નેપાળમાં જ્યાં જુઓ ત્યાં હિંસા અને તોડફોડ, 10 તસવીરમાં જુઓ દેશની હાલત

નેપાળ સરકારે ગયા અઠવાડિયે 26 પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા અને મૅસેજિંગ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર પ્રતિબંધ બાદ યુવાનોએ વિરોધપ્રદર્શન કર્યું હતું અને આંદોલને મંગળવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

મંગળવારે 9 સપ્ટેમ્બરે કાઠમંડુમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો, છતાં વિવિધ સ્થળોએ વિરોધપ્રદર્શન અને અથડામણના અહેવાલો મળ્યા હતા.

પ્રદર્શનકર્તાઓનાં જૂથો દ્વારા વિવિધ નેતાઓ અને મંત્રીઓનાં ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

નેપાળમાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શનના એક દિવસ બાદ બુધવારે સવારે સેનાના જવાનો કાઠમંડુ અને અન્ય શહેરોમાં તહેનાત થયા છે.

નેપાળી સેનાએ વિરોધપ્રદર્શનની આડસમાં કોઈ પણ હિંસાને રોકવા માટે બુધવારે સવારથી સાંજના પાંચ કલાક સુધી દેશવ્યાપી પ્રોહિબિટેડ ઑર્ડર આપ્યો છે. આ પછી આગલા દિવસે સવારે એટલે કે ગુરુવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન