જિયોની એક ચાલ જે અન્ય કંપનીઓને કરી દેશે બેહાલ

ઇમેજ સ્રોત, AFP
વૉડાફોન અને એરટેલ દેશની બે સૌથી મોટી મોબાઈલ કંપનીઓ છે. છેલ્લા એક વર્ષમાં જેવી રીતે જિયોએ બજાર પર એવી પકડ જમાવી છે કે તેમને જિયોથી બચવાનો કોઈ ઉપાય નથી મળી રહ્યો.
જિયોને પોતાની સેવા લોન્ચ કર્યાને એક વર્ષ થઈ ગયું છે. આ ગાળામાં મોબાઈલ ફોન ગ્રાહકોનો ડેટા પ્રત્યેનો દૃષ્ટિકોણ સાવ બદલી ગયો છે.
11 રૂપિયામાં ટેન્શન મુક્ત ગ્રાહક
સૌથી પહેલાં ડેટાની કિંમત પર ધ્યાન આપો. જિયો લોન્ચ થયું તે પહેલાં સુધી 1GB ડેટા માટે બધી જ કંપનીઓ લગભગ 250 રૂપિયા લેતી હતી. માત્ર બે-ચાર રૂપિયા ઓછા કે વધુ હોય પરંતુ કિંમતો એક જેવી જ હતી.
જેની સામે જિયોએ 309 રૂપિયાની સ્કિમ શરૂ કરી, જેમાં એક દિવસનો 1GB ડેટા મળવા લાગ્યો. લગભગ 11 રૂપિયાના દરે 1GB ડેટા ખરીદનારા ગ્રાહકોએ એ નથી વિચારવું પડતું કે તેઓ કેટલો ડેટા વપરાશ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, AFP
એક વર્ષમાં જિયોની બીજી ચાલ
નવા ગ્રાહકો ઉમેરવા જિયો ખૂબ જ સસ્તો હેન્ડસેટ બજારમાં લાવી રહ્યું છે, કારણ કે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે.
આ હેન્ડસેટ પર ડેટાનો પણ ઉપયોગ થઈ શકશે. આ ફોન દ્વારા વોટ્સઅપ જેવાં મેસેન્જર એપની જગ્યાએ જિયો પોતાનું મેસેન્જર એપ વાપરવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકે છે.
મોબાઈલ ફોનના બજારમાં 90 ટકા ગ્રાહકો પ્રી-પેડ સેવાનો જ ઉપયોગ કરે છે. એટલે કંપનીઓ એવી સ્કિમ બજારમાં લાવી રહી છે જે લોકો માટે લોકપ્રિય બની હોય.
ફોનમાં જ બેંક
છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં લોકોની બેંક હવે મોબાઈલ ફોનમાં જ સમાઈ ગઈ છે. રિલાયન્સે પેમેન્ટ બેંક માટેનું લાયસન્સ પણ લીધું છે માટે તે જિયો મનીના ઉપયોગ માટે પણ લોકોને પ્રોત્સાહિત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સસ્તા ફોન પર એરટેલ મની અથવા બીજી કંપનીઓની ડિજિટલ બેંક સેવાનો ઉપોયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
આવા સસ્તા ફોન અને લગભગ મહિનાના 100 રૂપિયાના ખર્ચે જેટલા ઈચ્છો એટલા કૉલ કરવાની સુવિધાને નકારવી બહુ મુશ્કેલ હશે.

ઇમેજ સ્રોત, TWITTER
શું હશે જિયોની ત્રીજી ચાલ?
ટૂંક સમયમાં જિયો તેની ત્રીજી ચાલ ચાલશે. રિલાયન્સ જલદી તેની બ્રૉડબેન્ડ સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. ઘર સુધી ફાઈબર દ્વારા બ્રૉડબેન્ડ પહોંચાડવા કંપનીએ ઘણાં શહેરોમાં કામ પૂરું કરી લીધું છે.
લોકોના ઘરમાં બ્રૉડબેન્ડ ખૂબ જ સસ્તા દરે પહોંચાડી રિલાયન્સ એરટેલનું વર્ચસ્વ ખતમ કરવા માગે છે.
આવનારા થોડા મહિનાઓમાં બ્રૉડબેન્ડ બજારમાં પણ ઘમાસાણ થાય તો નવાઈ નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
કંપનીઓ માટે પૈસા બનાવવા મુશ્કેલ
હવે સવાલ એ છે કે આટલી સસ્તી સેવા આપીને જિયો પૈસા કેવી રીતે કમાશે?
બીજી મોબાઈલ કંપનીઓએ પણ 2008માં લાયસન્સ મળ્યા બાદ આ જ રીત અપનાવી હતી. પરંતુ આજે આ બધી કંપનીઓ બંધ થઈ ગઈ છે. એમાંથી કેટલાંકના લાયસન્સ તો સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધાં છે.
મોબાઈલ સેવા પૂરી પાડનારી 13 કંપનીઓમાંથી ઘટીને હવે બજારમાં MTNL અને BSNLને બાદ કરી દેવામાં આવે તો માત્ર 6 કંપનીઓ, એરટેલ, એરસેલ, આઈડિયા, રિલાયન્સ કમ્યુનિકેશન, વૉડાફોન અને જિયો જ વધી છે.
આ કંપનીઓમાંથી બેની હાલત ખરાબ છે. જ્યારે વૉડાફોન અને આઈડિયા એકબીજામાં ભળી જવા માટે કામ કરી રહી છે.
જેવી રીતે આપણે કનેક્ટેડ દુનિયા તરફ આગળ વધી રહ્યાં છીએ, કંપનીઓ માટે પૈસા બનાવવા મુશ્કેલ થઈ ગયા છે, જ્યારે ગ્રાહકોને લાભ થઈ રહ્યો છે.












