ઇરમા વાવાઝોડાની અસર ટર્ક્સ અને કૈકોસ ટાપુઓ સુઘી પહોંચ્યું

જો અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં તમારાં સગા-વ્હાલાં કે મિત્રો રહેતા હોય તો તેમની સલામતીના ખબર પૂછી લે જો. રવિવારે વાવાઝોડું ફ્લોરિડા રાજ્ય પર ત્રાટકવાનું છે.

ઇરમા વાવાઝોડું હવે કેરેબિયન સમુદ્રનાં હૈતી, ટર્ક્સ અને કૈકોસ ટાપુઓ સુધી પહોંચ્યું છે. આ ટાપુઓ પર તેની અસરને શક્ય તેટલી ઓછી કરવાની તૈયારીઓ થઈ છે.

અમેરિકામાં શું થઈ શકે?

સ્થાનિક સમય અનુસાર ફ્લોરિડામાં રવિવારે ઇરમા ચોથી શ્રેણીના વાવાઝોડાં તરીકે ત્રાટકશે. તોફાન અને પૂરની અસર વર્તાશે.

ફ્લોરિડાના ગર્વનર અનુસાર વાવાઝોડાંનું કદ રાજ્ય કરતા પણ મોટું છે. તેનાથી એક છેડાથી બીજા છેડા સુધી અસર થશે.

ડૉનાલ્ડ ટ્રંપનો દાવો છે, "ફ્લોરિડા પૂરી રીતે તૈયાર છે, જોવાનું એ છે કે હવે શું થાય છે?"

પ્રવાસીઓ અને સ્થાનિક રહિશોને સલામત સ્થળોએ ખસેડાઈ રહ્યાં છે. બધી જ ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. ઓર્લાંડોના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે તમામ કમર્શિયલ ફ્લાઇટ્સ બંધ થઈ જશે.

ગ્રાફિક્સ

ટાપુઓ પર સંકટ

હૈતી હજી 2010માં આવેલા ભૂકંપની અસરમાંથી બહાર નથી આવ્યું. નીચી સપાટીએ આવેલા ટર્ક્સ અને કૈકોસ ટાપુઓ 20 ફૂટ ઊંચા જેટલા વિનાશક મોજાના તોફાનની ઝપેટમાં આવી શકે છે.

ઇરમા ગંભીરતાની દ્રષ્ટીએ પાંચમી શ્રેણીનું વાવાઝોડું છે.

સૌથી તોફાની અને નુકસાનકારક કહેવાતી આ શ્રેણીમાં પ્રતિ કલાકે 290 કિમીની ઝડપે પવન ફૂંકાય છે. આ પ્રદેશમાં ઇરમાને કારણે ઓછામાં ઓછા 14 લોકો મૃત્યુ પામ્યા છે. અધિકારીઓના કહે છે કે આ આંકડો વધી શકે છે.રેડક્રોસના કહેવા પ્રમાણે અંદાજે 12 લાખ લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. આ આંકડો વધીને બે કરોડ 60 લાખે પહોંચી શકે છે.

આ સિવાય જે સ્થળોએ પાણી અને ગટર વ્યવસ્થા અસર પામી છે, ત્યાં રોગચાળો ફાટવાની પણ શક્યતા છે.

ઇરમાનો આગળનો રસ્તો શું છે?

ડોમિનિકન રિપબ્લિકને પસાર કરી ઇરમા હવે હૈતી તરફ વધ્યું છે. ભારતીય સમય અનુસાર શુક્રવારે તે ટર્ક્સ અને કૈકોસ પહોંચી શકે.

રવિવારે તે અમેરિકાના ફ્લોરિડા રાજ્ય સુધી પહોંચે તે પહેલાં ક્યૂબાને ઝપટમાં લેશે. અમેરિકન ઈમરજંસી એજંસીઓ આ વાવાઝોડાંની ભયાનક અસર થવાની શક્યતા વ્યક્ત કરી રહી છે.

VIDEO FILE

હૈતીમાં પૂર અને વાવાઝોડાંને લીધે મકાનો અને ઇમારતોને નુક્સાન પહોંચી શકે છે. ઉત્તરમાં આવેલા બંદરીય શહેર કેપ-હૈઇતનમાં વરસાદ અને ભારે પવનને લીધે તારાજી થઈ શકે તેમ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું છે, "જેમના ઘર જોખમી વિસ્તારમાં છે, તેઓ ઘર ખાલી કરી દે. નહીં તો તેમના ઘર ફરજિયાત ખાલી કરાવાશે."

ટર્ક્સ અને કૈકોસમાં તમામ તૈયારીઓ થઇ રહી છે. અહીં સૌથી ઊંચું સ્થળ સપાટીથી 50મીટરે છે.

ગ્રાફિક્સ

VIDEO FILE

ટર્ક્સ અને કૈકોસના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ઇમર્જન્સીસ વિભાગના ડાયરેક્ટર વર્જિનિયા ક્લારેક્સે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અંતરીય વિસ્તારમાં પણ તોફાન વધી શકે છે.

તેમણે એ પણ કહ્યું છે કે, "અમે લોકોને સતત જાણ કરી રહ્યા છીએ કે, આ પાંચમી શ્રેણીનું વાવાઝોડું ઈતિહાસનું સૌથી મોટું વાવાઝોડું છે."