરવો પડતો.

અંતે ગ્રિફિન બંદર પર જહાજોમાં સવાર થનારા લોકોને ન્યાયના કઠેડામાં લાવી શકાતા હતા.

પણ લોર્ડ નોર્થે તર્ક આપ્યો કે સંસદ પાસે કોઈ વિકલ્પ નહોતો.

“પરિણામોની ચિંતા કર્યા વિના” તેમણે 22 એપ્રિલ 1774માં હાઉસ ઑફ કૉમન્સ સામે કહ્યું, “આપણં આ જોખમ લેવું જોઈએ. જો આપણે આવું નહીં કરીએ તો બધું જ ખતમ થઈ જશે.”

બરાબર એક વર્ષ પછી સરકારનું એ પગલું જેના વિશે ઉત્તરને આશા હતી કે આનાથી પરિણામ બ્રિટનના પક્ષમાં આવશે તે કિંગ જ્યૉર્જ ત્રીજાની 13 કૉલોનીને સ્વતંત્ર વિદ્રોહ તરફ દોરી ગયું.

અમેરિકનોએ 16 ડિસેમ્બરની ઘટનાઓ વિશે જે પણ વિચાર્યુ હોય મૅસેચ્યુસેટ્સ પર લગાવેલા પ્રતિબંધોએ તેમને વધારે ચિંતિત કરી દીધા. આનાથી અન્યત્ર વસનારા લોકોનું ભવિષ્ય પણ આવું થઈ શકે છે તેવી આશંકા વધી ગઈ.

સંસ્થાનવાદીઓને એવું લાગવા લાગ્યું કે જો બળપ્રયોગ જ બ્રિટનનો એકમાત્ર વિકલ્પ હોય તો તેમની પાસે પણ માત્ર ‘સશસ્ત્ર વિરોધ’નો જ વિકલ્પ બાકી રહે છે. જેને જુલાઈમાં લાગુ કરાયો અને ચોથી જુલાઈ, 1776માં સ્વતંત્રતાની જાહેરાત કરાઈ.