ચાર્લ્સને આધિકારિક રીતે રાજા જાહેર કરાયા, ઐતિહાસિક સમારોહનું પ્રથમ વખત ટેલિવિઝન પ્રસારણ કરાયું

પ્રિન્સ ઑફ વેલ્સ અને વડાં પ્રધાન લિઝ ટ્રસે રાજ્યારોહણ સભામાં ભાગ લીધો હતો
ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ઑફ વેલ્સ અને વડાં પ્રધાન લિઝ ટ્રસે રાજ્યારોહણ સભામાં ભાગ લીધો હતો

ચાર્લ્સ તૃતીયને સેન્ટ જેમ્સ પૅલેસ ખાતે યોજાયેલ સૅરિમની રાજા જાહેર કરાયા.

તેમનાં માતા મહારાણી એલિઝાબેથના મૃત્યના તરત બાદ ચાર્લ્સ રાજા બની ગયા હતા, પરંતુ શનિવારે ઐતિહાસિક મિટિંગમાં તેમની આ ભૂમિકા કન્ફર્મ કરાઈ હતી.

વરિષ્ઠ રાજનેતા, જજો અને અધિકારીઓના સભ્યપદવાળી રાજ્યારોહણ સભાએ સ્ટેટ ઍપાર્ટમૅન્ટમાં તેમને રાજા જાહેર કર્યા.

આ ઐતિહાસિક સૅરિમનીનું ઇતિહાસમાં પ્રથમ વખત ટેલિવિઝન પ્રસારણ કરાયું છે.

તેઓ આ સૅરિમનીના પ્રથમ ભાગમાં હાજર રહ્યા નહોતા, પરતું બીજા ભાગમાં તેઓ હાજર રહ્યા જેથી તેઓ પ્રીવી કાઉન્સિલની તેમની પ્રથમ મિટિંગમાં ભાગ લઈ શકે.

પ્રીવી કાઉન્સિલના ક્લાર્ક રિચર્ચ ટિલબ્રૂકે "ગૉડ સેવ ધ કિંગ" જાહેર કરતા પહેલાં ચાર્લ્સને "કિંગ, હૅડ ઑફ ધ કૉમનવેલ્થ, વિશ્વાસના રક્ષક" જાહેર કર્યા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન