વૃદ્ધ કોને કહેવાય છે અને વૃદ્ધાવસ્થા વાસ્તવમાં ક્યારે શરૂ થાય છે?

તમને શું લાગે છે કે મધ્યમ ઉંમર એટલે ખરેખર કઈ ઉંમર હોય છે? 40 કે 60? 50 કે 70? કે પછી ક્યાંક તેની આસપાસ?

તમને એ જાણીને આશ્ચર્ય નહીં થાય કે લોકો આ પ્રશ્નનો જવાબ એ વાત પર આધાર રાખીને આપે છે કે જ્યારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમની ઉંમર શું છે.

મહિલા

ઇમેજ સ્રોત, Flashpop/Getty Images

ઇમેજ કૅપ્શન, જો કોઈ તમને કહે કે તમે વૃદ્ધ છો તો તમને સાંભળવું ગમશે?

2018માં જ્યારે આશરે પાંચ લાખ લોકોએ એક ઑનલાઇન સર્વે ભર્યો તો તેમાં ભાગ લેનારા લોકોની ઉંમર 20 અને 30ની વચ્ચે હતી. તેમણે કહ્યું હતું કે મધ્યમ ઉંમર 40 પર જઈને શરૂ થાય છે જ્યારે વૃદ્ધાવસ્થા 62 વર્ષની ઉંમરે શરૂ થાય છે. તેની વિપરીત 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોનું માનવું હતું કે વૃદ્ધાવસ્થા 71ની ઉંમરે શરૂ થાય છે.

તે વાત સમજી શકાય છે કે આખરે થઈ શું રહ્યું છે. જો કોઈ તમને કહે કે તમે વૃદ્ધ છો તો તમને સાંભળવું ગમશે? એ રીતે કોઈને પણ નથી ગમતું કે તેઓ એવું વિચારે કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે.

તો જો તમારી ઉંમર 40 વર્ષ છે તો તમારે રાહત લેવાની જરૂર છે કે 40ની ઉંમર હવે નવી 30ની ઉંમર છે. એ જ રીતે જે લોકોની ઉંમર 70ની આસપાસ છે તેઓ એ વાતથી ખુશ છે કે પોષણ અને હેલ્થ કેરથી તેઓ મધ્યમ ઉંમર જેટલા છે.

લાઇન

વૃદ્ધાવસ્થાની શરૂઆત કઈ ઉંમરે થાય છે? સંક્ષિપ્તમાં

લાઇન
  • જો કોઈ તમને કહે કે તમે વૃદ્ધ છો તો તમને સાંભળવું ગમશે? એ રીતે કોઈને પણ નથી ગમતું કે તેઓ એવું વિચારે કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે.
  • વૃદ્ધાવસ્થા ક્યારે શરૂ થાય છે તે સરળ સવાલનો જવાબ ખરેખર એ વ્યક્તિ વિશે ઘણી બધી માહિતી આપે છે.
  • વૃદ્ધાવસ્થાની રૂઢિબદ્ધ ધારણા પર ચાલીને જીવવાથી વ્યક્તિને જેનો ડર છે તે જ સમસ્યાઓ વધી શકે છે.
  • વૃદ્ધાવસ્થાની શરૂઆત ક્યારે થાય છે? આ પ્રશ્નનો જવાબ જે વ્યક્તિને આ પ્રશ્ન કરાયો છે તેની ઉંમર પર આધારિત છે તેની તમને ખબર છે ખરી?
  • આપણે હંમેશાં વૃદ્ધ હોવાનું માનવાની ના પાડતા હોઈએ છીએ, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે વૃદ્ધ લોકોને નબળા, બીમાર અને સમાજ પર બોજ તરીકે જોઈએ છીએ ત્યારે
લાઇન

વૃદ્ધાવસ્થા અને માનસિકતા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, LumiNola/Getty Images

ઇમેજ કૅપ્શન, આપણે હંમેશાં પોતાની જાતને એવા ગ્રૂપથી દૂર રાખવા માગતા હોઈએ છીએ જે આપણે બનવા માગતા નથી

આપણે હંમેશાં પોતાની જાતને એવા ગ્રૂપથી દૂર રાખવા માગતા હોઈએ છીએ જે આપણે બનવા માગતા નથી.

તેનો મતલબ છે કે આપણે હંમેશાં વૃદ્ધ હોવાનું માનવાની ના પાડતા હોઈએ છીએ, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે વૃદ્ધ લોકોને નબળા, બીમાર અને સમાજ પર બોજ તરીકે જોઈએ છીએ.

વૃદ્ધાવસ્થા એક વાસ્તવિકતા છે અને વૃદ્ધોને હંમેશાં માનસન્માન આપવું જોઈએ. તો શું લોકો પોતાને વૃદ્ધ ન માની પોતાને મૂરખ બનાવે છે?

કદાચ તેમાં સમજદારી હશે કે જે પોતે સ્વયં પરિપૂર્ણ અને જીવનને વધારે સારું બનાવનાર બની શકે.

2003માં હાન્ના કૂપર અને સર માઇકલ મર્મોટ નામના સંશોધકોએ મોટા પાયે સંશોધન કર્યું હતું જેમાં ભાગ લેનારાઓને એ જ સવાલ કરવામાં આવ્યો હતો કે વૃદ્ધાવસ્થા શરૂ ક્યારે થાય છે.

હાન્નાહ કૂપર અને સર માઇકલ મર્મોટ એ વાત સમજાવવા માટે જાણીતા છે કે કોઈ વ્યક્તિનું સોશિયો-ઇકૉનૉમિક સ્ટેટસ તેના સ્વાસ્થ્ય અને જીવનકાળ પર અસર કરે છે.

line

વૃદ્ધાવસ્થા એટલે શું?

વૃદ્ધાવસ્થા માટેની ખરી ઉંમર કઈ?

ઇમેજ સ્રોત, Thomas Barwick/Getty Images

ઇમેજ કૅપ્શન, વૃદ્ધાવસ્થા માટેની ખરી ઉંમર કઈ?

વૃદ્ધાવસ્થા શરૂ ક્યારે થાય છે? તે સવાલના જવાબ અલગ-અલગ હતા પરંતુ કૂપર અને મર્મોટને જાણવા મળ્યું કે જે લોકોને લાગતું કે વૃદ્ધાવસ્થા જલદી શરૂ થાય છે તેમને હાર્ટ ઍટેક આવવાનો ખતરો વધારે હતો.

તેમને છ કે નવ વર્ષ બાદ હૃદયની બીમારી પણ હોઈ શકે છે અથવા તેમનું શારીરિક સ્વાસ્થ્ય ખરાબ હોઈ શકે છે.

આ સંશોધનમાં ભાગ લેનારા વ્હાઇટહૉલ બે સ્ટડીનો ભાગ બન્યા હતા. તે એક એવું સંશોધન હતું જેમાં દસ હજાર જેટલા સરકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો જેઓ લંડનમાં કામ કરતા હતા.

સંશોધન મજબૂત છે, જેમાં ભાગ લેનારાઓને ઘણા બધા સવાલો કરવામાં આવ્યા હતા. તેનો મતલબ છે કે કૂપર અને મર્મોટ એ સાબિત કરી શક્યા હતા કે નોકરી જેવાં પરિબળો સ્વાસ્થ્યનાં પરિણામો પર કોઈ અસર કરતાં ન હતાં.

તો તમે વૃદ્ધાવસ્થાને જે નંબર આપો છો, તેનો તમારા સ્વાસ્થ્ય પર મોટો પ્રભાવ કેવી રીતે પડી શકે છે?

વૃદ્ધાવસ્થા ક્યારે શરૂ થાય છે તે સરળ સવાલનો જવાબ ખરેખર એ વ્યક્તિ વિશે ઘણી બધી માહિતી આપે છે.

ઉદાહરણ તરીકે તે સવાલ લોકોને તેમના શારીરિક સ્વાસ્થ્ય વિશે વિચારતા કરી દે છે. અને જો તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે અથવા તો તેઓ એક ગરીબ જીવન જીવી રહ્યા છે તો તેમને સારું નથી લાગતું અને તેમને લાગવા લાગે છે કે તેમની વૃદ્ધાવસ્થા નજીક આવી રહી છે.

જે લોકો કહે છે કે વૃદ્ધાવસ્થા નાની વયે શરૂ થાય છે તો તે તેમના માટે વધારે ગંભીર હોઈ શકે છે અને તેમને તબીબી સારવાર મળવાની શક્યતા પણ ઓછી રહે છે અથવા તેઓ સ્વાસ્થ્ય સંબંધિત કાર્ય કરતા નથી અને એવું માની લે છે કે જે ચાલી રહ્યું છે એ તો થવાનું જ છે.

ઉદાહરણ તરીકે તેઓ એવું વિચારી શકે છે કે વૃદ્ધ લોકો ઘણા નબળા હોય છે તો તેઓ ઉદ્દેશપૂર્વક વધારે ધીમે કામ કરવા લાગે છે અને શાંતિ રાખે છે.

જોકે, તેમણે તેવું પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એવું ન કરવું જોઈએ.

એવું બની શકે કે તેમની ઉંમર પ્રમાણે તેઓ ચીજો ભૂલવા લાગે, તો તેઓ પોતાની યાદશક્તિ પર ભરોસો કરતા નથી. એવું પણ શક્ય છે કે વૃદ્ધાવસ્થા વિશે તેમના મગજમાં નકારાત્મક વિચારો ચાલતા હોય છે જેનાથી તીવ્ર બળતરા થાય છે અને લાંબાગાળે વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.

તો વૃદ્ધાવસ્થાની રૂઢિબદ્ધ ધારણા પર ચાલીને જીવવાથી વ્યક્તિને જેનો ડર છે તે જ સમસ્યાઓ વધી શકે છે.

અને આ બધું કદાચ સાચું પણ થઈ શકે છે. જે લોકો માને છે કે વૃદ્ધાવસ્થા મોડી શરૂ થાય છે તેઓ પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે વધારે ધ્યાન આપે છે. એટલે તેઓ સારા દેખાવ માટે કસરત કરતા રહે છે. તેઓ માને છે કે તેઓ હજુ યુવાન છે અને એટલે જ યુવાન જેવું વર્તન કરે છે.

line

કારાત્મક અને નકારાત્મક અભિગમ

વૃદ્ધાવસ્થા વિશે હકારાત્મક વિચારધારા રાખવાના ફાયદા પણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૃદ્ધાવસ્થા વિશે હકારાત્મક વિચારધારા રાખવાના ફાયદા પણ

કૂપર અને મર્મોટનું સંશોધન એ માત્ર એક સંશોધન નથી પણ વૃદ્ધાવસ્થા વિશે હકારાત્મક વિચારધારા રાખવાના ફાયદા પણ સમજાવે છે.

યેલ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થનાં બેક્કા લેવીએ ઓહાયો લૉંગિટ્યૂડનલ સ્ટડી ઑફ એજિંગ ઍન્ડ રિટાયર્મૅન્ટનો ડેટા વાપર્યો હતો અને તેમણે પણ કેટલાંક અસાધારણ સંશોધન કર્યાં.

ઓહાયો સ્ટડીમાં હજાર કરતાં વધારે લોકોનો ડેટા હતો જેઓ ઓછામાં ઓછા 50 વર્ષની ઉંમરના હતા.

બેક્કા લેવીને જાણવા મળ્યું કે જે લોકો પોતાની ઉંમરને લઈને હકારાત્મક હતા તેઓ સંશોધન બાદ સરેરાશ 22.6 વર્ષ જીવ્યા. બીજી તરફ જે લોકોમાં હકારાત્મકતાનો અભાવ જોવા મળ્યો તે લોકો માત્ર 15 કે તેના કરતાં વધારે વર્ષ સરેરાશ જીવી શક્યા હતા.

બીજું એક સંશોધન સુઝાન વુર્મ દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ ઉત્તરી જર્મનીના યુનિવર્સિટી ઑફ ગ્રિફ્સવૉલ્ડમાંથી આવે છે. આ સંશોધન સમસ્યાને વધારે સારી રીતે સમજાવે છે.

તેમનું સંશોધન એ લોકો માટે સારા સમાચાર છે જે લોકો વૃદ્ધાવસ્થા માટે નકારાત્મક વિચારધારા ધરાવે છે. તે લોકો એ લોકોમાંના ન હતા જેઓ નાની વયે મૃત્યુ પામે.

પરંતુ ફરી જે લોકોએ વૃદ્ધાવસ્થાને વધારે હકારાત્મકતા સાથે જોઈ, નવું શીખવા માટે અને નવી યોજનાઓ બનાવવા માટે કંઈક કર્યું, તેઓ સરેરાશ લાંબું જીવન જીવ્યા હતા.

આ સંશોધનમાં લોકોએ વૃદ્ધાવસ્થાની શરીર પર શું અસર પડશે તેના વિશે વિચાર્યું ન હતું. તેમના માટે વિચાર એવો હતો કે તેઓ હજુ વિકાસ પામશે અને માનસિક રીતે વિકાસ કરશે.

કોઈ પણ સંશોધન એવું કહેતું નથી કે આપણી જાદુઈ રીતે વૃદ્ધાવસ્થાને રોકી દઈશું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોઈ પણ સંશોધન એવું કહેતું નથી કે આપણી જાદુઈ રીતે વૃદ્ધાવસ્થાને રોકી દઈશું

કોઈ પણ સંશોધન એવું કહેતું નથી કે આપણી જાદુઈ રીતે વૃદ્ધાવસ્થાને રોકી દઈશું. આંખોની દૃષ્ટિ, સાંભળવાની શક્તિ, યાદશક્તિ, માંસપેશીઓ, હાડકાંની શક્તિ બધું જ ઘટવા લાગે છે. વૃદ્ધ લોકો ઘણી બધી બીમારીઓનો જલદી શિકાર બની જાય છે.

મોટાં મોટાં સંશોધનનાં તારણો સરેરાશને આધારે કાઢવામાં આવ્યાં છે, તો જો કહેવામાં આવે કે તમે મધ્યમ ઉંમર નથી ધરાવતા, તેનો એવો મતલબ નથી કે તમે કોઈ બીમારીનો શિકાર નથી બનવાના. પરંતુ પત્રકાર ડેવિડ રૉબસને પોતાના પુસ્તક ધ એક્સ્પેક્ટેશન ઇફેક્ટમાં આપણને કેટલીક ટિપ્સ આપી છે.

તેઓ કહે છે કે યુવાવસ્થાને ગુમાવવાનું દુઃખ મનાવવા કરતાં આપણે વૃદ્ધાવસ્થા દરમિયાન મળતાં અનુભવો અને માહિતી પર ધ્યાન આપવું જોઈએ. એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે આપણે કેટલી સારી રીતે કેટલીક સ્થિતિ સંભાળી શકીએ છીએ.

જ્યારે વૃદ્ધ લોકો બીમાર હોય છે, તેમણે એવું ન માની લેવું જોઈએ કે તેઓ વૃદ્ધાવસ્થાના કારણે બીમાર છે.

વૃદ્ધ થતાં થતાં આપણે સ્વસ્થ રહેવાના પ્રયાસ ક્યારેય બંધ ન કરવા જોઈએ. હંમેશાં એ માનવું જોઈએ કે કંઈક છે જે હજુ આપણે કરી શકીએ છીએ. જો આપણે આવું વલણ અપનાવીએ, તો આપણે લાંબું પણ જીવી શકીએ અને તે વર્ષોનો આનંદ પણ માણી શકીએ છીએ.

નોંધઃઆ આર્ટિકલમાં જણાવવામાં આવેલી વાતો એ સામાન્ય માહિતી માટે છે અને કોઈએ તેને મેડિકલ સલાહ તરીકે ન લેવી. જો કોઈ વ્યક્તિ આ આર્ટિકલના આધારે કોઈ ઇલાજ કરે છે તો તેના માટે બીબીસી જવાબદાર નથી. બાહ્ય વેબસાઇટ પરથી લેવામાં આવેલી સામગ્રીની જવાબદારી બીબીસી લેતું નથી. બીબીસી કોઈ કૉમર્શિયલ પ્રોડક્ટ કે સર્વિસની પણ જાહેરાત કરતું નથી. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ચિંતા હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ