'આ મારી ધ્યાન કરવાની રીત છે,' પથ્થર પર પથ્થર ટેકવવાની આ યુવાનની કળા આશ્ચર્ય પમાડી દેશે
ધ્યાન કરવા અને એકાગ્રતા વધારવા માટે તમે લોકોને પલાંઠી વાળીને, આંખ બંધ કરીને ધ્યાનની મુદ્રામાં તો ઘણી વાર જોયા હશે, પરંતુ મહારાષ્ટ્રના આ યુવાન ગૌતમ વૈષ્ણવ ધ્યાન કરવા માટે એક અલગ જ રીતનો ઉપયોગ કરે છે.
એ છે રૉક બૅલેન્સિંગ. તેઓ કહે છે કે આ તેમના માટે એક કળા છે, આ માત્ર હાથથી પથ્થરો ઉપર પથ્થર ટેકકવવા કરતાં ક્યાંય વધુ જટિલ એવી પ્રક્રિયા છે.
જે તેમના ચિત્તને શાંત અને સ્થિરતા બક્ષે છે.
તેમની આ કળા જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થયા વગર રહી ન શકે.
તેઓ કહે છે કે, "પથ્થરો બોલે છે અને હું સાંભળું છું. તેઓ મને તેના સંતુલનબિંદુ સુધી લઈ જાય છે અને પડવાના હોય ત્યારે મને ચેતવણી પણ આપે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન









